________________
ર૪૬ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ સપ્ટેમ્બર
કામાં આમ કરવાથી આપણું પવિત્ર ધર્મને જે જાતના નુકશાન થાય તે બધા મારા સાધમ બંધુ આગળ વિગતવાર મૂકીને તેઓને કિમતી વખત રોકીશ નહિ પણ એટલું જ કહેવું બસ છે કે આવી જાતનું કાર્ય કરવું તે બેસવાની ડાળ ભાંગવા જેવું છે.
ધર્મરૂપી જે શાશ્વત ખડક છે તેમાંથી ન દેખાય તેવી રીતે ખસી જતા ભાગને અટકાવવાને હું મારા જૈન બંધુઓને વિનંતિ કરીશ કે તેઓ પિતાને આવતી સેન્સસમાં જૈન સિવાય બીજા વર્ગમાં નોંધાવશે નહિ.
હજુ હું સુચના કરું છું કે જૈનોની વસ્તી અને તેને લગતી હકીકતોને જૂદા રીપેટ બહાર પાડવાની અને વળી ભવિષ્યમાં કોઈ પણ જૈન કોઈ પણ જગ્યાએ હિંદુ તરીકે પિતાને નોંધાવે નહિ એવી મતલબ મેમોરીયલ નામદાર સરકાર ઉપર મોકલી આપવાને : આવતી કોન્ફરન્સ વખતે એક ઠરાવ પસાર કરાવો.
આશા રાખું છું કે મારા સાધમ કેળવાયેલા બંધુઓ મારી અરજને બહોળો ફેલાવો કરી આપવાને મહેરબાની કરશે અને તેમ કરીને મને આભારી કરશે.
" હિતેચ્છુ,
તા. ૧ લી સપ્ટેમ્બર ૧૯૧૦.
કન્ડીયાલાલ જૈની.
ભારતપુર.
महुवा गौरक्षक सभानी गायो माटे मददनी
માણો.
ગારક્ષાનું કામ આ સભાની દેખરેખ નીચે ઘણી સારી રીતે લાંબા વરસોથી બજાવ. વામાં આવે છે. હિંદુસ્થાનની ઘણી ગેરક્ષણી સભાઓમાં આ સભા જે કામ બનાવે છે તે ઘણું વખાણવા લાયક છે. એ સભા હાથની મૈશાળામાં હાલ ૨૨૫ ને આશરે ગાયો છે અને બીજા આસપાસનાં ગામેતમાંથી સંખ્યાબંધ આવતી જાય છે. સંભાની પાસે ગાયોના સદાના રક્ષણ માટે કાંઈ ફંડ નથી તેમ કાયમી ઉપજનાં સારાં સાધનો નથી. અને ગાયને રક્ષણ પિષણ માટે દિન પ્રતિદિન વધતા ખર્ચને પહોંચી નહીં વળવાથી સભા હાલ કરજમાં આવી પડી છે. તે કરજો બજે આ સભાના અમારા સદાના મહેનતુ અને ઉત્સાહી સેક્રેટરી મી. ઓધવજી રામજીએ માથે ઉપાડી લીધો છે. પરંતુ તે અદા કરી દેવાની અને કાયમી ઉપજ ચાલુ રહે તે માટે એક સારૂ ફંડ કિંવા નવા લાગા થવાની હાલના સમયમાં પૂરી જરૂરીઆત માલમ પડી છે. તેથી તે બાબે એક ખરડે કરવા સારૂ મહુવાના મહાજન ગૃહસ્થોએ અમારા સેક્રેટરીને સૂચના આપતાં તેઓ તે કામને માટે થોડા દીવસમાં મુંબઈ તરફ ઉપડી જનાર છે. એકલી પૈસા સબધીજ નહીં, પણ બીજી અનેક રીતે અનેક પ્રકારની ઘણી સારી મદદ કાયમ મહુવાના મહાજનોએ આપેલી છે. પણ ગાયની વધતી જતી સંખ્યાના ચાલુ ખર્ચને પહોંચી વળવા માટે સારા ફંડની જરૂર હોવાથી એ સૂચના મીઓધવજી ભાઈએ ઉપાડી લીધી છે અને પિતાને ખર્ચે સદરહુ કારણ સારૂ ટુંક દીવસોમાં મુંબઈ જનાર છે. આશા છે કે આ પ્રસંગે મુંબઈના શ્રીમાન અને દયાળુ ગૃહસ્થ મહુવા ગૌશાળા માટે કાયમને ઉપકાર કરનારે સારે બંદોબસ્ત કરી આપશે.
લી. ગોભિત તા. ૯-૮-૧૦
મણીશંકર ઈશ્વરલાલ