________________
૧૮૧૦]
જેને કેન્ફરન્સ હેરલ્ડ.
[૨૯૮
ચૂર્ણ આપ્યું અને જણાવ્યું કે તેનું તિલક કરી તમે તેણીની પાસે જશો કે તરતજ તે તમારે સ્વાધીન થઈ જશે. રાજા ચૂર્ણનું તિલક કરી તેની પાસે ગયો. તે દેખી અનંગલેખાએ (મંત્રવાદીઓની સાથે મસલત કરેલી હોવાને લીધે) તેને આવકાર આપ્યો, એટલું જ નહીં પણ એ ગાઢ સ્નેહ બતાવ્યો કે રાજા તેણીની પાસે સાંસારિક સુખ ભોગવવાની પ્રાર્થના કરવા લાગ્યો. તેથી તેણીએ જવાબ આપ્યો કે મહારાજ ! હું આપને સ્વાધીન જ છું એમ આપ સમજવું; પણ અષ્ટાપદની યાત્રા કરવાનો મારે અભિગ્રહ છે તે પૂરો થયા બાદ હું તમારા મનોરથ પૂરા પાડીશ.
કામાંધ બનેલા રાજાએ આ બન્ને મંત્રવાદીઓને બોલાવી કહ્યું કે એ રાણીને અષ્ટાપદ તીર્થની યાત્રા તમે કરાવી આવો. તેઓએ જણાવ્યું કે યાત્રા કરાવીશું પણ અમારે સાથે જવું પડશે, કારણકે આકાશે ગમન કરે એવું નવું વિમાન બનાવ્યા વગર ત્યાં જઈ શકાય તેમ નથી. રાજાએ તેમ કરવાની હા પાડી. મંત્રવાદીઓએ વિદ્યાના બળથી એક નવું વિમાન બનાવ્યું અને તેમાં બન્ને જણ અનંગલેખાને સાથે લઈ બેઠા. રાજાએ તેણીને યાત્રા કરી તાકીદે પાછા આવવા ભલામણ કરી. તેણીએ કહ્યું કે ઠીક, બહું સારું, પણ અજાણ્યા પુરૂષોની સાથે મારે એકલાં જવું એગ્ય નથી, માટે તમારી જે બે કન્યાઓ છે તેમને મારી સાથે મોકલે કે જેથી વાટમાં ચાલતાં મને વાતચીતનો આનંદ થાય. રાજાએ તરતજ તેના કહેવા પ્રમાણે પોતાની બન્ને કન્યાઓને તેની સાથે વિમાનમાં બેસાડી દીધી, જ્યારે વિમાન આકાશે ઉડતું થયું ત્યારે રાજાએ “વહેલા આવજો” એમ કહ્યું. તેના પ્રત્યુત્તરમાં મંત્રવાદીઓએ “હવે આશાને દૂર મૂકી દેજો” એમ જણાવ્યું. રાજેએ કહ્યું કે એમ કેમ ? તેઓએ કહ્યું એમજ તે! જેમ તમે કર્યું તેમ અમે કર્યું, માટે આશા છોડી દેજે. આવાં વચન સાંભળી રાજા ઘણે ઉદાસ થયો અને આમ તેમ ફાંફાં મારવા લાગે, પરંતું આકાશમાર્ગે જતાને શી રીતે અટકાવી શકાય? તેના મનને તુરંગી વિચાર બધા મનમાં જ રહ્યા વિમાન અદ્રય થયું અને છેવટે હાય હાય કરતો રહ્યો.
આ બન્ને મિત્રો હરિવહનની રાજધાનીમાં વિમાન લઈ આવ્યા. મિત્રો અને રાણી મળવાથી તેના હર્ષનો પાર રહ્યો નહીં. તેણે પેલા રાજાની જે બે કન્યાઓ અનંગલેખા પિતાની સાથે લાવી હતી તેમાંની એક સુતારપુત્રને અને એક શેઠપુત્રને પરણાવી દીધી. આમ થવાથી ત્રણે મિત્રો અને ત્રણે સ્ત્રીઓ અરસપરસ એટલાં બધા ખુશી થયાં કે હર્ષનું વર્ણન જ કરી શકાય નહીં. હરિવાહને મિત્રોથી જુદા પડયા પછી પિતાને બધે વૃત્તાંત કહી સંભળાવ્યું, અને તેઓ પણ પિતાની તમામ હકીક્ત નિવેદન કરીને સુખરૂપ રહ્યા. કેટલાએક વરસ વીત્યા બાદ તેઓનાં માબાપને માલુમ પડવાથી તેઓને પોતાની પાસે બોલાવી લીધા. ઈદ્રદત રાજાએ હરિવાહનને પિતાનું રાજ્ય સમર્પણ કરી દીક્ષા લીધી. કેટલેક વરસે તપશ્ચર્યાથી કર્મ ક્ષય કરી કેવળજ્ઞાન પામી ઇદ્રદત રાજર્ષિ તેજ નગર સમીપે સમોસર્યા. હરિવહન આ વાત જાણી પરિવાર સહિત તેમને વંદન કરવા આવ્યો. વંદન સ્તવન કરી તેના બેઠા પછી કેવલી મહારાજે દેશના આપતાં જણાવ્યું કે વિષયરૂપ માંસના લેભી આ જગતને શાશ્વત માને છે પણ સમુદ્રના કલોલની પેઠે આયુષ્ય ચપળ છે એમ તેઓ જોતાજ નથી.