________________
social
ધર્મ નીતિની કેળવણી.
“શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામેં કેલિ કરે; શુદ્ધતા મેં થિર વહે, અમૃતધારા વરસે”
Be%T ઘાર્મિક તથા નૈતિક શિક્ષણ વિષે કેટલાક
વિદ્વાનેના અભિપ્રા. (૫) ધાર્મિક શિક્ષણકેવા પ્રકારનું હોવું જોઇએ.
ધર્મશિક્ષણ આપવામાં ધર્મને અર્થ સર્વમાન્ય ધર્મ,-વ્યવહારમાર્ગે દયા, અને નિશ્ચયે વસ્તુને સ્વભાવ,-એ કરવાને છે.
આપણું. વિદ્યાથીઓને (૧) પિતાની આજીવિકા પ્રાપ્ત કરતાં અને ( ૨ ) પ્રમાણિકપણે કરતાં શીખવવું—એ બધા ધર્મ શિક્ષણનું મંડાણ basis મૂળ સૂત્ર હેવું જાઈએ, આજીવિકાનું સાધન અને તે પણ ન્યાયસંપન્ન–આ બધા વ્યવહાર પરમાર્થનું મૂળ છે. આજીવિકા વિના વ્યવહાર નથી, અને ન્યાય વિના પરમાર્થ નથી. ન્યાયસંપન્નતા ન હોય અને લુખ ધર્મ શીખવવામાં આવે તે તે ધર્મ કહેવા યેવ્ય નથી,છારપર લીંપણું સમાન છે. જ્ઞાનીઓ ભાગે પડવા માટે સર્વથી પહેલાં ન્યાયસંપન્ન વિભવની આવશ્યકતા દેખે છે. માર્ગાનુગારીપણું એ સર્વમાન્ય સામાન્ય ધર્મ છે, અને તેનું મૂળ ( પ્રથમ પગથિયું ) ન્યાય વિભવ (honest earnings) છે. નહિ તે પાયે ભર્યાવિનાની ચણતર માફક સર્વ ધુળભેગું થઈ જશે.
જ્ઞાનિઓ પ્રકાશે છે કે ચારિત્રથી ભ્રષ્ટ થયો તેનું ઠેકાણું પડશે, પણ દર્શન-સમ્યકત્વથી ભ્રષ્ટ ભ્રષ્ટ જ છે. શ્રીમાન આનંદધનજીએ કહ્યું છે કે
“ કંથ વિહુણી કામની, એતે રણમાહે પિક ” આમાં “ કંથ” તે સમ્યકત્વ અને કામની ” તે વિરતિ છે. મતલબ કે સમ્યકત્વ પતિ અને વિરતિ પત્નિના સંગથી મેક્ષ રૂપ પુત્ર રત્ન પ્રાપ્ત થાય. કંથ વિહુણી ( વિનાની ) કામની એ તે અરણ્યરૂદન છે,