________________
જેને કેન્ફરન્સ હેરલ્ડ.
(ઓગષ્ટ
વાળી શકાય તેવાં પાત્રો પસંદ કરી તે તરફ શ્રોતાઓને વાળવાની તજવીજ કરવામાં આવી છે. રાસાનું સામાન્ય સ્વરૂપ એ પ્રમાણે છે. બાકી તેમાં કઈ કઈ અપવાદ પણ છે, આ વિમળ મંત્રીને રાસ, કુમારપાળને રસ વગેરે રાસે વાંચવાથી કેટલુંક ઐતિ. હાસિક જ્ઞાન પણ થાય છે. જેના મત મુજબ શ્રીકૃષ્ણ વગેરે યાદ જૈન હતા. વલ્લભીપુરના રાજા શિલાદિત્યના દરબારમાં પણ જૈન પંડિતો વાદવિવાદ કરતા. વનરાજ ચાવડાથી માંડીને ઠેઠ વિશળદેવ વાઘેલા સુધીને ઈતિહાસ તપાસીએ તે તેમાં પણ જૈન સાધુઓ અને જૈન મંત્રીએ છેડે થડે કાળે દર્શન દેતા જણાય છે. પિતાના પ્રબળ સમયમાં તેમણે સાહિત્યની અભિવૃદ્ધિ માટે ને ધર્મનીતિના સિદ્ધાંતોના પ્રસાર માટે શ્રમ લીધું છે.
અસલનાં બધાં લખાણો સળંગ લીટીમાં ને બાળબોધ જૈન લિપિમાં લખાયેલાં છે. દેવનાગરી કે બાળધ અક્ષર અને જૈન (માગધી) અક્ષરોમાંના ડાક અક્ષરે વચ્ચે કેટલેક તફાવત છે. આશરે અક્ષરોની ૩૪ સંખ્યા તદ્દન મળતી છે. જેડાક્ષરોમાં પણ કઈ કઈ સ્થળે તફાવત જણાય છે. તેથી જેનના રાસ તથા શા વગેરે જે લિપિમાં લખાયેલા છે તે લિપિને જેન લિપિ કહેવી એ વધારે ઠીક લાગે છે.
લેલ, હાં, હરાજ, લલના, સલુણાં, રેલાલ, આ છેલાલ વગેરે પાદપૂણાર્થ શબ્દને જેનેએ દેશીમાં જરૂર પડતાં બહુ છૂટથી ઉપયોગ કર્યો છે. રાસે સિવાય જૂદા જૂદા ધાર્મિક ને નિતિક વિષય ઉપર સઝાય, સ્તવન, લાવણી ઈત્યાદિની રચના પણ જનોએ કરી છે. કવિતા તરફ તેમનું વલણ વિશેષ છે. એક વિદ્વાન કહે છે કે “એકલા કાવ્યમાં સાહિત્યને સમાવેશ થતો નથી છતાં કાવ્ય એ એક સાહિત્યની સુંદર કલા છે. તેને પ્રદેશ અતિ વિસ્તીર્ણ છે. કવિઓનાં જીવન કવિતામય હઈ. કવિતામાં આસક્ત હોઈ, રસમાં ઝબકળાયેલાં હોય છે. કવિઓના હદયભાવેના ઝર
નું વહન સાહિત્યના પ્રદેશને ફળદ્રુપ કરે છે....મધ્યકાળના ગુર્જર કવિઓએ આપણી પ્રજાનાં જીવન રસવામાં તેમજ પ્રારબ્ધ ઘડવામાં કેટલી બધી અસર કરી છે?” કાવ્યના એવા માહાસ્યને લીધે મેં આ નિબંધમાં રાસને પ્રથમ પસંદગી આપી છે.
એમ. એ. ની પરીક્ષામાં “ગુજરાતી” લઈ પાસ થનારા વિદ્વાનોને માટે જે જે ગુજરાતી પુસ્તક પસંદ કરવામાં આવ્યાં હતાં તેમાં જૈન કવિ નેમવિજય રચેલે
શીલવતીને રાસ” પણ હતા. તે રાસ યોગ્ય પ્રસ્તાવના સહિત રા. બા. હરગેવિંદદાસ કાંટાવાળાએ પ્રાચીન કાવ્યમાળાના એક અંક તરિકે પ્રસિદ્ધ કર્યો છે. તેવા વિશેષ અંક નીકવ્યા હોત તે અથવા ઐતિહાસિક ગદ્ય ગ્રંથે જે રાસાને નામે ઓળખાય છે તેને સંગ્રહ કરવામાં પ્રારબસ સાહેબ જેવા ઉત્સાહી યુરોપિયન ગ્રહસ્થને જેગ મળી ગયે હતે તેમ જોન રાસેની પ્રસિદ્ધિમાં તે કઈ જેગ મળે છે તે આજે જૈન સાહિત્ય તરફ ગુજરાતના તથા બીજા દેશના સાક્ષરે કાંઈ જુદી જ ખૂબીથી જોતા હેત.