________________
૨૮૮ ]
જેને કેન્ફરન્સ હેરલ્ડ.
[ નવેમ્બર
જેવો બની ગયે, અને પિતાની ધણઆણી થવા તેણીની ઘણી ઘણું પ્રાર્થના કરી પણ તેણીએ તેનું વચન માન્ય કર્યું નહીં એટલું જ નહીં પણ બેલી કે હે રાજા, તારે મારાથી દૂર રહેવું. હું મારા પ્રાણ તને આપીશ પણ મારૂં શીર કદાપિ હું ખંડન કરનાર નથી. રાજાએ વિચાર કર્યો કે સ્ત્રીને મૂળ સ્વભાવ જ છે કે મુખે નાકારે કરે અને વળી એકાએક તેના પતિનો વિયોગ થયો છે તેથી હાલ એને છેડવી નહીં. એ મારા તાબામાં છે તો યાં જવાની છે, ધીમે ધીમે બધું સારૂં થશે. આવો વિચાર કરી તેમાં ખાનપાન અને સ્થાનની સારી રીતે ગોઠવણ કરી ઘણી ઘણી દાસીઓની વચ્ચે તેને મેખી; છતાં પણ આ શણી તે નિરંતર પોતાના પતિનું ઇષ્ટદેવની પેઠે સ્મરણ કરે છે, જરા માત્ર પણ વિસરતી નથી.
હરિવહનના જે બે મિત્રો તેનાથી વિખુટા પડેલા હતા તેઓ બન્ને ફરતા ફરતા એકમોટા જંગલ માં જઈ પહોંચ્યા. ત્યાં વાંસની જાળ વચ્ચે કોઈ એક માંત્રિક વિદ્યા સાધન કરતો હતો, તેની પાસે તેઓ જરાવાર ઉભા રહ્યા. એટલામાં તે સાધક પુરૂષ ઉભો થઈ પ્રણામ કરી તેમને કહેવા લાગ્યું કે ભાગ્યશાળી પુરૂષો ! તમો અહીં આવી પહોંચ્યા તે ઘણું સારું થયું. જે તમો મારા ઉત્તર સાધક થઈ રહે તો કેટલાક દિવસથી કરવા માંડેલું પણ હજી સુધી સિદ્ધ નહીં થયેલું મારું કાર્ય તમારા પસાયથી સિદ્ધ થઈ શકશે. એટલે મારા ઉપર ઉપકાર કરે. તેઓએ હા કહી, તેથી તેના ઉપરીપણું દળ મંત્રવાદી પિતાના વિદ્યા સાધન કરવા લાગ્યો. સારા ભાગ્યે તેની વિદ્યા તરતજ સિદ્ધ થઈ ગઈ. તેથી તેણે ખુશી થઈ અદ્રસ્ટ થવાનું અજંન, શત્રસે મેહ અને આકાશગમન કરી શકે એવું વિમાન બનાવવાની શકિત એવી ત્રણ સિદ્ધ વિધાઓ આપી તેઓને ઉપકૃત કર્યા. ત્યાંથી ફરતા ફરતા આ બન્ને મિત્રો બેનાતટ નગરે આવી પહોંચ્યા. ત્યાં કોઈ એક સિધ્ધ પુત્રના તરફથી તેઓના જાણવામાં આવ્યું કે આ નગરના રાજાએ જે સ્ત્રીનું હરણ કરાવી મંગાવી છે તે હરિવહન રાજાની પટરાણી છે. આવું સાંભળી તેઓ પોતાના મિત્ર હરિવહન તથા તેની સ્ત્રીના વિયોગનું દુઃખ દૂર કરવા માટે અદ્રશ્ય ભજન કરી એનગલેખા પાસે ગયા. ત્યાં તેણીને પિતાના પતિની છબીની સામેજ નજર રાખી બેઠેલી જોઈ તેના હાથમાંથી તેઓએ તે છબી છીનવી લીધી. તેથી તે બેલી ઉઠી કે, હે દૈવ ! મેં તારો શો અપરાધ કર્યો છે. કે જેથી મારા પતિની એક ચિત્રેલી છબી પણ હરી લે છે? શું તું જાણતો નથી, કે એમ કરવાથી આ અનંગલેખા પિતાના પ્રાણ આપી દેશે ? હું આત્મઘાત કરું તેથી પણ તું શું બીત નથીપછી તેઓએ તેને તે છબી પાછી આપી શાંત પાડી, પિતાના આગમનની હકીકત કહી સંભળાવી, એટલું જ નહીં પણ પોતાની ઓળખાણ પણ જણાવી આપી. તેણે પોતાના પતિના મિત્રો જાણી તેમની પાસે લજજાપૂર્વક બેલી કે તમે મારા દીયર થાઓ છો અને આવા વખતે સહાયક થવા આવી પહોંચ્યા છે તેથી ખચીત માનું છું કે હવે હું આ શોકસાગરમાંથી મુક્ત થઈશ. તમારાં દર્શન માત્રથી આનંદ થયે તો પરિણામે કેમ નહીં થાય? ત્યાર પછી તેઓ બન્ને તેની સાથે કંઈક મસલત કરી છુટા પડી મંત્રવાદી બનીને રાજાને મલ્યા. રાજાએ તેમને સત્કાર કર્યો. તેઓએ રાજાને પ્રાર્થના કરી કે અમારા લાયક કંઈક કાર્ય બતાવશે ત્યારેજ અમારી મંત્રવિદ્યાને ખરેખર અનુભવ આપને થશે. આ ઉપરથી રાજાએ તેમને એકાંતમાં લઈ જઈ કહ્યું કે આ અનંગલેખા જયાં સુધી જીવે ત્યાં સુધી મારા તાબામાં રહે એ કંઈક ઉપાય કરે. તેઓએ રાજાને