________________
૨૪૨ ]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ સપ્ટેમ્બર
ઉપદેશકના ભાષણથી જીવદયા વગેરેના ઠરાવ.
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદે વીજાપુર તાબાના ગામ માણેકપુરમાં જીવદયા સંબંધી ભાષણ કર્યું તે વખતે આશરે ૨૮૦ માણસોએ હાજરી આપી હતી અને ત્યાંના ઠાકોર સાહેબ કેશરીસીંહજી બાપુસહજીએ નીચે પ્રમાણે ઠરાવ કર્યા છે.
૧ વૃદ્ધ હેર શેનવા તથા બજાણી વગેરે શક પડતા લેકોને આપવાં નહિ.
૨ પાડા મોટા કરવા, એક આંચળ આપીને ઉછેરવા, ને હળ હાંકવાની કોશીશ કરવી અગર મહાજનમાં મૂકવા.
૩ વાછરડાં બહારગામ જાય છે તે બંધ કરવામાં આવે છે ને વાઘરી વગેરે નીચ જાતના લેકોને આપવાનું બંધ કરવામાં આવે છે.
૪ મુંબઇમાં ભેંસો ચડાવવાને વેચાતી આપવાનું આજ રોજ ગામ કમીટીએ બંધ કર્યું છે. ૫ હરહમેશ મધુપાન કરનારાઓએ નહિ પીવાનું લક્ષમાં લીધું છે. ૬ કોઈ માણસોએ શીકાર કરવો નહિ તેમ કોઈ જાતને પશુવધ કરવો નહિ. ૭ પ્લેગ વગેરે કારણે માટે પશુવધ કરવાની બાધા રાખવી નહિ.
૮ આશો સુદ ૯ ના રોજ બકરાને વધ કરવામાં આવતો હતો તે બંધ કરવામાં આવ્યો છે.
ઉપરના ઠરાવ વિરૂદ્ધ જે કઈ વર્તે તેને પોતપોતાની નાતથી દૂર કરે એ ગામ કમીટીએ ભેગા થઈ ઠરાવ કબુલ કર્યો છે. તા. ૯-૮-૧૦
કડી પ્રાંતમાં આવેલા સોજા ગામે તા. ૧૬-૮-૧૦ ના રોજ જૈન શ્વેતાંબર કોન્ફરન્સના ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદે જીવદયા ઉપર તથા બીજી કેટલીક બાબતો ઉપર ભાષણો આપ્યાં તે વખતે સોજાના આગેવાન ગરાશીઆ ધમીરજી ધીરાજ તથા મુખી નથુભાઈ માધવજીની આગેવાની નીચે ગામલેકેનું આશરે ૩૦૦ માણસ ભેગું થયું હતું તે વખતે ગામલોકોએ ઠરાવ ક્ય કે કોઈએ કોઈપણ જાતનું પાપ કરવું નહીં તેમ દારૂ પીવો નહીં અને કોઈને પાપ કરવા દેવું નહીં. વગેરે બાબતનો દસ્તાવેજ કરી સહીઓ લેવામાં આવી હતી. તેમજ સજાનાં શ્રી જૈનસંધ સમસ્તે શ્રી સુકૃત ભંડાર ફંડના રૂ. ૨૫) પચીશ વસુલ કરી આપી નીચે લખ્યા પ્રમાણે ઠરાવો કર્યા છે. .
પરદેશી ભ્રષ્ટ ખાંડ વાપરવી નહીં તેમ મરણ પછવાડે રડવા કુટવાનો રીવાજ બંધ કરવામાં આવે છે. અને સ્ત્રીઓએ કોઈ પણ પ્રસંગે ફટાણું ગાવા નહીં તેમ બંગડીઓ પહેરવી નહી. વગેરે વગેરે.
ઉપરના ઠરાવો થયા બાદ આગેવાન તરફથી કહેવામાં આવ્યું કે કોન્ફરન્સના ઉપદેશક આવાજ જોઈએ. આવા ઉપદેશથી આપણું ઉન્નતિ થાય એમ અમારું માનવું છે. વગેરે બાબત ઉપર કેટલુંક વિવેચન થયા બાદ સૈ વીસર્જન થયા હતા.
- તા. ર૭-૮-૧૦ ના રોજ પાનસર ગામે અને તા. ૨૮-૮-૧૦ ના રોજ ગુલાસણ ગામે ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદે કોન્ફરન્સના ઠરાવો ઉપર જુદી જુદી બાબતો વિષે ભાષણે આપ્યાં હતાં. તે વખતે ઉપરના ગામના ઘણું માણસોએ તમાકુનો બીલકુલ ઉપયોગ નહીં