________________
૧૯૧૦
પંડિત હેમચદ્રાચાર્ય
૨૩૧]
હેમચંદ્રના વખતમાં શરૂ થયેલી સાહિત્ય વિષયક પ્રવૃતિ એમના પછી પણ ચાલુ રહી છે. જૈન-બ્રાહ્મણ વચ્ચેના ભેદ ભૂલાઇ જઇ હેમચંદ્રની વાણી કેવી લાફ પ્રિય થઇ હશે એ પણ એમના વિષેના (કાતિઢામુદિના) શ્લોક પરથી જણાય છે. વળી જૈન મંત્રી પણ બ્રાહ્મણાને દાન આપતા એવા એ એ ધર્મના અનુયાયીઓના પરસ્પર પ્રીતિ ભાઁ સબંધ હતા. नानर्च भक्तिमान्मौ नेम शंकरकेशवौ । जैनोऽपि यः सर्वदानां दानाम्भः कुरुते करे ॥
ડોકટર પીટરસને પુનામાં ડૅકન કાલેજના વિદ્યાર્થીઓ સમક્ષ પ્રસિદ્ધ જૈનાચાર્ય “કલિકાળ સર્વજ્ઞ ” પંડિત હેમચંદ્રસૂરિ વિષે તથા તેમણે રચેલા યાગશાસ્ત્ર વિષે થાડાં વર્ષ ઉપર મનન કરવા જોગ એક છટાદાર ભાષણ આપ્યું હતું. તેનું ભાષાંતર અહીં આપવાથી વાચકવૃંદને તેમના સંબંધી ઘણું જાણવામાં આવશે. એક ત્રાહિત વિદ્વાનનું કહેવું વાંચનારને વધારે વિશ્વસનીય થઈ પડશે.
(C
ડંકન કાલેજના વિદ્યાર્થીએ ! તમારી જાતના તથા તમારા દેશના એક મહાન લેખક તથા ધર્મગુરૂ વિષે આજે તમારી પાસે એ ખેલ ખેલવાની મને ઈચ્છા થઈ છે. તે કંઇ મહારાષ્ટ્રના બ્રાહ્મણુ નહાતા. તેમ તે જૂના વિચારને હિંદુ પણ નહાતા. તમે તથા તમારા -વડવાઓ જે ધર્મને તમારા સ્થાપિત ધર્મથી વિરૂદ્ધ માનેા છે, તે જૈન ધર્મને માનનારા એ હતા. એમ હાવા છતાં પણ કેળવાયેલા સ્વત ંત્ર વિચારના હિંદુઓનું દેશાભિમાન કાંઈ દક્ષિણ કે ગુજરાતમાંજ પરિસમાપ્તિને પામતુ નથી. કેળવાએલા તા આખા દેશને પોતાના દેશ ગણે છેઅને કાઈ પણ ધર્મ કે સ ંપ્રદાયને ખાટા માની લઈ તે તરફ અભાવની લાગણીથી જોતા નથી. કેળવાયેલા સર્વે બાબત બરાબર તપાસે છે ને તે સર્વેમાં તેમને કાંઇને કાંઇ સારૂ ને કાંઇને કાંઈ નવુજ જાણવામાં આવે છે. જે મહાપુરૂષ વિષે હું તમારી આપળ ખેાલવા માગુ હ્યુ તે મહાપુરૂષે પોતાનું લાંબુ આયુષ્ય મોટી મોટી મુશ્કેલીથી પસાર થયેલી જીંદગી સારાં કામ કરવામાંજ ગાળી હતી. એ મહાપુરૂષે કરેલાં સારાં કામ માટે આ દેશના લોકોએ તેમને મોટા ઉપકાર માનવા જોઇએ. દુનિયામાં દરેક દેશની ખરી દોલત એ તેના મહાપુરૂષા છે. દરેક દેશના લૉકા મેાટા માણસો તરફ અતિ માનની લાગણીથી જુએ એ કુદરતી છે. મેં મારા જીવનનાં ઘણાં વર્ષ આ દેશમાં ગાળેલાં હાવાથી આ દેશ તરફ મને પ્રીતિભાવ છે અને હુ આ દેશના રહીશ છું. આ દેશના એક રહેવાશી તરિકેજ હું તમારી સન્મુખ ભાષણ આપવા ઉભા થયા હ્યુ અને તમે પણ તેવીજ પ્રીતિથી મારૂં. આ ભાષણ સાંભળશે.
વિક્રમ સંવત્ ૧૧૪પની કાર્તકી પુનેમનેરાજ ઇ. સ. ૧૦૮૮-૮૯માં અમદાવાદ જીલ્લામાં આવેલા ધંધુકા શહેરમાં એક એવા બાળકને જન્મ થયા કે જે બાળક યાગ્ય ઉમ્મરે જૈન લેાકાનો માટા ધર્માચાર્ય થયા અને બે મહાન રાજાઓના ધર્મકાર્યમાં માટેા સલાહકાર થઇ પડયો. તમે બધા હિંદ કરતાં ઈગ્લાંડને ઇતિહાસ વધારે સારી રીતે જાણા છે તેથી તમને એમ કહેવું ઠીક થઈ પડશે કે ઈગ્લાંડમાં નામન વંશના પહેલા રાજા “વિલિયમ ધી કાંકરર” જે સાલમાં મરણ પામ્યા તે પછીની બીજી સાલમાં આ મહાન ધર્મગુના જન્મ થયા હતા. તેનાં માબાપ સામાન્ય વણિક જાતિના હતાં. બાપનું નામ ચાચીંગ અને માનું નામ પાહિની હતું. આજે જેવા ભક્તિભાવથી હિંદુ સ્ત્રીઓ દેવમ ંદિરમાં દરરોજ દર્શન કરવા