________________
જેન કેન્ફરન્સ હેરલ્ડ,
(ફેબ્રુવારી.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપન્ય વહીવટકર્તા હસ્થને આપવામાં આવ્યું છે. તો આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન માપી યોગ્ય બંદોબસ્ત કરશે.
જીલે ખેડા તાબે શ્રી સ્થંભતીર્થ (ખંભાત) મદએ આવેલા મેં પાડાના શ્રી
' મલ્લિનાથજી મહારાજના દેરાસરને લગતો રીપોર્ટ. સદરહુ દેરાસરના શ્રી સંઘ તરફથી વહીવટકર્તા શેઠ હીરાચંદ જેઠા ભાઈ ચોકસીના સ્તિકને સંવત ૧૯૬૧ થી ૧૯૬૪ ના અશાડ વદ ૦)) સુધીને હિ સાબ અમોએ પાસ્યા. તે જોતાં વહીવટકર્તાએ હિસાબ ચો-ખો રાખી અમે મારા કરતાં તુરત ખડાવી દીધો છે તેથી તેમનો આભાર માનીએ છીએ.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચના ત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે તો આશા રાખીએ છીએ કે તે ઉપર ધ્યાન આપી પાકીદે બંદોબસ્ત કરશે.
લી. શ્રી સંઘનો સેવક,
ચુનીલાલ નહાનચંદ
ઓનરરી ઓડીટર, શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ. પ્રજાની આબાદી તેજ રાજ્યની આબાદી.
–એક સ્તુત્ય ઠરાવ- નીચલી ખબર જામનગરના દરબારી ગેઝેટમાં પ્રગટ થઈ છેઃકે “આ ટેટમાંથી ગાય, બળદ, ઘેડા, ટટ્ટ વિગેરે જાનવરે સંખ્યાબંધ પરદેશ પડે છે તેથી ખેતીને ધકે લાગવા સંભવ છે. માટે વસ્તીની આબાદી ખાતર રને પરદેશ ચડતાં અટકાવવાની જરૂર છે. સબબ ઠરાવવામાં આવે છે કે હવેથી બા સ્ટેટનું કોઈ પણ ઢેર તરી અગર ખુશકી રસ્તે પરદેશ ચડાવવા માં આવશે તેની વેચાણ કિમત ઉપર સેંકડે ૫૦ ટકા જકાત લેવામાં આવશે.”
મજકુર ઠરાવ ઘણેજ સ્તુત્ય છે કેમકે જે ઢોર રૂ. ૫) માં ચાતું હોય તેના જ્યારે રૂ. ૧૦૦) આવે તો જ હવે વેચી શકાય, કેમકે રૂ. ૫૦) જ તના જાય અને તેમ કરવું વેચનારને પાલવે નહીં તેથી બહારગામ ખાતે કોઈ જન વિર જાય નહીં.
જ્યારે જનાવરે, તે પણ ઉપયોગી, જનાવરોની નિકાશ અટકે તે ગામમાં ઓછી કિંમતે વેચાણ થાય જેથી ગરીબો પણ લઈ શકે અને જે આ રીતે દરેક રાજ્ય કરે તો હજારો ઢોરો બચે અને પરિણામે ઢેરો ઉપર આજીવિકા ચલાવી શકનારાઓ જે દુર્બળ સ્થિતિ ભેગવે છે તે સુધરે. ખેતીવાડીને આ રીતે ટેકો મળતાં મોંઘવારીમાં ઘટાડો થવા પામે અને તે રીતે પ્રાની આબાદીમાં વધારે થાય તે નિર્વિવાદ છે. જ્યારે પ્રજા આબાદ તો રાજ્ય આબાદ છે. એટલું જ નહીં પણ પ્રજા આબાદીમાં જેમ વધારો તેમ રાજ્યશાંતિમાં પણ વધારે. આ શું જે તે લાભ છે?
લી. મધુકર.