________________
૧૯૧૦ ]
પંડિત હેમચંદ્રાચાર્ય
[૨૬૧
ણોની આ વિનંતિનો શો પ્રત્યુત્તર આપવો તે વિષે રાજાએ હેમાચાર્યને પૂછયું. હેમચંદ્ર વિચાર કરી રાજાને ગુપ્ત રીતે કંઈ સમજાવ્યું. રાજાએ બ્રાહ્મણોને કહ્યું કે તમે કહો છો તે પ્રમાણે કરવામાં આવશે. રાજાએ આ આપેલી કબુલત કુનેહભરી નવી પદ્ધતિએ પાળી. બધા બકરાં ને પાડાને રાત્રે દેવીના મંદિરના વાડામાં પૂર્યા ને બ્રાહ્મણોને મંદિરમાંથી બહાર કાઢી દેવાલયને બધે દરવાજે તાળાં માર્યા અને ત્યાં પોતાના વિશ્વાસુ રજપુતોની ચોકી મૂકી. બીજે દિવસે પ્રભાતમાં રાજા ત્યાં આવ્યા ને દેવાલયના દરવાજા ઉઘડાવ્યા. સાથે બ્રાહ્મણને લઈ તે અંદર ગયો તે ત્યાં સર્વે જનાવરે શાંતિથી ખડ ખાતા હતા. ગણતરી કરી લેતાં એક પણ જનાવર ઓછું થયેલું જણાયું નહિ. ગણી રહ્યા પછી રાજાએ બ્રાહ્મણોને કહ્યું કે હે ભૂદેવો ! મેં ગઈ રાત્રે આ બધાં જનાવર દેવીને અર્પણ કર્યાં હતાં પણ દેવીએ તેનું ભક્ષણ કર્યું નથી માટે તે વાત દેવીને પસંદ પડી જણાતી નથી. મારા મનમાં નક્કી થયું છે કે દેવીઓને જનાવરોનું માંસ ભક્ષણ કરવાનું ઠીક લાગતું નથી. તે તે માત્ર તમને ગમે છે માટે આજ પછી તમે મારી પાસે ફરીથી આવાં બળીદાનની વાતજ કરશે માં. યાદ રાખજે કે હું મારા આખા રાજ્યમાં કોઈપણ જગાએ જીવહિંસા કરવા દેવા નથી. બ્રાહ્મણે આ વાત સાંભળી ગભરાઈ ગયા ને કાંઈ પ્રત્યુત્તર આપી શક્યા નહિ. અંતે રાજાએ તે જનાવરની કીંમત જેટલું દ્રવ્ય ભકિતભાવથી દેવીને અર્પણ કર્યું.
પોતાની જીંદગીના છેલ્લાં વર્ષોમાં કુમારપાળ તથા હેમાચાર્ય ગુજરાતમાંના જૈન તીર્થોની યાત્રા કરવા નીકળ્યા હતા. બંને ગિરનાર પર પણ દર્શન કરવા ચડ્યા હતા. પ્રધાન વાભટે પિતાને ખચે ગિરનાર પર રસ્તે બાંધી રાજાને કેટલીક સગવડતા કરી આપી હતી. પાટણથી આવતાં માર્ગમાં હેમચંદ્રની જન્મભૂમિ ધંધુકે આવતાં ત્યાં તેના માનમાં ખાસ દેવાલય બાંધવાની આજ્ઞા આપી હતી. જ્યારે પ્રવાસ કરતાં કરતાં ખંભાત આવ્યા ત્યારે ખંભાત શહેરની બધી આવક ત્યાંના પાર્શ્વનાથના દેવાલયને અર્પણ કરી હતી. જે કે કુમારપાળના ઉત્તરાધિકારીઓએ કુમારપાળનું એ વચન પાળ્યું જણાતું નથી.
ઈ. સ. ૧૧૭૩ માં હેમાચાર્યને જણાયું કે હવે તેનું આયુષ્ય પૂર્ણ થવા આવ્યું છે ત્યારે તેને ૮૪ મું વર્ષ ચાલતું હતું. કુમારપાળને તેમણે પિતાના તથા કુમારપાળના પડના અંતકાળના ખબર આપ્યા. વિશેષમાં કુમારપાળને કહ્યું કે મારા મૃત્યુ પછી છ મહિને તારો દેહ પડશે માટે તારે કાંઈ સંતાન નહિ હોવાથી તારી છેવટની ક્રિયા તારે હાથે જ કરી લેવી. હેમાચાર્યના મૃત્યુનો સઘળો શોક રાજાએ તેના માનમાં દરબારી રીતે પાળ્યો. છેલ્લા છ માસ તેણે શોકમાં વ્યતીત કર્યા. હેમચંદ્ર ભાખેલા ભવિષ્ય મુજબ કુમારપાળ રાજાનો દેહ હેમાચાર્યના મૃત્યુ પછી છ મહિને પી.
કુમારપાળ રાજાના વખતમાં જૈનોનું વધેલું જોર તેની પછી ગાદીએ બેસનાર રાજાના અમલમાં બ્રાહ્મણોએ એકદમ તેડી પાડયું. દરબારમાં પાછું બ્રાહ્મણોનું જોર વધી પડયું ને હેમચંદ્રના શિષ્યોને મારી નાંખવામાં આવ્યા. એથી હેમાચાર્યની દીર્ઘદ્રષ્ટિવડે ગુજજરાતમાં જૈનોનું એક મોટું રાજ્ય સ્થાપવાને વખત જે નજીક આવતો જણાતો હતો તે બધું સ્વપ્ન સમાન થઈ પડ્યું.