________________
૧૯૧૦)
'' જૈન ગુજરાતી સાહિત્ય
આલંબન, ઉદ્દીપન, વિભાવ, વગેરે સાધનોને જ્યાં જે ઘટે તે ઉપયોગ કરી એ વર્ણને વાંચવામાં આનંદ આવે એવાં રસારિત કર્યા છે. આવાં રસવાળાં સિક વણ નેને તેમણે રાસ નામ આપવાનું યંગ્ય ધાર્યું હોય તેમ અનુમાન થઈ શકે છે કાવ્યને આત્મા રસ છે અને તેથી રસિક કાવ્યને રાસ નામ આપવું એ એગ્ય પણ છે. સાહિત્ય શબ્દને ખરે અર્થ આપતી વેળા ઉદાહરણ તરીકે એક કોષમાં રસાલંકા વગેરે એવી મતલબે લખવામાં આવ્યું છે. તો તે અર્થે લક્ષમાં રાખવાથી સ્પષ્ટ જણાશે કે જેન કવિતાઓને ગુજરાતી ભાષાનું સાહિત્ય કહેવું એ એક આવશ્યક બાબત છે સાહિત્યને ખરા અર્થ એમાં સાર્થક થાય છે.
પ્રેમાનંદ વગેરે અન્ય કવિઓએ જુદાં જુદાં આખ્યાન કે કથાવાણુને લખ્ય છે. તેવાં વર્ણનોથી ભરપુર તેના પહેલાં સામાન્ય રીતે લખાયેલા આ રાસાઓ પણ છે મૂળ એક વાતને લઈ વિસ્તારથી તેનું વર્ણન કરી અનેક ભવ્ય તથા ચમત્કારિક પ્રસ ગેનાં વર્ણને આપી, અંતે નીતિધર્મને વિજ્ય સ્થાપી, પાત્રાનું પરમ મંગળ સમા મિમાં દાખવી રાસ પૂરો કરવામાં આવે છે.
ગુજરાતી સાહિત્યની વૃદ્ધિને અંગે જેનોએ વ્યાપાર કે ધર્મકાર્યને નિમિત્તે જ કંઈ કાર્ય બનાવ્યું છે તે અહીં કહ્યા પછી રાસ સંબંધી વિશેષ કહીશ. જેનોમાં કવેતાંબરી અને દિગંબરી એવા બે ભેદ છે. દિગંબરીઓના ઘણુ ખરા ગ્રંથ હિંદી ભાષામાં લખાયેલા જણાય છે. વેતાંબરીમાં મૂત્તિપૂજક અને મૂરિને નહિ માનનાર એવા બે ભાગ છે મૂત્તિને નહિ માનનારા વગમાં થાનકવાસી જેનો મુખ્ય છે. એ સ્થાનકવાસી જૈનોમાં એક ધર્મસિંહ નામે મુનિ થઈ ગયા. સ્થાનકવાસી જેને જે હર સૂત્રોનું માને છે તેમાંના ર૭ સૂત્રે (શા) ઉપર તેમણે ગુજરાતી ભાષામાં ટબી ભર્યા ને તે દેવનાગરી જૈન લિપિમાં લખ્યા. સ્થાનકવાસી જૈન સાધુઓ હાલ કરાંચીથી કાશી સુધી ને કલાપુરથી કાશ્મીર સુધી વિહાર કરે છે. તે સઘળાએ સામાન્ય રીતે એ ટબા પ્રમાણે શબ્દોના અર્થ પ્રકાશે છે. આનું પરિણામ એ આવ્યું છે કે પંજાબન કે દક્ષિણના સાધુઓને પણ એટલું ડુંક ગુજરાતી જાણવું પડે છે અને શાસ્ત્રાન અભ્યાસી પંજાબ કે દક્ષિણના સ્થાનકવાસી શ્રાવકોને તેટલું ગુજરાતી સમજવું પડે છે વળી મુર્શિદાબાદના પ્રખ્યાત શેઠ રાય બહાદુર ધનપતિસિંહજી જેઓ મૂત્તિ પૂજન જેનોમાં અગ્રગણ્ય છે; તેમણે ૧૯ સૂત્રો સંસ્કૃત ટીકા સહિત કલકત્તા તરફના છાપ ખાનામાં છપાવ્યાં છે. તેમાં પણ ગુજરાતી ભાષામાં અર્થ લખવામાં આવ્યા છે. એ શી બતાવે છે ? હિંદી ભાષામાં કે બીજી ભાષામાં અર્થ શા માટે લખવામાં આવ્યા નહિ હૈય? કારણ એટલું જ કે ગુજરાતી ભાષામાં લખાયેલાં અને ફેલાવે પામેલાં એ શાસ્ત્રોને હિંદી ભાષામાં ઉતારતાં મહેનત, ધન, ને વખતનો ઘણે ભેગ આપ પડે. કામ કહેવાનું કે આખા હિંદમાં વેતાંબરી જેનેના શાસના ગુજરાતી અર્થ વાંચવામાં આવે છે. ગુજરાતી અર્થ ગુજરાતના જૈન સાધુઓએ લખ્યા અને તેનો પ્રસાર અર્થે થયો. તે બધાની ભાષા ગુજરાતી છતાં લિપિ તે દેવનાગરી જેન લિપિ છે જેને જ્ય
જ્યાં ગુજરાતમાંથી વેપાર કરવા પરદેશ ગયા ત્યાં ત્યાં તેઓએ ભાટીઆ લેહાણ વગેરેની પેઠે ગુજરાતી ભાષા ચાલુ રાખી હતી.
(અપૂર્ણ.) |