SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨] જૈન કોન્ફરન્સ હેરલ્ડ. , [ સપ્ટેમ્બર જાય છે તેવી જ રીતે તે કામમાં પણ હિંદુ સ્ત્રીઓ દર્શનાર્થે દેવાલયમાં જતી. પાહિની દરરોજ દેરે જતી ને ત્યાં આવતા જતા સાધુમુનિઓને સબોધ સાંભળતી. ખાસ કરીને દેવચંદ્ર નામના સાધુના બાધ ઉપર તે શીદારીદા થઈ જતી. એકવાર પાહિનીએ દેવચંદ્રજીને જણાવ્યું કે મને એક એવું સ્વપ્ન આવ્યું કે મારે પેટે એક ચિંતામણિ રત્નનો જન્મ થશે. દેવચંદ્ર એ સ્વપ્નનું ફળ એવું જણાવ્યું કે તમારે પેટે એક પુત્રરત્ન અવતરશે ને તે જૈન ધર્મનું એક ઉતમ રત્ન થઈ પડશે. પૂરે દિવસે પાહિનીને એક પુત્ર અવતર્યો અને તેનું નામ ચાંગદેવ પાડયું. પાહિતી પિતાને આવેલું સ્વપ્ન તથા ગુરૂ દેવચંદ્ર એ સ્વપ્નનું બતાવેલું ફળ, બંને બાબત વિસરી ગઈ હતી. આ વાતને પાંચેક વર્ષ વીતી ગયાં. પ્રામાનુગ્રામ વિહાર કરતા દેવચંદ્રજી ફરી ધંધુકે આવ્યા. હમેશના નિયમ પ્રમાણે પાહિનીએ પાંચ વર્ષના બાળકને લઈ સાધુજીને બોધ સાંભળવા દેરે ગઈ. ત્યાં ચાંગદેવ તેની મા પાસેથી ઉઠીને ગુરૂની ખાલી જગ્યા ઉપર જઈને બેસી ગયે. સર્વે આશ્ચર્યચકિત થયા પણ દેવચંદ્ર આ બનાવનો ભેદ બહુ સારી રીતે સમજી ગયા. તેમણે પાહિનીને ઓળખી કાઢીને પાંચ વર્ષ પહેલાં તેને આવેલા સ્વપ્નની તથા પોતે તેને જે ખુલાસો કર્યો હતો તે બંને વાત યાદ કરાવી. પછી તેમણે પાહિનીને કહ્યું કે તારે તારે એ પુત્ર ધર્મને અર્પણ કરી દેવો. પાહિનીએ તેમ કરવા હા પાડી. જોકે ચાચગે પ્રથમ તે પુત્રને આપી દેવામાં ઘણી આનાકાની કરી, પરંતુ તેને સારી રીતે સમજાવવામાં આવતાં છેવટ તેણે પણ હા પાડી. પૈસા લઈને પોતાના પ્રિય પુત્રને આપી દેવાની તો તેણે સાફ ના કહી હતી. આ વખતથી ચાંગદેવ ધર્મકારણે પોતાનાં માબાપથી જુદો પડયો અને એ ભલા ગુરૂ દેવચંદ્રની સાથે દેશાટન કરવા લાગે. ધંધુકેથી દેવચંદ્ર ને ચાંગદેવ ખંભાત ગયા. ત્યાં ચાંગદેવને જૈન સાધુની દીક્ષા માહા સુદ ૧૪ ને રવિવારને રોજ વિધિપૂર્વક આપવામાં આવી ને “સેમચંદ્ર” એવું નવું નામ તેમને આપવામાં આવ્યું. એક નાના બાળકને દેવચકે પિત્તાનો ચેલે કર્યો એ કોઈને અચરજ જેવું લાગશે પણ વાસ્તવિક રીતે જોતાં એમાં કાંઈ અચરજ જેવું નથી. એવું ધોરણ આ દેશ અને બીજા દેશમાં મૂળથી ચાલ્યું આવે છે. બેશક, જૈન ધર્મશાસ્ત્રોમાં એવું ફરમાન છે ખરું કે જે માણસને સાધુઓને નિરંતર બોધ સાંભળી મનમાં પાકું એમ હસે કે આ દુનિયા તો એક જાથાણું-માયારૂપ છે અને મુકિત મેળવવાની ઈચ્છાવાળાને આ દુનિયાની જંજાળમાં રહેવાથી મતિ કદીપણ મળવાની નથી. આમ પાકું સમજનારા માણસને સાધુ બનાવવો. આ ફરમન મજબ મોટી ઉમરના માણસને જ સાધુ બનાવી શકાય, એક બાળકને સાધુ ન બનાવી શકાય. આ ધોરણ વાજબી છે તથાપિ બીજા સઘળા ધર્મમાં પણ નવા આચાર્યોને (બાલ્યાવસ્થાથી) પસંદ કરવામાં આવે છે ત્યાં ધર્માચાર્યોને પરણવાનો પ્રતિબંધ હોય ત્યાં તેમની જગ્યા રાખે એ આચાર્ય તૈયાર કરવા માટે આમ કર્યા સિવાય છુટકો થતો નથી. ધર્મની આસ્થાવાળી સ્ત્રીઓ પોતાનો પુત્ર ધર્મને અર્પણ કરી દે છે એવા દાખલા ઘણું જોવામાં આવે છે. વળી એમ પણ આપણે જાણીએ છીએ કે સ્ત્રીઓ પૈસા લઇને પણ પોતાના પુત્રને એ પ્રમાણે વેચે છે. (અપૂર્ણ)
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy