________________
૧૯૧૦)
જૈન ગુજરાતી સાહિત્ય,
(૧૯
ગુજરાતમાં મુસલમાની રાજના આરંભનો કાળ તદ્દન અંધાધુંધીને ને જુલમ ત્રાસને હતો. એ કાળમાં લેાકો સંસ્કૃતાદિ ભાષાઓ ભણે કે ઉંચું તત્વજ્ઞાન મેળવવામાં વખત ગાળ એવી કશી જોગવાઈ કે શાંતિ નહોતી. ધર્મ પુસ્તક ભંડારામાં ભરી સંતાડી મૂકવામાં આવ્યાં હતાં. એવા વખતમાં સામાન્ય જીના હિતને માટે રાસા રચવામાં આવ્યા હોય એમ જણાય છે, અંધાધુંધીના વખતમાં પણ જૈન સાધુઓ જાગ્રત રહ્યા હતા એવું એ રાસે આદિની રચનાથી જણાય છે. એ રાસોમાં ઘણું મોટા ભાગનું વસ્તુ ( plot ) મૂળ સંસ્કૃત કાવ્યું કે આગમ સૂત્રે કે એ સૂત્રોની ટીકા ઉપરથી લીધેલું એ તો નિઃસંદેડ લાગે છે. આ ધાધુંધીના વખતમાં જૈન લોકોએ જોયું કે સામાન્ય જીવો મૂળ માગધી કે સંસ્કૃતનો અભ્યાસ કરી તે ઉપરથી ધર્મ બધ લઈ શકે તેમ નથી. માટે તેઓ સમજે અને સરળતાથી શીઘ બોધ પામે તો સારૂં. એવી સ્વપર હિતબુદ્ધિએ, ઘરબાર તજી ત્યાગી થયેલા એ સંયમીઓએ સંસ્કૃત કાવ્ય તથા સૂત્ર ટીકામાંની-આખ્યાયિકાઓને રસ રૂપે દેશ ભાષામાં ઉતારી.
જૈન ઉપાશ્રયમાં આજે પણ ચોમાસાના દિવસોમાં તેમજ ઉનાળાના લાંબા દિવસોમાં બપોરે ઘણે સ્થળે સાધુ આર્યા કે શ્રાવકે રાસ લલકારીને વાંચે છે અને શ્રેતાઓ દયાન દઈને સાંભળે છે સામાન્ય જીના લાભ માટે ધર્મનીતિનું શિક્ષણ આપનારા આવા રાસો દેશ ભાષામાં રચનાર સાધુ મુનિઓએ છેલ્લાં પાંચ શતકનો સમય જતાં શ્રાવકસમૂહ ઉપર બહુ ઉપકાર કર્યો છે.
કવિતા જેવી ચીજ સારા રાગથી ને હલકથી ગવાતાં ઘણાને પ્રિય થઈ પડે છે. ગાયન એ પાંચમો વેદ ગણાય છે. ગાયનથી ચિત્ત લય પામે છે. તો કવિતા તરફ રૂચી કરાવી નીતિને રતે દેરવાનું કામ રસ વડે કરવાને જૈન લેખકે લલચાય તેમાં નવાઈ નથી. કેટલાક રાસમાં કવિઓએ તર્ક અને કલ્પના શક્તિને સારી રીતે સરાણે ચડાવી હોય એમ જણાય છે. કોઈ કઈ રાસમાં એવું પણ જોઈ લેવાય છે કે વાર્તા કથનમાં ચમત્કારિક અને મંત્રી ની કે દેવતાઈ વાતોનાં વર્ણન કરવા જતાં પાનાં ને પાનાં ભરી દીધાં હોય છે અને તેમાં રાસને વિશેષ ભાગ રોકાઈ જવાથી સુબોધક ભાગ કાંતા દબાઈ જાય છે ને કાંતો અ૮૫ ભાગમાં આવે છે. દરેક રાસમાં મુખ્ય પાત્ર સંસાર છેડી સાધુપણું અંગીકાર કર્યાની વાત આવે છે. અને છેલ્લે તેણે સ્વર્ગ મેર્લના સુખની પ્રાપિત કર્યાનું રાસ ઉપરથી જોઈ લેવાય છે. મોક્ષના મોતી જેવા મહામાત્રનેજ કવિ મૂળ ગ્રંથમાંથી મુખ્ય પાત્ર તરીકે રાસમાં પસંદ કરે છે. ખરેખરા સદ્વર્તનશાળી ચિબાનેજ જનસમૂહ આગળ ખડા કરી તેના દાંતથી શ્રોતાઓને સદ્દગુણ બનાવવાનેએ કવિઓને શ્રમ સ્તુતિપાત્ર છે.
કવિતાના પવિત્ર પ્રદેશમાં જૈન કવિઓ સારી રીતે દીપી ઉઠયા છે. તેમની કવિતાઓએ અનેક દાખલા દૃષ્ટાંતો આપી દાન, શીલ, તપ, ભાવના, અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય વગેરે બાબતોનો મહિમા વધારવા સારો શ્રમ લી છે. એકલું અમુક દેવનું વર્ણન કે અમુક ધામનું વર્ણન કે અમુક અવતારનું વર્ણન લઈ માત્ર તે માટેજ રાસ રચાયા હોય એવું જણાતું નથી, પણ ઘર્મનીતિના સિદ્ધાંતો તરફ જનસમૂહને