________________
૧૯૧૦ ]
જીવદયાના ઠરાવો.
રિફ
શ્રી ગાંગાવાડા મુકામે મળેલી પાટીદાર પરિષદમાં ઉપદેશની અસર અને થયેલા જીવદયાના ઠરાવો.
શ્રી ગાંગાવાડા મુકામે પાટીદાર પરિષદ્ મળનારી હતી જેની ખબર આગમનથી પડવાથી ત્યાં ઓનરરી ઉપદેશક મી. નારણજી અમરસીને ત્યાં જવા અને જીવદયા વિષે ભાષણ કરવા લખ્યું હતું. તેઓએ ત્યાં જઈ ઉત્તમ કામ બજાવ્યું છે એમ નીચેના પત્રથી જોઈ શકાય છે અને તેથી તેઓના સુપ્રયાસ માટે જેટલો આનંદ થાય છે તેટલો જ આનંદ પાટીદાર બંધુઓ જાગ્રત થઇ પરિપત્ રૂપે ભેગા મલી પોતાની ઉન્નતિ જોડે જીવદયાના કાર્યને પૂરતી અગત્ય આપી ખેતીવાડીના કામનો સાથી વધુ સંબંધ અને અનુભવ ધરાવતા હોઈ તેઓની વખતસરની જાગૃતિ માટે થાય છે, કેમકે દુનિયાની સુખી સ્થિતિનો આધાર ખેતીવાડી ઉપર હોઈ તેઓએ જે ઠરાવો કર્યા છે તે ઠરાવોને અમલમાં મૂકવા જેમ જેમ પ્રયત્ન કરતા જશે તેમ તેમ. જનસમાજના આબાદીપણામાં વધારો થવા સાથે દુનિયા વધુ શાન્તિ ભોગવશે એમ અમારૂં ચોકસ માનવું છે. જુદી જુદી પરિષદ ઘણા સ્થળે મલે છે. તેઓ દરેક જીવદયાના ઉત્તમ વાલને જોઇતા પ્રમાણમાં ચર્ચા જીવોને રક્ષણ આપવાને યોગ્ય પ્રયત્ન કરે તે હેરાન થતા છો બચે તે નકીજ.
આ માટે સુરત ખાતે મળેલ વૈશ્નવ કોન્ફરન્સ ઉપર પણ એક પત્ર લખી તેઓનું લક્ષ ખેંચવામાં આવ્યું હતું પણ તેઓ જાણે ગાયોને શૈશાળાઓમાં બાંધી મૂકી ઘાસ ચારો પૂરો પાડે છે તેટલામાંજ જીવદયા થાય છે એમ ધારી પત્ર ઉપર કંઈ લક્ષ આપ્યું હોય એમ જણાતું નથી. બાકી તેઓના આચાર્યો લાગવગ ઘણી ઉતમ પ્રકારે જીવોની સેવા બજાવી શકે તેમ છે. આશા રાખીશું કે હવે પછી પાટીદાર પરિષદ્ જેવાના ઠરાવો પૈકી અનુકૂળ જણાતા ઠરાવોનું અનુકરણ કરવામાં આવે.
લી. સેવક. લલુભાઈ કરમચંદ દલાલ, એ સેક્રેટરી. જીવદયા કમીટી. “
શ્રી. જૈન. એ. કેન્ફરન્સ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કોન્ફરન્સ કૃપા કરી પોતાના ઓનરરી ઉપદેશક શાહ નારણજી અમરશીને મોકલતાં તેમણે જીવદયા અને તેના ઉદેશ પાર પાડવા સારૂ પાંજરાપ