________________
૨૬૬ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ અકબર
અને પુત્ર વચ્ચે થયેલા ધર્મસંવાદથી યોગમાર્ગ કેટલે કિંમતી અને દુર્લભ છે તેની વાંચનારને કંઈક ઝાંખી આવી શકશે. ફલિતાર્થ એ છે કે સહુ કોઈ આત્માર્થી યોગીસ ન્યાસી–સંત-સાધુ નામને ધારણ કરનાર મહાશાએ પોતે પિતાનું ઉકત નામ સાર્થક કરવાને કેવું ઉંચું નિર્દભ વર્તન રાખવું જોઈએ તે ઉપરના વિવરણથી સહજ સ્પષ્ટ થઈ શકશે. હરેક મુમુક્ષની પવિત્ર ફરજ છે કે તેમણે પ્રથમ સદ્ગુરૂ સમીપે વિનય બહુમાનપૂર્વક ધીરજ રાખી જેમાં સર્વર પરમાત્માએ પ્રતિપાદિત સકળ સદાચાર રૂપ સંયમોગનું દહન કરેલું હોય એવા યોગશાસ્ત્રને યોગ ગ્રંથાને યથાર્થ અભ્યાસ કરવો, એગમાર્ગમાં અચળ શ્રદ્ધાન રાખવું અને એમ સમ્યમ્ જ્ઞાન પ્રધાનપૂર્વક પવિત્ર યોગમાર્ગનુ યથાવિધ પરિપાલન કરવું. એવી રીતે પોતાનું પ્રવર્તન સુધારવાથીજ પવિત્ર રત્નત્રયીની પ્રાપ્તિ વડે સ્વનામની સાર્થકતા સાથે સહેજે સ્વપરનું કલ્યાણ સાધી શકાશે. એજ પરમાર્થ છે અને એજ ઉપાદેય [ આદરવા - 5] છે. તેમાં જે પ્રમાદશીલ બની ઉપેક્ષા કરે છે તે પોતે ગમાર્ગથી બનશીબ રહે છે, પિતાના નામને નિરર્થક કરે છે અને નથી તે સાધી શકતા સ્વહિત કે નથી સાધી શકતા પરહિત. આવા પ્રમાદપટુ નામધારી પાસે કંઈ પણ શુભ આશા રાખવી તે રંકની પાસે લક્ષપતિ થવા જેવી કે મૂર્ખની પાસે પંડિત થવા જેવી સમજવી. જ્યારે ત્યારે કોઈનું પણ કલ્યાણ કર્તવ્યનું યથાર્થ ભાન કરી, તેમાં અચળ શ્રધ્ધા સ્થાપી, તદ્દત વર્તન કરી સ્વકર્તવ્યપ-યણ થવામાં જ સમાયેલું છે. માટે એવીજ સદ્દબુધિ આપણ સહુને સદાય સ્કુરાયમાન રહે અને એવી બુદ્ધિને સફળ કરવા વીતરાગ વચનાનુસારે નિર્દભ આચરણ કરવા આપણે સદા પ્રયત્નશીલ થઈએ એજ પ્રભુની પાસે સદા પ્રાથિયે છીએ તે ફળીભૂત થાઓ! આવી પવિત્ર મતિ અને ક્રિયા થીજ આપણ સહુનું શ્રેય થવાનું છે તે વિના કોઇનુ કદાપિ ય સંભવતું જ નથી. કિંતુ કપટ આચરણથી તે આત્માનું એકાંત અકલ્યાણજ સંભવે છે તે વાત શ્રીમાન બતાવે છે.
ભેખ ધરી માયા કરી, જગકું ભરમાવે;
પૂરણ પરમાનંદજી, સુધી પંચ ન પાવે. જે.૦ ૨ શબ્દાર્થ-જે યોગી મહાત્માને વેષ ગ્રહી, કપટ કેળવી જગતને ભ્રમમાં નાંખે છે તે પધારી એવાં કપટ આચરણથી આત્માના શુધ્ધ સ્વભાવને લેશ માત્ર પણ અનુભવ મેળવી શકતા નથી.
પરમાર્થ-ઉપર આપણે જોઈ ગયા તેમ ગરહસ્ય-ગકળાને યથાર્થ જાણવા, માનવા કે અનુભવવા માટે જરૂર જોગ પરિશ્રમ ઉઠાવ્યા વિને યોગી મહાત્માનો ભેખ પહેરી લહી પોતાનામાં જે ગુણ પ્રગટ થયેલા નથી તે ગુણ પિતાનામાં પ્રગટ થઈ ચૂક્યાજ ન હોય ? એવો ખોટો ડોળડમાક રચવાથી કોઈ પણ માણસ પિતાનું કંઈ પણ શ્રેય સાધી શકવાને નથી પરંતુ તે અશ્રેયની જ વૃદ્ધિ કરે છે. ખરેખર યોગી મહાત્મા જે પરમેકી પદે પ્રતિષ્ઠિત છે તે પદના ગંધને પણ તેવા પામર પ્રાણીઓ પામી શકતા નથી. કેમકે તેમના પરિણામ કષાયકલુષતાથી કાજળની જેવા કાળાજ વર્તે છે. ત્યારે ખરેખર યોગી પુરૂષોના પરિણામ પ્રભુના પવિત્ર વચનાનુસારે નિર્દભ આચરણથી હંસની જેવા ઉજળ વર્તે છે. - તલબ કે માયાને પડદો ચીરીને નિર્દભપણું આદરવા વડેજ જીવનું કલ્યાણ છે. તે વિના