SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧૦ ) શ્રી સુકૃતભંડાર ડ. ૨૫ શ્રી સુકૃત ભંડાર ફંડ. ભાવનગર–ભાવનગરના શ્રી સંઘે એક જાહેર મીલાવડે તા. ૨૦-૧૨-૦૯ ના રોજ શેઠ હઠીંશંગભાઈ ઝવેરચંદના પ્રમુખપણું નીચે કરી શ્રી સુકૃત ભંડાર ફંડની ઉઘરાત શરૂ કરવા ઠરાવ કર્યો છે. આ વખતે શેઠ કુંવરજી આણંદજીએ તથા શેઠ વલ્લભદાસ ત્રિભુવનદાસે કોન્ફરન્સની આવશ્યક્તા, અત્યાર લગીમાં કોન્ફરન્સ કરેલાં કામો તથા સુકૃતભંડારની જરૂરીઆત એ વિષય ઉપર સારી રીતે ભાષણ આપ્યું હતું. અને તે વખતે શેઠ દેવચંદ દામજી તથા શેઠ શામજી હીમચંદ અને શેઠ ભીખાભાઈ હીરાલાલ મેદીએ તેની પુષ્ટિમાં વિવેચન કર્યું હતું. છેવટ શેઠ હઠીસંગભાઈને આ ફંડ માટે પ્રમુખ અને શેઠ ગુલાબચંદ આણંદજી તથા શેઠ પ્રેમચંદ રતનજીને સેક્રેટરી નીમવામાં આવ્યા છે. એ જાણું સર્વ જૈન કોમને ઇ - આનંદ થશે. આ ઠરાવ થવાની સાથે ફંડ ભરાવા લાગ્યું છે. તેમ સ્વયંસેવકો પણ બહાર પડી પોતાનો આત્મભોગ આપવા કટ્ટીબધ થયા છે. વળી ભાવનગરની આસપાસ પણ ઉઘરાત શરૂ કરવા માટે ભાવનગર નિવાસી બંધુઓ બહાર પડયા છે, જેથી અમે તેઓને ધન્યવાદ આપીએ છીએ. કસચીશ્રી જૈન કોન્ફરન્સના માનાધિકારી ઉપદેશક મી. બાપુલાલ ન્યાલચંદના સુપ્રયાસથી રૂ. ૫૫) શ્રી સુકૃતભંડાર ફંડ ખાતે ભેગા થએલા તે તા. ૪-૧૦-૦૯ ના રોજ મુંબઈ કોન્ફરન્સ ઓફીસમાં જમા થયા છે. આ પ્રવાસ માટે મી. બાપુલાલને ધન્યવાદ આ પવામાં આવે છે. તેમની માફક બીજા માનધિકારીઓ પણ પિતાથી બનતો પરિશ્રમ લેવા અમારી ભલામણ છે અને સંપૂર્ણ ખાત્રી છે કે તેઓ પછાત પડશે નહીં. જુનાગઢ–જુનાગઢમાં શેઠ વીરચંદ્ર ત્રિભુવનદાસના આગ્રહથી અને રા. રા. દેલતચંદ પુરૂષોતમ બરેડીયાના સુપ્રયાસથી શ્રી સુકૃતભંડાર ફંડ વસુલ થવા લાગ્યું છે. આ ખબર જાણ સવ બંધુએન ઘણુંજ આનંદ થયેલ છે. અમો અંત:કરણથી તેઓ સાહેબને ધન્યવાદ આપીએ છીએ. સવ સ્થળે આ યોગ્ય શેઠસાહને લાખ લેવાશે એવી અમને પૂરેપૂરી ખાત્રી છે. રંગુન-રંગુનના શેઠ મનસુખલાલ દલતચંદ ઝવેરી તરફથી શ્રી જૈન શ્વેતામ્બર કોરસ એરીસમાં રૂ. ૭૫-૧૨-૦ આવી ગયા છે આ સમાચાર (અમાંરા બંધુઓને ઘણેજ આનંદ કરાવો. કારણ કે પરદેશમાં પણ આ પ્રમાણે વીરરને પાતાથી બનતે પ્રવાસ કરી રહ્યા છે. આથી આ ફંડને ઘણજ લાભ થશે. આ સુપ્રયાસ માટે અમો શેઠ મનસુખભાઈને આભાર માનીએ છીએ. ઉપરના રૂ. ૭૫-૧૨-. માં માંડેલાના રૂ. ૧૩-૪-૦ તથા માલમીનના રૂ. ૫-૪ ૦ ને સમાવેશ થાય છે. ઝીંઝુવાડા-ઝીંઝુવાડાના શ્રી સંધસમસ્તે શ્રી સુકૃત ભંડાર ફંડના રૂ. ૭૭-૧૨ભેગા કરી પિતાને ત્યાં રાખેલા તે તા. ૧૧-૧-૧૦ ના રોજ મુંબઈ કેજરન્સ એકીસમાં મોકલી આપ્યા છે. આ પ્રમાણે ગુજરાતના જે જે સ્થળોએ રૂપી આ ભેગા કરી રાખી મુકેલા છે તેમણે તાકીદે અહીં મેકવા મહેરબાની કરવી કારણ કે તે રૂપી બને સદ્વ્યય થવા લાગ્યો છે.
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy