________________
૧૯૧૦)
વેતાંબર જૈન પ્રજાનું વર્તમાન સાહિત્ય.
૧–અધિપતિના લેખમાં પ્રાસંગિક વિષય-જેવા કે શેઠ અમરચંદ તલકચંદ્ર જૈન ધાર્મિક પરીક્ષા તેને કઈ રીતે સુંદર અને સરસ બનાવી શકાય ?, શિવજીભાઈ અને તેમના ગુપ્ત પ્રવાસનું રહસ્ય,–જેન બોડીંગ અને તેની ઉપયોગિતામાં થવો જોઈતો વધારે –લાલનની સાથે અધિપતિની મસલત, એજ્યુકેશન બોર્ડ અને એજયુકેશન પૂડ વિગેરે વિગેરે ઉંડા રહસ્ય સત્યની ખોજ જણાવનારાં, કડક અને સત્ય. નિડર અને નિઃશંક્તિ, સમાજના સત્વને પોષક અને સમાજના રાગના શેષક લખાણે આવવાં જોઈએ; વિચારશ્રેણીની પદ્ધતિ નિર્મલ અને અવિધી હેવી જોઈએ, ભાષા સુંદર, ઘરગતુ છતાં સંસ્કારી થવી જોઈએ, અને વિચાર અનુકરણીય હેવા જોઈએ. હમણાં મુનિમાર્ગ સંબંધના જુદા જુદા વિષયની શ્રેણી ઠીક આવે છે. જૈન નેધ અને ચર્ચા માટે આ વિચારો લાગુ પડે છે. અધિપતિ પિતે પત્રના બહેળા અનુભવી અને ઘડાયેલા યુવક નર છે, તેથી ઉપલા વિચારો એમને માન્ય હશે જ !
૨–મુનિવિચાર–આ ભાગથી મુનિશ્રીઓના જુદા જુદા વિચારોને સંક્રમણને લાભ મળે તે સ્તુત્ય છે, અને આ વિભાગ કાઢવાથીજ મુનિશ્રીઓ હવે લેખિની હાથમાં લઈ લેખ લખવાનો પ્રયાસ કરતા રહ્યા છે તે ખરેખર અભિનંદનીય છે. ખરા ઉપદેશક વગર ચાતાઓનું કલ્યાણ નથી. તે જ ખરા માર્ગને બતાવી લઈ જનારા છે, તેના આચાર અને વિચારથીજ આપણે વિચારો પર અસર થાય છે, તેથી તેમના તરથી આવેલા લે સ્વીકારણીય છે, પરંતુ ઉત્તમ વિદ્વાન મુનિઓને લખવાનું ખાસ આમંત્રણ કરવું, તેમજ બીજાઓના લાંબા લચક આવતા લેખોમાંથી તેના ટુંક પારા કરી તેમના બધા વિચારો તરવે આવી જાય તેમ કરવું. આથી તેમને તેમના વિચારોનું સંક્રમણ કરવું પડશે. વળી તેમને જૈન ઐતિહાસિક ભાગો પર વિશેષ લક્ષ્ય રાખવાને વિનવતાં અનેક વિધવિધ બાબત પર અજવાળું પડશે. વળી તેઓને બીજઓ તરફથી આવતા ગૂઢ સવાલના જવાબ આપવાનું નિમંત્રણ કરવું, અને તેમાંથી જેના સારા ઉત્તર આવે તે બધાને સારાંશરૂપે પ્રગટ કરવાથી ધર્મપ્રકોનું નિરાકરણ થશે, અને તેવા ઉત્તમ વાદથી તત્ત્વ બોધ થશે. હમણું કઈ કચ્છી ગૃહસ્થ જૈનમાં પૂછેલા ઘણા ઉત્તમ અને ગૂઢ પ્રકનોનું નિરાકરણ હજુ સુધી કઈ વિદ્વાન ગૃહસ્થ કે મુનિશ્રીએ કર્યું નથી યા કરવાની દરકાર કરી નથી. આથી તે પ્રશ્નો પ્રકને જ રહ્યા છે,
૩ વિષયમાળા—આ ભાગમાં આપણા જૈન વિદ્વાને જેવા કે રા. રા. મનસુખલાલ કિરચંદ, મોતીચંદ ગિરધર કાપડીઆ, ગોવિન્દજી મૂળજી મેપાણી, વગેરે તરફથી ખાસ આવવા જોઈતાં લખાણે આવે તો તે કેવું શોભી નીકળે તેમ છે ? વિષય સંગીન હોવા જોઈએ એટલે કે જે ઉપરથી લગાએક આંખ ફેરવતાં જાણી જવાય તેવા ન હોવા જોઈએ. નહિ તો પછી જૈન હાથમાં લીધું અને પાંચ દશ મીનીટ જોઈ છોડી દીધું એમ થાય. પણ સંગીન હોય, તો તેમ ન થાય. દાખલા તરીકે સાધારણ નોવેલમાં વાર્તાના રસમાં એકદમ પાનાં ઉથલાબે જઈએ છીએ, પરંતુ સરસ્વતીચંદ્ર કે ગુલાબસિંહમાં તેમ થઈ શકે તેમ નથી, કારણ કે સંગીન નેવેલે છે. હાલના કઈ કઈ વિષયે નિરસ, અને ઘણી વખત કહેવાઈ ગયેલા ( Hackneyed) આવે છે. માટે પસંદગી ઉત્તમ થવી જોઈએ. આ પસંદગી ઉત્તમ થવા માટે તેમજ ઉછરતા