________________
ઈ ૨૪ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
1 સપ્ટેમ્બર
ળોની વ્યવસ્થામાં સામેલ થવા અને સહાયતા આપવા માટે ભારતની તમામ પ્રજાએ ઐયતાથી ભાગ લેવા આવશ્યક સૂચક દાખલા દલીલવાળું ભાષણ આપવાથી આ પરિષદમાં થગ્ય અસર થઈ હતી જેના પરિણામે તેમની દરખાસ્ત મુજબ અવાચક પ્રાણુના સંરક્ષણ * સારૂ નીચે પ્રમાણેના ઠરાવો પસાર થયા હતા.
૧ જીવહિંસા કેઈએ કરવી નહીં તથા એવા કામમાં ટેકે કે મદદ આપવી નહીં. ૨ નાના વાછડાને ગોધલા કરવા સારૂ ખાસી કરવા કે કરાવવા નહીં, પરંતુ એ વાછડા
જે સથિતિમાં કુદરતી રીતે જન્મ્યા હોય તે સ્થિતિમાં ઉછેરી ખેતીના કામમાં યોગ્ય ઉમ્મરે પહોંચ્યા પછી લેવા. ૩ બળધને કાંધલાં પાડ્યાં હોય તેને કોઈએ જોતરવા નહીં અને ગાડામાં પચીસ
મણથી વધારે બેજો ભરવો નહીં. જીવદયા તેમજ ખેતીના હિત અને ઉત્તેજન અર્થે ગાય, બળધ, ભેંસ, પાડા, વિગેરે મોટાં જાનવરમાં વેચાણ માટે ગાંડળ, ધરમપુર, જામનગરના રાજ્યકર્તાઓએ યોગ્ય પ્રબંધ કરાવેલ છે જેનું અનુકરણ કરવા તેમજ આવાં જાનવર હિંસક વર્ગને કોઈ આપે નહિ એવા યોગ્ય ધારાઓ અને પ્રતિબંધ મુકરર કરવા સારૂ દરેક રાજા
રજવાડાઓ પ્રત્યે અવસરે માગણી કરવી. પ માછલાં અને બીજી જીવદયાની હકીકતોમાં વણીક કામ જે પરિશ્રમ કરે છે તે.
પરિશ્રમને ટેકો આપવો અને સહાયભૂત થવું પાણી દુધ ગળીને વાપરવાં. ૬ પિતાની પાસેનાં જાનવરોની સંખ્યાના પ્રમાણમાં ઘાસચારાનો સંગ્રહ રાખવો ન
નભી શકે એવાં અને અશક્ત થયેલ ઢોરાને બનતી ઝડપે પાંજરાપોળમાં મૂકવા તજવીજ કરવી તેમજ પાડાને ખેતીના ઉપયોગમાં લેવા વિચાર ન હોય તો તેને કાંઈપણ રકમ લીધા સિવાય પાંજરાપોળમાં મૂકવા પાંજરાપોળોના નિભાવ માટે બનતી મદદ આપવી તેમજ તેની વ્યવસ્થામાં બનતી રીતે સામેલગીરી રાખવી. ગાય, બળદ, પાડા “અને ભેંસે વૃદ્ધ અને અશકત થયે ભામદારોને વેચાણ આપવા નહીં તેમજ તે જાનવરે વેચવા પ્રસંગે સંપૂર્ણ તપાસ અને ખાત્રી કરવી કે તેઓ કસાઈ કે હિંસક વર્ગના હાથમાં જાય નહીં તેમજ અજાણ્યા માણસને ખાત્રી લીધા સિવાય આપવાં નહિં. ભરવાડ રબારી વગેરે ઢોરાં વેચવા સાટવાનો ધંધો કરનાર માણસે જે હિંસક વર્ગની દલાલી કરતા હોય તો એવા લોકોને કર લાગા વિગેરે અપાતા બંધ કરવા અને તેમની જ્ઞાતિને સૂચવવું કે આવા માણસોને યોગ્ય નશીયત કરે. બળધને ખેતીનું સાધન ગણી કરજદાર સથિતિ વખતે તેને જપ્તીમાં લેવામાં આવતા નથી એ મુજબ ગાયને પણ ખેતીના સાધન તરીકે ગણવાને ધારે દાખલ કરાવવા દરેક દેશી રાજ્યોમાં માગણીઓ કરવી.