________________
. ૨૩૮]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ સપ્ટેમ્બર
પડા મલી નહીં શકવાથી પૂરેપૂરે હીસાબ તપાસવાનું બની શકયું ન હતું અને ત્યાંના પંચેમાં ઘણી જ ખટપટ હોવાના લીધે સદરહુ તીર્થના વહીવટમાં બહુજ ગેરવ્યવસ્થા દેખાયાથી અમોએ શ્રી અમદાવાદ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી સાથે પત્રવહેવાર ચલાવી સદરહુ તીર્થના વહીવટને કબજે લેવાનું ઠરાવી તેની તરફથી એક માણસ મોકલી આપવાથી ધીરે ધીરે સદરહુ તીર્થનો પૂરેપૂરે કબજે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને સોંપાવી દીધો. આ ખાતાના ઈશ્વેકટર મી. જેચંદ ચતુરને સદરહુ કારખાનાના માણસ તરફથી ઘણી રીતની નડતર થવાથી બીજા ઇન્સ્પેકટર મી.હરીલાલ જેસંગ ખેતાણી તથા કારકુન પટાવાલા વિગેરેને ત્યાં મોકલ્યા અને તે લોકોએ ઘણુજ ખટપટ કરી પૂરતી મહેનત લઈ લગભગ સાત માસ રોકાઈ સદરહુ વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને સવંત ૧૯૬૨ના કારતક સુદ ૧૫ પછીને વહીવટ સપાવી નવા ચોપડા બંધાવી તેમાં વહીવટનું નામું દાખલ કરાવ્યું તે માટે અત્યારે મારે સદરહુ ઈન્સ્પેકટર ઘા કારકુન પટાવાલાને આભાર માનવા વગર ચાલતું નથી. ત્યાર બાદ તેને મના તાબાનો સવંત ૧૯૬રના કારતક સુદ ૧૫ સુધીનો હીસાબ અમોએ તપાસ્યો તે જોતાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના સ્વાધીનમાં મજકુર વહીવટ આવ્યા બાદ તેમાં ઘણી રીતના સુધારા વધારા કરવામાં આવ્યાથી જાત્રાળુઓને ઉતારા વિગેરેની સુવડ મળવાથી તેમજ વહીવટ ઉપર ભરૂસો પડવાથી તેની ઉપજમાં ધીરે ધીરે વધારો થવા લાગ્યો છે તેમજ રાણકપુરજી તીર્થમાં કેટલે એક સુધારો થયો છે અને હજુ થતો આવે છે, તે માટે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને ધન્યવાદ ઘટે છે; પણ સદરહુ પેઢીના વહીવટમાં હજુ ઘણું સુધારા વધારા કરવા બાકી છે તેમજ સદરહુ તીર્થના મુખ્ય ચામખજીને મેટા મંદિરમાં ઘણી જગ્યાઓમાં જીર્ણોધ્ધાર કરવાની જરૂર છે તેમજ પૂજન વિગેરેમાં ઘણી રીતની ગેરવ્યવસ્થા ચાલે છે તેના બંદોબસ્ત કરવાનું તથા સદરહુ મંદિરમાં દાખલ થતાં પ્રથમના દરવાજા આગળ એક વિશાળ જમીન ખાલી પડેલી છે. જેમાંથી જાત્રાળુઓને જુદાજુદા મંદિરમાં જવાના રસ્તા નીકળે છે. તે રસ્તાઓ ઉપર પાકી સડક બાંધવાની તથા બાકીની જમીન ઉપર બગીચ કરવાની તેમજ ત્યાંનું પાણી બહુજ ખરાબ હોવાને લીધે જાત્રાળુઓ વધારે વાર રહી શકતા નથી તથા જાત્રાળુઓને ઉતારા માટે ધર્મશાળાની બરાબર સવડ નથી માટે તેમાં સુધારો કરી તેની નજીકમાં જ્યાં સારું પાણી હોય ત્યાંથી પાણી લાવવાની ગોઠવણ કરી જાત્રાળુઓની બધી અડચણો દૂર કરવા વિગેરે ઘણી જાતના સુધારાઓ કરવાની ખાસ જરૂર છે, તેને લગતું કઈક સચનાપત્ર શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી ઉપર મોકલી આપવામાં આવ્યું છે. અમો આક્ષા રાખીએ છીએ કે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનીધી સાહેબ તે ઉપર પૂરેપૂરૂ ધ્યાન આપી તાકીદે યોગ્ય બંદોબસ્ત કરશે એજ.
લી. શ્રી સંઘને સેવક, ચુનીલાલ નહાનચ દ
નરરી એડીટર. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ.