________________
૨૨ ]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
અકબર
આ પ્રમાણે ડૉક્ટર પીટરસને હેમાચાર્યની જિંદગીને ટુંક સાર આપી પછી પિતાના ભાષણમાં તેમના યોગશાસ્ત્ર વિષે લંબાણથી વિવેચન ચલાવ્યું છે. હેમચંદ્રાચાર્યે લખેલા ગ્રંથોનું પુર એટલું બધું ગણાય છે કે તેમણે ૩ કરોડ લેકે લખ્યા છે એમ કહેવાય છે. તેમાં સંસાર વ્યવહારની નીતિને રસ્તે ચાલી શકે તેવા ઉપાય દેખાડનારી કેટલીક બાબતે પણ ચર્ચા છે. આજના સાધુઓ જ્યારે સંસારીને તેને વ્યવહાર ચલાવવાની વાત કરવામાં પાપ માની બીએ છે તેમણે કર્તવ્યપરાયણ બુદ્ધિવાળા મહાન આચાર્ય હેમાચાર્યજીનું યોગશાસ્ત્ર બહુ સારી રીતે વાંચી જેવું. સાધુ છે કે શ્રાવક હો, પણ જેનામાં કર્તવ્યપરાયણતા નથી, જેનામાંથી સ્વાર્થઅંધતા ને એકલપેટાઈ ગઈ નથી, જેને માત્ર પિતાને પંડનુંજ કલ્યાણ ઈચ્છી બીજાનું ગમે તે થાઓ તે સંબંધી કશી ચિંતા નથી, જેનામાં પરમાર્થ બુદ્ધિ નથી, શાસ્ત્રનાં કે ધર્મનાં ફરમાનો અનેક અપેક્ષાથી જોઈ શકાય તેવાં જાણ્યા છતાં માત્ર એકાંતવાદી જ થવું છે તેવા સર્વ સાધુ શ્રાવકેને શ્રીમદ્ હેમાચાચંનું યોગશાસ્ત્ર તે જરૂર વાંચવું. કેવી રીતે ધન મેળવવું, કેવા ઘરમાં રહેવું, કોની સાથે લગ્ન કરવું વગેરે હકીકત એ પુસ્તકમાંથી તેમને મળશે. હેમાચાર્યનું આદિથી તે અંત સુધીનું આખુ જીવન કર્તવ્યપરાયણજ હતું અને તેમના જીવન ઉપરથી કર્તવ્યપરાયણ થવાને પાઠ શીખાય છે.
હેમચંદ્રાચાર્યને સેમિનાથ પાટણને પ્રસંગ જાણવા જેવો છે. ગુજરાતના રાજાઓ મૂળે શૈવ હતા. કુમારપાળ જૈન થયા એ બધો પ્રતાપ હેમચંદ્રાચાર્યને હતો. તેથી જેમને ઈર્ષા આવી તેમણે હેમાચાર્યજી રાજાની આંખે થાય તેવી બાજી રમવા માંડી હતી, પણ સમયના જાણ સમર્થ હેમાચાર્ય કાંઈ ગાંજ્યા જાય તેમ નહોતું. સોમનાથનું દેવળ મહમદ- - ગીજનવીના નાશ પછી ફરીથી સમરાવવાનું કામ કુમારપાળના વખતમાં હાથમાં લેવામાં આવ્યું. તેના વાસ્તુ પ્રસંગે સોમનાથપાટણ જવાની રાજાએ હેમાચાર્યની સલાહ લીધી. પછી પાટણથી મુકામ ઉuડવાના મુહૂર્ત પર કુમારપાળે આચાર્યજીને કહ્યું કે આપે સોમનાથ પધારવાની હા પાડી છે તો હું આજે પાલખી મોકલું છું તેમાં મારી સાથે પધારજે. આચાર્યજીએ રાજાને સમજણ પાડી કે અમે જૈન સાધુઓને ધર્મ બીજા બધાથી જુદા પ્રકારને ને આકરો છે. પગે ચાલી યાત્રા કરતો કરતે હું નીમેલી તિથિએ બરાબર સોમનાથ આવી પહોંચીશ. થયું પણ તેમજ. વાસ્તુપ્રસંગની ક્રિયા વખતે તેઓ ત્યાં પહોંચી ગયા. બ્રાહ્મણોએ રાજાને કહ્યું કે આચાર્યજી પધાર્યા તે ઠીક પણ સોમનાથને નમસ્કાર નહિ કરે. પણ હેમાચાર્યજીએ તે તે વખતે જ નમસ્કાર કરી શ્લેકનું મહાદેવની સ્તુતિનું શતક ત્યાંને ત્યાં | બનાવ્યું. તેમાંના છેડા લેક આ નીચે આપું છું.
भहाज्ञानं भवेद्यस्य, लोकालोकप्रकाशकम् । महादयादमोध्यान, महादेवः स उच्यते ॥ મઠ્ઠાત્તતા તુ. તિષ્યન્તઃ સ્વશરીર . मिर्जिता येन देवेन, महादेवः स उच्यते ॥ नमोस्तु ते महादेव, महामदविवर्जित । महालोभावनिर्मुक्त, महागुणसमन्वित ॥