________________
૩૦૦ ]
વજન કેન્ફરન્સ હેરલ્ડ.
[ નવેમ્બર
દેશના થઈ રહ્યા પછી કેવળી મહારાજને હરિવાહને પૂછ્યું કે મહારાજ, હવે મારૂં આયુષ્ય કેટલું બાકી છે ? કેવળીએ ઉત્તરમાં જણાવ્યું કે રાજન, તારું આયુષ્ય હવે માત્ર નવ પ્રહરનું જ છે. આ વચન સાંભળી રાજા મરણના ભયથી કંપાયમાન થવા લાગે; ત્યારે કેવળી બોલ્યા કે જે તું મરણથી ભય પામતે હોય તે દીક્ષા અંગીકાર શા માટે કરતે નથી ? જે સાંભળી
બે ઘડી માત્ર પણ જો કોઈ વિધિપૂર્વક વિધિને જાણ પુરૂષ ચારિત્ર પાળે તે તે સર્વ દુઃખનો અંત કરી શકે છે, ત્યારે ઘણુ વખત સુધી જે તે પાળી શકાય તે તેના લાભનું તો શું કહેવું ? (મહા લાભ થાય).
આવાં વચન સાંભળી સંસારથી ઉદ્વેગ પામી ગયું છે અને જેનું એવા હરવાહને સ્ત્રી તથા નિ સહિત દીક્ષા અંગીકાર કરી. શુભ ભાવના ભાવતાં એકલો આત્મા છે, કોઈ મારૂં નથી ઇત્યાદિ શુભધ્યાને કરી કાળ કરીને હરિવહન રાજા પાંચમા અનુત્તર ( સર્વાર્થસિદ્ધ) વિમાને દેવતા થયા. મહાવિદેહને વિષે એકાવતારે મેલે જશે. તેમજ અનં.
લેખા સાધ્વી તથા બન્ને મિત્ર મુનિઓ દુર્ઘટ તપશ્ચર્યા કરતાં ચારિત્રપાળ તેજ વિમાને દેવતા થઈ અનુક્રમે ( એકાવતારે મહાવિદેહે) સિદ્ધિપદને પામશે.
આ પ્રમાણે જે કંઈ પ્રાણી ભવ ઉપર વૈરાગ્ય અંગીકાર કરશે તે પ્રાણી હરિવહન રાજપની પેઠે સ્વર્ગસુખને પામશે.