________________
અધ્યાત્મિક પદ્ય.
મતિથી યેાગી બની બેસવાથી સ્વપર હિત સંભવતું નથી. તેમાં પણ મેહભિત વૈરામ્યથી કે કપટવૃત્તિથી યાગ ધારવામાં તે। કંઇજ આત્મ કલ્યાણ સધાતું નથી, એ તે યેાગના નામથી ૐ ધર્મના મિષથી લેાકને ઠગવાનુજ છે. દુ:ખગર્ભિત વૈરાગ્યવંત તા કવચિત્ સદ્ગુરૂ સમીપે વિનય બહુમાનપૂર્વક વર્તતાં તત્ત્વમેાધ પામી પણ શકે છે અને એમ તત્ત્વાધ પામીને પોતાનુ અને પરનુ કલ્યાણ સાધી પણ શકે છે.
૧૯૧૦
[૨૬૫
(
વિવરણ–જેમ ધન વડે ધની અને દંડ વડે દંડી સાર્થક કહેવાય છે તેમ યાગ વડેજ યેાગી–સન્યાસી-સત-સાધુ નામ સાર્થક ગણાય છે. જે ચેાગ વડે યાગી નામની સાર્થકતા સાથે સ્વપરનુ શ્રેય થઇ શકે છે તે ચેાગનું માહાત્મ્ય અચિંત્ય છે. તે યાગ અષ્ટાંગ ચેમ’ ના નામથી પ્રસિદ્ધ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ ચેગનાં આઠ અંગ ગણાય છે. જૈન શાસનમાં યમને મહાવ્રત કહીને ખેાલાવવામાં આવેછે. ઉકત દરેક યાગની વ્યાખ્યા, તેનુ પ્રયાજન, તેના અધિકારી અને તેની સિદ્ધિ ( પર્યંત કુળ ), પાતંજળયેાગ, શ્રી હેમચંદ્રસૂરિ કૃત યાગશ્ચા, શ્રી હિરભદ્રસિર કૃત યાગદષ્ટિ સમુચ્ચય તથા શ્રીમાન્ યશોવિજયજી વાચક કૃત આઠ દૃષ્ટિની સઝાયમાં સારી રીતે બતાવેલાં છે તેમજ તેનુ કઇંક દિગ્દર્શન માત્ર તેા પ્રશ્નમતિ નામના પુ– સ્તકમાં શમાષ્ટકના વિવરણમાં પણ પ્રસંગે કરેલું છે. ત્યાંથી જોઈ લેવા ભલામણ છે. વિસ્તારના ભયથી અત્ર નહિ લખવું દુરસ્ત ધાર્યું છે, ઉક્ત અચિંત્ય યેાગખલ જેમણે પ્રાપ્ત કરેલું છે અથવા તે તેને માટેજ જે દિન રાત્ર મથન કરી રહ્યા છે તે મહાનુભાવેાજ ખરેખર યાગી—–સન્યાસી--સંત--સાધુ નામને સાર્થક કરે છે. કેમકે પરમાર્થ દ્રષ્ટિથી. વિચારતાં તેજ મેાક્ષને અનન્ય માર્ગ દેખાય છે. મોક્ષે યોગના ચો: એટલે મેક્ષ સાથે યાગ (મેળાપ) કરી આપવાથીજ યાગ કહેવાય છે. રાગ, દ્વેષ અને મેહના વિજેતા સર્વે જિનેએ કથન કરેલા સફળ આચાર તે યોગમાંજ અતભૂત થાય છે. તે અક્ષય સુખને આપનાર અચિન્ત્ય માહાત્મ્યવાળા યાગ યા સર્વજ્ઞ ઉક્ત સકળ આચારતુ જેમને યથાર્થ શ્રદ્ધાન, ભાન અને પરિશીલન (સમ્યગ્ દર્શન, જ્ઞાન અને ચારિત્ર) નથી તે ઉપરથી ગમે તેટલા ડાળડમાક રાખે અથવા ગમે તેટલું કાયાકષ્ટ સહેતેપણુ પવિત્ર રત્નત્રયી પ્રાપ્ત કર્યાં વિના યેાગી–સંન્યાસી–સંત-સાધુ પરમાર્થ દ્રષ્ટિથી કહી શકાયજ નહિ. ખરા યાગી–સન્યાસી–સત-સાધુજનાએ તે અવશ્ય ઉત રત્નત્રયી સમહુવીજ જોઇએ એટલુંજ નહિ પણ તે રત્નત્રયીનું સદા સર્વદા સંરક્ષણ કરવા સાથે સત્પાત્રમાં વિનિયેાગ કરવાથી જેમ તેની ઉત્તરાત્તર વૃદ્ધિ થાય તેમ કરવા સદા કટિબદ્ધ રહેવુ જોઇએ. જો કે કાયર માણુસાને સંયમ (વેગ) માગ અતિ કઠીન લાગે તેવા છે તેપણ પુરૂષાર્થવતને માટે તે તેવા કઠણ નથી પણ સુલભ છે. યાગમાને આદરવાને ઉજમાળ થયેલા મૃગાપુત્ર નામના પોતાના સુકુમાળ પુત્રને માતા સમજાવે છે કે મીણના દાંત વડે લેાહમય (લેાઢાના) ચણા ચાવવા જેવુ કહેણુ ચારિત્ર હે પુત્ર! તું શી રીતે પાળી શકીશ ? વળી મેને મસ્તકે ઉપાડવેા. ભૂજાબળે સમુદ્ર તરવા, સામાપુરે ગંગા તરવી, અગ્નિશિખાનું પાન કરવું અને ખડગની ધારા ઉપર ચાલવું જેમ દુષ્કર-અસભવિત છે તેમ તારે હે વત્સ ! ચારિત્ર પાલવુ અશક્ય છે એવું માતાનું કથન સાંભળી કુંવર ખેલ્યે! કે હે જનની ! ચારિત્રપાલન કાયરને માટે કહ્યુ છે પણ પુરૂષાર્થવત, જિતેન્દ્રિયને તે ચારિત્રપાલન સુકર છે. એમ માતા