________________
૧૯૧૦)
જૈન ગુજરાતી સાહિત્ય.
મારા મિત્ર રાવ રા. મનસુખલાલ કીરચંદ મહેતાએ ગઈ સાલ વાંચેલા નિબંધમાંથી ઉપલે ઉતારો આપ્યા પછી એજ નિબંધમાંથી નીચે ઉતારે આપવો એ અપ્રાસંગિક નહિ ગણાય. Imperial intreer of India ની છેલ્લી આવૃતિમાં Jainism વિષેના લખાણમાંથી એક ફકરો લઈ તેનો ગુજરાતી તરજુમે તેઓ નીચે પ્રમાણે આપે છે.
જૈન ધર્મ સંબંધી સાહિત્ય વિશાળ તેમજ ગહન છે. તેની શોધ બહુ થોડી થયેલી છે અને તે પણ થોડુંક થયાં એટલે તે ધર્મ સંબંધી ઇતિહાસ જવા પૂર્વે ભાષાંતર અને શોધખોળ રૂપે હજુ ઘણું કરવાનું છે. એ સાહિત્ય એક તે વિશાળ રહ્યું, બીજું ગહન રહ્યું અને એ અંગે જોઇતી શોધખોળે અધૂરી એથી એમ તનું વાસ્તવિક સ્વરૂપ શું છે એ સંબંધી અજ્ઞાનતા રહે એ સ્વાભાવિક છે. તેથી પાશ્ચાત્ય વિદ્વાનોની શુભ લાગણી જૈન સાહિત્ય જીતી શકયું ન હોય તે તેમાં આ અજ્ઞાનતા કદાચ એક કારણ ગણી શકાય.
બીજી સાહિત્ય પરિષદૂના વિચારવંત અને વિદ્વાન્ પ્રમુખશ્રી કેશવલાલભાઈ ધ્રુવે હેમચ દ્રાચાર્ય વગેરે જેને પંડિતોના સાહિત્ય વિષે જે યોગ્ય સારા કર્યા છે તે તે હજી તાજ છે. તેથી વિસ્તારભયથી અહીં નહિ ઉતારતાં સર્વ સામાન્ય એકાદ પારિ ગ્રાફ આપીશું તે બસ થશે.
“ વાસ્તવિક રીતે ગુજરાતી ભાષાના ત્રણ યુગ છે. ઈસ્વી સનના ૧૦ મા ૧૧માં શતકથી ૧૪ મા શતક સુધીને પહેલે યુગ; ૧૫ મા શતકથી ૧૭ મા શતક સુધીનો બીજે અને તે પછીનાં શતકને ત્રીજે. પહેલા યુગની ભાષાને અપભ્રંશ કે પ્રાચીન ગુજરાતી નામ આપવું ઘટે છે. બીજા યુગની ગુજરાતી ..ને મધ્યકાલીન ગુજરાતી કહેવી
ગ્ય છે. ત્રીજ યુગની ગુજરાતીને અર્વાચીન ગુજરાતી સંજ્ઞા આપવામાં મતભેદ હોયજ નહિ. પહેલાં પાંચ શતકની ભાષા ગુજરાતી છે તેની પ્રતીતિ સારૂ કાલક્ષેપને ઉપાલંભ હારીને પણ શતકવાર ઉદાહરણ આપવાની જરૂર છે. એ પાંચ શતકના સાહિત ત્યને ગેરઇનસાફ થયે છે. કેમકે મધ્યકાલીન ગુજરાતીને જ પ્રાચીન કાવ્ય ત્રિમાસિક અને પ્રાચીન કાવ્યમાલાના અભિમત તંત્રી ગુજરાતી ગણવા ના પાડે છે, ત્યાં પ્રાચીન ગુજરાતીને તો ધડાજ થવો કે? માતપિતા મેટાં છોકરાંને ઈનકાર કરી નાવારસ ઠેરવે ને ન્હાના બાળકને જ કબુલ રાખે તેના જેવું આ તે થાય છે. અવમાનિત સાહિત્યની શેવાળ થતી નથી. અભ્યાસ થતો નથી, ચર્ચા થતી નથી ને ગુજરાતી અગુજરાતીની
ગ્યતા તપાસાયા વગર અવળું વેતરાયાં જાય છે. વગર એળખે અથવા ભૂલમાં ભટકાઈ અજ્ઞાનના અંધારામાં પ્રકાશની રાહ જોયા વગર આપણે આપણું સાહિત્યવડની જમીનમાં ઉડી ઉતરેલી વડવાઈઓ વાઢી નાંખવા પ્રવૃત્ત થઈએ છીએ.” | જૈન કવિઓએ ઘણે ભાગે રાસ, સઝાય, સ્તવને લખ્યાં છે. આશરે સાડા ત્રણસે રાસ તે હાથ આવ્યા છે. એથી વિશેષ જે હજી ભડારમાં પડયા હોય ને પ્રસિદ્ધિમાં ન આવ્યા હોય તે તે જૂદા. આ બધા રાસ વડે કેટલાં કાવ્યદેહનનાં પુસ્તક ભરાય