________________
૧૯૧૦]
જીવદયા-અહિંસા. Humanitarianism.
[૨૫૫
દેખાશે. પચાસ સાઠ રૂપિયાના પગારમાં નોકરી કરતાં મનુષ્યો લાખોપતિ થઈ પડે છે. પ૦ તે કોના પ્રતાપ ?
આ સઘળામાં ઈષ્ટ ફેરફાર થવાને જીવદયામૂલક મહાન સગુણ તરફ દેરવાને સમર્થ ધર્મગુરૂઓ તરફથી ખાસ ઉપદેશ થવાની જરૂર છે. કલહપ્રિય ધર્મગુરૂઓનું શાસન આ સમયમાં લાંબો વખત નભી શકે તેવું નથી એમ ચોકસ રીતે સમજી, લોકલાગણને માન આપી અંદર અંદરના જુદા જુદા ધર્મોના ઝઘડાઓથી દૂર રહી તેઓએ પ્રજાને સદવર્તન તરફ વાળવાની જરૂર છે. જ્ઞાતિને-સમુદાયને–પ્રજાને ઉત્કર્ષ ધર્મગુરૂઓના તતદ્દ વિષયક શ્રમ ઉપરજ આધાર રાખે છે. ઈચ્છવા યોગ્ય અનેક સુધારાઓ કેટલેક અંશે તેમને જ આભારી છે. જનસમાજના અયોગ્ય વર્તન માટે તેઓને જ જવાબદાર ગણવા જોઈએ અને તેથી આ વિષયમાં તેમના બોધદાયક ઉપદેશનીજ ખાસ અપેક્ષા રાખવામાં આવે છે.
ભાષણ શ્રેણી, વ્યાખ્યાનમાળા આ વિષયમાં અનેક રીતે ઉપયોગી છે. નિઃસ્વાર્થ વૃત્તિના ધર્મગુરૂઓનાં વચનો પણ ફળપ્રાપ્તિ પરત્વે જોતાં વધારે અસરકારક થઈ પડવાના અને તેની આગળ આવા અનેક લેખો સારું સ્થાન રોકી શકવાના નહિ એમ આ લેખકનું ચોકસ માનવું છે. આ દિશામાં ખાસ પ્રયાસ કરવાની જરૂર છે. અત્યાર સુધીમાં ચર્ચાએલા જૂદા જૂદા મથાળા નીચેના વિષયમાં આપણે જોઈ શકયા
છીએ કે કોઈપણ વ્યકિત, સમુદાય અગર સમાજ તરફથી ગમે તે ધર્મને બહાને થતો ધર્મને તે અનુસરતાં હોય છતાં પણ હિંસાના કોઈ કાર્યને ધર્મપશુવધ. પુરતકના આધારે માન્ય રાખવાનું પ્રતિપાદન કરવામાં આવ્યું નથી
એટલું જ નહિ પણ મહાન ધર્મના સંસ્થાપકે, નેતાઓ, ધર્મને હાલની સ્થિતિએ નિભાવી રાખનાર વ્યવસ્થાપકો-ઓપ્ત પુરૂષે ભકતજનો-સત્સંગીઓ, દયાશૂન્ય આચાર રાખનારા અધર્મવૃત્તિના મનુષ્યોને ધિક્કારતાજ રહ્યા છે. તેઓએ કોઈપણ પ્રસંગે દહીંમાં અને દુધમાં બન્નેમાં પગ રાખવા જેવું આચરણ પણ કર્યાનું જાણ્યામાં નથી, પરંતુ તેઓ સ્પષ્ટ રીતે કહેતાં આવેલ છે કે દયા ધર્મનું મૂલ છે અને પાપનું મૂલ અભિમાન-- અહંકાર છે. દરેક ધાર્મિક કાર્યને આધાર દયામય વૃત્તિ ઉપરજ રહે છે. દયાના નિયમો ઉપરજ સર્વ ધર્મવાળાઓ મદાર બાંધતા આવ્યા છે. ' ધર્મના પ્રભાવક પુરૂષ-ધર્મસૂત્રના સૂત્રધારનો એ ઉપદેશ હોઈ શકે જ નહિ કે જેથી કરીને હિંસાત્મક વૃત્તિઓને સીધી યા આડકતરી રીતે ઉત્તેજન મળે અને કદાચ તેમનું જીવદયા વિરૂદ્ધ કથન–પ્રરૂપણ હોય અગર તેમના ગુઢાર્થ વાકેનો એવો અર્થ માન્ય રાખવામાં આવે કે જેથી દયારહિતના કાર્યને ઉતેજન મળે–આશ્રય આપવામાં આવે તે પછી તેવા પુરૂષોને પ્રભાવક પુરૂષ કહેવા કે કેમ તે વિચારવાનું દયાનિધિ વિદ્વાન પુરૂષોને રહે છે. આ સમય એવો નથી કે અંધ શ્રદ્ધાએજ વર્તન રાખવાનું કહેવામાં આવે તે યોગ્ય ગણાય. ગુલામદશા કરતાં પણ વધારે હાનિકારક વિચાર–પરતંત્રતાની દશા અનુભવાવવાને વખત હવે વહી ગયો છે. પિતાની સ્વતંત્ર વિચાર–શક્તિને સારી રીતે ઉપયોગ કરી, પરીક્ષક બુદ્ધિથી ખરી વસ્તુની ગષણું કરી, દયાના નિયમો અનુસાર વર્તન રાખવામાં આવે– દયાધર્મજ માન્ય રાખવામાં આવે તેજ ઈષ્ટ છે. આપણે પ્રથમ વર્ણવી ગયા તેવા-કમકમાટ