________________
૨૬૪ ]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ અકટોબર
એકલપેટા સાધુ શ્રાવકની વર્તણુકને જ આભારી છે. એક ભવને આત્મભોગ પણ આજે કેાઈ આપી શકે તેમ નથી ત્યારે આ મહાન પંડિત કહે છે કે આ મારું ભવભ્રમણ વધવું હોય તે ભલે વધો પણ અમે જે રીતે જૈન ધર્મને પ્રસાર થાય તે રીતે પ્રસાર કરવામાં પાછી પાની કરીશું નહિ. હું તે એમ માનું છું કે જેમના બોધથી ગુજરાતમાં હિંસા બંધ થઈ અને ઘોડાને કે પશુઓને પણ અણગળ પાણી નહિ પાવાને રાજહુકમ નીકળે તે મહાત્માનું ભવભ્રમણ બીલકુલ વધ્યું જ નહિ હોય. બાકી તત્ત્વ તે કેવલીગમ્ય.
હાલ તે જૂદા જૂદાં પુસ્તક પરથી તારવેલી આટલી બધી હકીકત આપ સમક્ષ રજુ કરી જૈન ધર્મમાં આવા સમર્થ પંડિત પેદા થાઓ એવું ઈચ્છી બેસી જવાની રજા લઉં છું.
અધ્યાત્મરસિક શ્રીમાન્ ચિદાનંદજી કત એક ઓપદેશિક અને અધ્યાત્મિક પદ્ય.
(શબ્દાર્થ, પરમાર્થ તથા વિવરણ સાથે) (લેખક-મુનિ મહારાજશ્રી કપૂરવિજયજી)
રાગ વેલાવલ. જોગ જુગતિ જાણ્યા વિના, કહા નામ ધરાવે;
રમાપતિ કહે રંક, ધન હાથ ન આવે. જે.૦૧ શબ્દાર્થ–યોગ યુક્તિ જાણ્યા વિના યોગી–સંન્યાસી–સાધુ નામ ધરાવવાથી શું ? રંકભીખારીને લક્ષ્મિપતિ કહેવા માત્રથી તે રંકના કે બીજાના હાથમાં ધન આવતું નથી.
પરમાર્થ યોગ યુક્તિ કહિયે વેગનું રહસ્ય અથવા યોગની કળા. તે યોગ-રહસ્ય અથવા યોગ-કળા જાણ્યા-સમજ્યા વિના યોગી-સંન્યાસી–સંત-સાધુ-જી કે ફકીર એવાં નામ ધરાવી બેસવાથી શું વળે ? તેથી પિતાને તેમજ પરને શો ફાયદો ૬ કેમકે યોગ તે શું છે ? તેનું શું પ્રયોજન છે ? તેની શી રીતી છે ? તે સંબંધી કંઈ પણ રહસ્ય પ્રથમ ગુરૂગમ્ય જાણી–વિચારી તેનો નિર્ણય કરી તે યોગક્રિયાનું પરિપાલન કરવા સ્વશક્તિ વિચારી, તેની તુલના કરી પછી જે કેવળ નામધારી નહિ પણ સત્ય યુગનિષ્ઠ મહાત્મા સમીપે યોગ-દીક્ષા અંગીકાર કરી સદગુરૂની શીતળ છાયામાં વિનય બહુમાનપૂર્વક રહીને તેનું યથાવિધ પ્રેમથી પાલન કરવામાં આવે તે તેથી અવશ્ય સ્વહિત અને પરહિત થઈ શકે, પણ તે વિના તે દુઃખગર્ભિત કે મોહગર્ભિત વૈરાગ્યથી કે કેવળ કપટવૃત્તિથી પિતાની આજીવિકા ચલાવી લેવાને માટેજ આપ