SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬૦] જેન કોન્ફરન્સ હેરલ્ડ. [ અકબર એક મોટી લડાઈ લડી શત્રને સજજડ હરાવ્યા ને કાયમની સુલેહશાંતિ પાથરી પાટનગરમાં પાછો આવ્યો. આ કુમારપાળ રાજાને શવ મતમાંથી જૈનમતમાં લાવવામાં હેમચંદ્ર ફતેહ પામ્યા હતા એ વાત નિઃસંદેહ છે. આ તમારી કોલેજના આ દીવાનખાનામાંજ પુસ્તકસંગ્રહમાં એક પુસ્તક પડેલું છે કે જેમાં કુમારપાળ રાજાએ કયા વર્ષમાં ને કયે દિવસે જૈન ધર્મ સ્વીકાર્યો તે બધું આપવામાં આવ્યું છે. ખ્રિસ્તિ લેકના પીલગ્રીમ્સ પ્રોગ્રેસ નામના પુસ્તકની પેઠે આલંકારિક ભાષામાં કુમારપાળ રાજા જૈન ધર્મમાં દાખલ થયા તેની વિગત આપવામાં આવી છે. એ પુસ્તક તાડપત્ર ઉપર નાટક રૂપે લખવામાં આવ્યું છે ને તેનું નામ “મેહ પરાજ્ય” એવું રાખવામાં આવ્યું છે. હેમાચાર્યને લગતા ઇતિહાસ પર પ્રકાશ પાડનારાં પુસ્તકમાં આ પુસ્તક સર્વથી જૂનું છે. એ પુસ્તકનો કર્તા કુમારપાળના ઉત્તરાધિકારી અજેપાળ રાજાનો પ્રધાન યશપાળ હતો. આ મોહ પરાજય નાટકમાં રાજા ધર્મ તથા દેવી વિરતિની દીકરી કૃપાસુંદરી સાથે કુમારપાળને લગ્ન કરતા વર્ણવ્યો છે. મહાવીરની હાજરીમાં હેમચંદ્ર એ જોડલાનું લગ્ન કરાવે છે. જૈન જીતના એ બનાવની તિથિ સંવત ૧૨૧૬ ના માગશર સુદ ૨ ની બતાવવામાં આવી છે એટલે કુમારપાળ રાજાએ ઇ. સ. ૧૧૬ માં જૈન ધર્મ સ્વીકાર્યો. એ તિથિ ખોટી હોય એમ માનવાનું કારણ નથી. એ પુસ્તક એ બનાવ બન્યા પછી ૧૬ વર્ષની અંદર એટલે ૧૧૭૩ ને ૧૧૭૬ ની વચમાં લખાયેલું હોવું જોઈએ. કુમારપાળ રાજા જૈન ધર્મમાં દાખલ થયાની હકીકત અહીં નોંધવાની આપણને એટલા માટે જરૂર પડે છે કે જૈ મત પર કુમારપાલની શ્રદ્ધા બેસાડવા માટે હેમચંદ્ર જે વેગશાસ્ત્ર નામનું પુસ્તક લખ્યું હતું તે પુસ્તક વિષે હું તમારી પાસે કેટલુંક વિવેચન કરવા ઈચ્છા ધરાવું છું. આ યોગશાસ્ત્રની હસ્તલિખિત પ્રત જે ખંભાતના જૈન દેરાસરમાં કોઈના વાંચ્યા વગર પડી રહેલી તે સં. ૧૨૫૧ ઈ. સ. ૧૧૮૫ માં એટલે હેમચંદ્ર દેવગતિ પામ્યા પછી વીશ વર્ષની અંદર લખાયેલી છે. આ યોગશાસ્ત્ર વિષે વિવેચન કર્યા પહેલાં હેમચંદ્રના જીવનને લગતી બીજી જાણવાજોગ બાબતો અહીં જણાવી દઈશું. રાજા કુમારપાળને તેના વડવાને શિવ ધર્મ છોડાવી દીધેલો જોઈ દરબારમાંના બ્રાહ્મણો હેમચંદ્ર ઉપર બહુજ ગુસ્સે થઈ ગયા હતા. તેથી હેમચંદ્રને નુકશાન કરવાની કોઇપણ તક તેઓ એળે જવા દેતા નહિ અને તેવી તક તેમને મલ્યા વગર પણ રહેતી નહિ. કુમારપાળે જૈન ધર્મમાં દાખલ થયા પછી પિતાના આખા રાજયમાં ઢઢેરો પીટાવી એવો હુકમ કર્યો હતો કે રૈયતમાંના કોઈ પણ માણસે કદી કઈ જીવની હિંસા કરવી નહિ. કુમારપાળે પણ દરબારના સઘળા યજ્ઞાદિ અટકાવી બળીદાન દેવાનું બંધ પાડયું હતું. જૈનમતનું જોર વધતું જોઈ તે તેડવા માટે કાંતેશ્વરી માતા તથા બીજી દેવીઓના પૂજારી બ્રાહ્મણે એ રાજા હજુર જઈ એવી અરજ કરી કે “અણહીલવાડ પાટણમાં પરંપરાથી ચાલ્યા આવતા પ્રચાર પ્રમાણે અમુક દિવસે ત્રણ દહાડા સુધી દેવીઓને બળીદાન દીધા વગર ચાલે તેમ નથી. સાતમના દિવસે સાતસો બકરાં ને સાત પાડા, આઠમને દિવસે આઠસો બકરાં ને આઠ પાડાનું ને નોમને દિવસે નવસો બકરાં ને નવ પાડાનું બળીદાન દેવું પડશે-માટે રાજાએ વખતસર તે પ્રમાણે બંદોબસ્ત કરવો. બ્રાહ્મ
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy