________________
૧૯૧૦ ]
અધ્યાત્મિક પદ્ય.
(૨૬૭
કોઈનું કદાપિ કંઈ પણ કલ્યાણ થઈ શક્યું નથી તેમજ થઈ શકવાનું પણ નથી. એજ વાતને સ્પષ્ટ રીતે સુદઢ કરતા છતા શ્રીમાન જણાવે છે કે –
મન મુંડ્યા વિણ મુંડકું, અતિ ઘેટ મુંડાવે; જટા-જૂટ શિર ધારકે, કાઉ કાન ફરાવે. જોગ૩ ઉર્ધ્વ બાહુ અધો મુખે, તન તાપ તપાવે;
ચિદાનંદ સમજ્યા વિના, ગિનતી નવિ આવે. જગ ૪ શબ્દાર્થ– મુંડ સાધુ જે મનને ન મુડે-વશ ન કરે તે તે ઘેટા જેવોજ મૂખ છે કેમકે ખાલી મુંડનક્રિયા છે તે પણ કઈક વખત કરાવે છે તેમજ કઈ મસ્તક ઉપર જટા વધારે, કાન ફડાવે, ઉર્ધ્વ બાહુ અને અધો મુખ રાખીને કઈ કઠણ આસન કરે, કઈ પંચાગ્નિ તાપથી પિતાના તનને તાપ પમાડે પણ ચિદાનંદ પ્રભુ કહે છે કે અંતર સમજ વિના તેમાંની એક કરણ લેખે આવે નહિ.
પરમાર્થાયુક્ત વિવરણ–મુનિઓને માર્ગ જેવો મુગ્ધ જન માની લે છે તેવો સુલભ નથી પણ તે અતિ દુર્લભ છે. મતલબ કે તે બાહ્ય કષ્ટ માત્રથી પ્રાપ્ત થઈ શકે તેવો નથી. એ તે સદ્ગ સમીપે તેનું રહસ્ય મેળવી અનન્ય નિષ્ઠાથી તે મુજબ વર્તનારને જ તે પ્રાપ્ત થઈ શકે છે. તે વિના તે ગમે તેવી કષ્ટકરણ કરવાથી મળી શકે તેમ નથી. આવીજ પવિત્ર બુદ્ધિથી પ્રેરાઈને શ્રીમાન યશોવિજયજી મહારાજાએ શ્રી જરાવિલાસમાં પણ કહ્યું છે કે –
રાગ ધન્યાશ્રી. જબ લગ આવે નહિ મન ઠામ– તબ લગ કષ્ટ કિયા સાવિ નિષ્ફળ, ગગને ચિત્રામ––જબ લગ ૧ કરની બિન તું કરે રે મોટાઈ, બ્રહ્મવતી તુઝ નામ; આખર ફલ ન લહેગો જગ, વ્યાપારી બિન દામ–-જબ લગ- ૨ મુંડ મુંડાવત સબહિ ગડરિયા, હરિણ રોઝ બન ધામ, જટાધાર વટ ભસ્મ લગાવત, રાસ સહતુ તે ઘામ–જબ લગ ૩ એ તે પર નહીં વેગકી રચના, જે નહિ મન વિશ્રામ; ચિત અંતર પટ છલકું ચિંતવત, કહા જપત મુખ રામ–જબ લગ ૪ બચન કાય ગેપે દઢ ન ધરે, ચિત તુરંગ લગામ ; સામે તું ન લહે શિવ સાધન, જિઉ કણ સુને ગામ–-જબ લગ૦ ૫ પઢે જ્ઞાન ધરે સંજમ કિરિયા, ન ફિરા મન ઠામ;
ચિદાનંદઘન સુજસ વિલાસી, પ્રગટે આતમરામ–જબ લગ ૬ ઉપર કહેલા પદ્યનો એજ પરમાર્થ છે કે મુમુક્ષ જનોએ મનને વશ કરવાની મુખ્ય જરૂર છે. તે વિના તેમની કરેલી કષ્ટકરણી મોક્ષફળ આપી શકતી નથી. જો દેહપીડાથી જ કલ્યાણ થતું હોય, અત્યંત ભાર ભરેલા શકટને ખેંચી તાતે તાવડે ચાલનાર અને પરશુદિકના પ્રહારને સહન કરનાર બલદનું તેમજ પરમાધામી કૃત અનેક યાતનાને સહન