________________
૧૯૧૦ ]
જીવદયાના ઠરાવો.
[૨૪૧
૯ આ કાર્ય પાર પાડવા માટે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કોન્ફરન્સના ઓનરરી ઉપદેશક
મી. નારણજી અમરશી શાહે લીધેલા પરિશ્રમ માટે ધન્યવાદ આપવામાં આવે છે અને એવી રીતે બીજા ઉપદેશકો આવી સભાઓ વખતે હાજરી આપી ઉન્નતિનો માર્ગ સરલ કરવાને ગ્ય સલાહ અને ઉપદેશ આપવા તજવીજ કરશે એવી
અમારી જીજ્ઞાસા છે. ઉપર પ્રમાણેના ઠરાવો પસાર થયા છે જે અમારી કોમમાં ધાર્મિક અને આર્થિક સ્થિતિની ઉન્નતિ કરે તેવા છે. આ દેશમાં વસનાર કણબી અને વણીક કોમ અહિંસાધર્મ ઉદારતા પાળનાર મૂર્તિપૂજક અને વૈશ્ય છે. કૃષિ અને વેપાર એ પ્રમાણે અંગત સંબંધ ધરાવનાર બન્નેના ઉદ્યોગો છે. આ સંબંધે ખ્યાલમાં લઈ જ્ઞાતિહિતનાં કાર્યો ધાર્મિક કૃત્ય સાથે જોડી દઈશું તે ન ધારેલા સમયમાં ઘણી સારી અસર થઈ શકશે.
જાનવરની અંદગીને પવિત્ર ગણવામાં આવે છે તેમજ હિંદના દરેક ધર્મોના પવિત્ર ગ્રંથમાં બધા પ્રાણીઓની સંભાળ રાખવાનું ખાસ ફરમાન છે તે સાથે મુંગા પ્રાણીઓના રક્ષણ માટે ફાયદો તૈયાર છે પણ આવી જબરી કોમોમાં ઉપદેશ અને ઐકયતા વગર તેનો અમલ કરવો એ સહેલું કામ નથી; જેથી આ કાર્ય માટે ઐક્યતા વધારવા દેશ હિતચિંતક અને ઉપદેશકાએ કમર કસવાની છે એટલું જ નહીં પણ એ ઉપદેશકોના વિકટ રસ્તાઓ દૂર કરવા માટે દરેક વ્યક્તિએ પ્રયાસ કરવાની જરૂર છે. ગાંગાવાડા તા. ૧૬-૪-૧૦
વિનંતિ સેવક. પરશોતમ રામજી પટેલ.
સેક્રેટરી – ––
મુનિ મહારાજાઓના ઉપદેશથી જીવદયાનાથએલાલાભ.
મુનિ મહારાજ શ્રી હંસવિજયજીના સોધથી સુરત જીલ્લાના ગામ ડુમસ તથા ભીમપુરના માછી લેકાએ જાળ નાખવી નહીં તેવો બંદોબસ્ત કરેલ છે. વળી લાઈન્સમાં એક આરબ ગૃહસ્થ તેઓને મળતાં જીવદયા પળાવવા કબુલાત આપી હતી તે કબુલત પ્રમાણે સદરહુ આરબ ગૃહસ્થે રૂ. ૪૦ ૦) ના આશરે ખર્ચ કરી પોતાનું વચન પાળ્યું છે અને જાળો બંધ કરાવી છે તથા કસાઇની દુકાન પણ બંધ કરાવી છે.
| મઢારમાં મુનિ મહારાજ શ્રી લબ્ધિવિયજીના ઉપદેશથી કસાઈ લેકોના મુખ્ય માણસે પષણના ૮ દિવસ લગી હિંસા નહીં કરવા કબુલત આપી છે તેમજ મહારાજશ્રીના બધથી કેટલાક બીજા ગૃહસ્થોએ પણ જીવદયા પાળવા નિશ્ચય કર્યો છે. વળી ત્યાંના શ્રી સંઘે કસાઈખાનું બંધ કરાવવામાં થોડી મહેનતે સારું કામ કર્યું છે તે પણ મહારાજ શ્રી લબ્ધિવિજયજનોજ પ્રતાપ છે.