________________
૧૯૧૦]
નિર્વેદ
[૨૯૭
તે આ તારા સાહસિપાથી તુષ્ટમાન થઈ આ સ્ત્રી તનેજ બક્ષીસ કરું છું એટલું જ નહીં પણ આ મારૂં વસાવેલું નગર પણ તનેજ સમર્પણ કરી વસ્તીથી ભરપૂર કરી આપું છું. તું બેલાશક અહીં આજ રહી યથેચ્છ સુખ ભોગવ, એમ કહી તેમજ કરી આપ્યું.
હરિવહન અનંગલેખાની સાથે લગ્ન કરી ત્યાંજ રાજધાની સ્થાપી અપ્સરાઓએ આપેલું કંચુકરન તે(અનંગલેખા)ને આપી તેની સાથે અત્યંત ખુશીથી દિવસે ગુજારવા લાગ્યો. એક વખતે તે પોતાની પટરાણુને સાથે લઈ ઉષ્ણ કાળના દિવસો હોવાથી નર્મદા નદીના કિનારા ઉપર જઈ કીડા કરવા આવ્યું. ત્યાં એકાંત સ્થાન રચી રાજા જળમાં ઉતર્યો ત્યારે પિતાનાં બીજાં ઉત્તમ વસ્રની સાથે કંચુકરત્ન કીનારા ઉપર મૂકી રાણું પણ રાજાની સાથે જળક્રીડા કરવા ઉતરી પડી. તે વખતે પદ્મરાગ રત્નોથી ઝળકતા કંચુકરત્નને માંસની બ્રાંતિથી એક માત્ર બહાર આવી, ગળી જઈ જળમાં પેસી ગયો. કીનારા ઉપર રહેલા જનમંડળે તેને જે ખરો, પણ તે એટલી તે ઝડપથી ચાલ્યો ગયો કે કોઈ તેને પકડવા સમર્થ થયું નહીં. આથી રાજા રાણી ઘણોજ અફસેસ કરવા લાગ્યાં; પરંતુ ભાવી આગળ કોઈનું પ્રબળ ચાલી શક્યું નથી. પાણી વાટે ફરતો ફરતો તે મત્સ બેનાતટ નગર સમીપે ગયો. ત્યાં તે કઈક માછીની જાળમાં પકડાયો. તેના પેટમાંથી તે કંચુકરન રત્નમય હોવાથી તેવું જ ઝળકતું નીકળી આવ્યું, તે જોઈ માછીએ પિતાના મનમાં વિચાર કીધો કે આ કંચુક હું મારી સ્ત્રીને પહેરાવું અગરે ઘરમાં રાખુ તો તે જાહેર થતાં હું ચોર ઠરૂં એટલું જ નહીં પણ કોઈક વખત માર્યો જઉં, માટે આ ગામના રાજાને જ ભેટ આપી ઇનામ મેળવવું એજ યોગ્ય છે. આવું ધારી તેણે તે કંચુકારત્ન તે ગામ ( બેનાતટ) ના રાજાને ભેટ કરી સારું ઇનામ મેળવ્યું. આ કંચુક દેખતાં જ દંગ થઈ કઈ પિતાના મનમાં મોહ ઉત્પન્ન થવાથી રાજા મનમાં વિચારવા લાગ્યો કે અહે આ ચર્ય ! આ આખા જગતને મોહ પમાડનારી કામિની (સ્ત્રી) કયાં છે ? કે જેનો પહેરવાના કંચુક પણ મારું મન હરી લે છે, ત્યારે આની પહેરનારી તે કેવી મોહનગારી હશે ? હા, હા, હવે એ મને શી રીતે અને કયારે મળી શકશે ? એવી રીતે રાજા ચિંતામાં પડ્યો અને તેનામાં એટલો બધો લીન થઇ ગયે કે પિતાને ખાનપાન અને રાજયકારેબારમાં પણ કાંઈ ભાન રહ્યું નહીં. આવા વખતે બુધ્ધિવાન દીવાને આવી પૂછ્યું કે મહારાજ, આતે તમને શું થઈ ગયું છે કે ભાનભૂલા જેવા બની બેઠા છે ? રાજાએ કહ્યું કે જે મને જીવતો રાખવા ચહાતા હે તે સાત દિવસની અંદર મને આ કંચુક પહેરનારી સ્ત્રીનું નામ, દામ, ઠેકાણું વગેરે મેળવી આપજે. દીવાને રાજયની અધિષ્ઠાતા દેવીનું આરાધન કરવાથી દેવી પ્રગટ થઈ બેલી કે શા માટે મારું આરાધન કર્યું છે ? દીવાને કહ્યું કે આ કંચુકની પહેરવાવાળી સ્ત્રી રાજને લાવી આપો નહીં તો તે ખચીત મરણુજ પામશે. દેવીએ જણાવ્યું કે તું રાજાને એવી રીતે સમજાવ કે કદાપિ સૂર્ય પશ્ચિમમાં ઉગે, ચંદ્રમાં અગ્નિ ઝરે, પરંતુ આ સતી પિતાનું શીલ પ્રાણાંત થાય તે પણ છેડનાર નથી. જયારે આ રાજાને આ વાતને ખરેખર હઠ છે તે હું તેણીને લાવી આપું છું. પરંતુ હવે પછી આ કામ માટે કદી પણ તારે મને બોલાવવી નહીં. આ પ્રમાણે કહી રાજયની અધિષ્ઠાતા દેવી તરતજ હરિવહન રાજાને ત્યાં જઈ સુતેલી અનંગલેખા રાણીને લઈ આવી, અને રાજાને સમર્પણ કરી અંતર્ધાન થઈ ગઈ. રાજા તેને જોઈને અગાઉના કરતાં પણ વધારે લટ