________________
૨૫૪ ]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ અકટોબર
હશયારીથી છુપાવવામાં ફતેહ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવે છે અને અન્ય પુરૂ ઉપર આક્ષેપ મૂકવા માટે હિમ્મતથી-નીડરતાથી બહાર પાડવામાં આવે છે.
સારી રીતે સંભાળથી ગુપ્ત રહે એવા દુરાચારનેજ આજે સદાચાર કહેવાય છે. અન્યને નુકશાન કરવા માટે બંધ બેસતું--જડતે જડતું અસત્ય બોલનાર, એક જુઠાણ માટે અનેક જુઠાણું ઉભા કરવાની તકલીફમાં ઉતરનાર-મિથ્યા પ્રલાપી જને, ખોટા દસ્તાવેજ ઉભા કરનાર માણસ, જુડી સાક્ષી પુરનાર મનુષ્ય ગુહાના પજામાં સપડાતાં બચી જવાની શક્તિ વાપરવાની આવડતવાળા હોય તો આજની સુધરેલી દુનિયામાં ચાલાક ગણાય છે અને સીધી લીંટીએ ચાલનાર, સત્ય બેલનાર બિચારે ભોળા માણસમાં–મૂખમાં ખપે છે. વિજયી દુરાચાર તે સદાચાર પાંચ પચાસને ઠગી--ગળા રહેંસી અધમ વૃત્તિએ પોતાનો સ્વાર્થ સાધનાર તે ડાહ્યો, બુદ્ધિમાન અને આબરૂદાર અને નિષ્કપટથી સત્ય પરાયણતામાં રહી પિતાની બાજુમાં હાર ખાય તે ભોળો, ગાંડે અને ગેર આબરૂદાર ગણાય એ પણ આ નવા સુધરેલા જમાનાની એક પ્રકારની નવાઈ નહિ તે બીજુ શું ? આજકાલને વ્યવહારમાર્ગજ એવી અધમ દશાએ પહોંચ્યો છે કે ન્યાયસંપન્ન વૈભવતાની વાત કરવાની જ રહી છે.
ચા નિશા સર્વભૂતાનાં તસ્યાનું જ્ઞાતિ સંચમી એ પ્રમાણે સંસારી અને યોગી પુરૂષના વર્તનમાં પણ નહિ ઈચ્છવા ગ્ય વિરૂદ્ધતા પ્રગટ રીતે દેખાય છે. પ્રત્યક્ષ રીતે) એકનું ખૂન કરનાર ફાંસીએ ચઢે અને (ખાનગી રીતે–આડકતરી રીતે–પારિણામિક દૃષ્ટિએ) અનેકના ખૂન કરનાર પૂજાય; એકનો જીવ લેવો તે ગુન્હ, અને અનેકનો જીવ લેવો તે પરાક્રમ: શાં શાં રૂપાંતરે કેવળ સ્વાર્થમય પશુધર્મ નીતિને નામે પ્રવ છે. સ્વાર્થ માત્ર સાધવાનેજ માણસોએ એક એકને બંધનમાં નાંખવા વિચિત્ર વિચિત્ર વ્યવસ્થાઓ રચી, તેને કાયદા, નીતિ, ધર્મ એવાં નામ આપી પશુધર્મજ વિસ્તાર્યો છે.
પરસ્પર સહાયક બુદ્ધિને–એક બીજાને અનેક રીતે મદદગાર થવાની વૃતિને બહિષ્કાર થતોજ જોવામાં આવે છે. પરોપકારપરાયણ મનુષ્યોમાં અછતાં દુગુણેને આરોપ કરી, છતાં સદ્ગણાની તરફ આંખ મીંચામણ કરી કદરશૂન્ય મનુષ્યો તેમની નીંદા કરવામાં જ તત્પર થાય છે. ન્યાયસંપન્ન વૈભવના ધણી વિરલા પુરૂષજ નજરે પડે છે અને તેઓની કદર કરનારા તેથી પણ વિરલા જ નીકળી આવે છે. આવા જૂજ મનુષ્યો એક રીતે મોટા મુદાયથી જૂદ-ટ્ટા પડતા હોવાથી જ્ઞાતિહાર કરેલ માણસની સ્થિતિ અનુભવે છે.
All that glitters is not gold પીળું એટલું સોનું સમજવાનું નથી એ કહેવત અનુસાર સમસ્ત વ્યાપારી વર્ગ ઉપરજ પ્રચ્છન્ન રીતની હિંસાત્મક વૃત્તિઓનો આક્ષેપ મૂકી, સરકારી, દરબારી તેમજ ખાનગી નોકરી કરતા મનુષ્યોને તેમાંથી મુક્ત રાખવાથી વસ્તુસ્થિતિનું ચિત્ર યથાર્થ રીતે-વ્યાજબી રીતે આખું કહી શકાશે નહિ. તેઓ પણ લાંચ-રૂશવત (પાન સોપારી) ગ્રહણ કરવાની લાલચને વશ થઈ ઉપરી અમલદારોને પોતાના માલેકને આંબા-આંબલી બતાવી અનેક રીતે આડા પાટા બંધાવે છે અને અવળે રસ્તે ચડાવે છે અને તેને પરિણામે શુદ્ધ ન્યાય-અદલ ઇનસાફ માગનાર–મેળવવાની ઇચ્છા રાખનારને ઉંડા કુવામાં ઉતારી તેઓ દેરડું કાપી નાંખવા જેવું અધમ કાર્ય કરતાં દષ્ટિગત થાય છે. તેમને બાઈ–દેખાવ–ડળ-આડંબર જઈશું તે બગવૃત્તિથી પણ ચાર ચંદાવા ચડિયાતાજ