SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ જેન કોન્ફરન્સ હેરડ, (જુલાઈ અનભ્યાસ, જિહાદોષ, સરળતા તરફ વલણ ઈત્યાદિ કારણોથી ભાષા વિકાર પામતી જાય છે અને વિશેષ વિકારે જ્યારે જૂનું લખાણ કે કવિતા સમજી શકાય નહિ ત્યારે તેમાં સંશોધકે કે વાચકો દેશ કાળ મુજબ ગ્ય સુધારો કે ફેરફાર કરે એમાં નવાઈ નથી. એ ફેરફાર ઉપર આપેલા દુહાઓમાં આપણે જોયે. તે જે કંઈ વિદ્વાને જૈન કવિતા હાથમાં લીધી હોત ને જૈનોને તેનું સંશોધન કરવાને બેલાવ્યા હિત તે શું આજે ગુજરાતી સાહિત્યનું એક અંગ જે જુદું પડી ગયું જણાય છે તે શું એકત્ર સાહિત્યમાં ભળી ગયા વગરનું હેત કે ? ગુજરાતમાં જ્યારે કાવ્યદેહનાદિ પુસ્તક રચાયાં ત્યારે જૈન કવિઓએ ગુજરાતી ભાષાની બજાવેલી સેવા સ બ ધે કદાચ અજાણપણે ઉપેક્ષા દાખવ્યા છતાં આપણે સારી રીતે જોઈ શક્યા છીએ કે ગુજરાતી સાહિત્ય પરિષદુની બને બેઠકોમાં માનવંત પ્રમુખ સાહેબ તરફથી જેનેની એગ્ય કદર થઈ છેજ. - સ્વ. સાક્ષરશ્રી ગોવર્ધ્વનરામભાઈના ભાષણમાંથી ઉતારો કરિયે. શતક ૧૪ મું-ગુજરાતમાં તેજસિંહના એક ગ્રંથ વિનાના સર્વ ગ્રંથ માત્ર જૈન સાધુઓના રચેલા છે. એ ગ્રંથે પણ મોટા ભાગે ધર્મ સાહિત્યના અને સંસ્કૃત સાથે પ્રાકૃતમાં પણ છે. એ સાધુઓએ તેમના ગાને આશ્રય પામી આટલે સાહિત્યવૃક્ષ ઉગવા દીધો છે” ઇત્યાદિ. ગુજરાતી સાહિત્યનું મૂળ પ્રથમ રોપાયું તે વેળા દિહીના બાદશાહે , ગુજશતના સુબાઓ અને નાના સરદારેને વિગ્રહ આ યુગના આરંભથી ૧૭૫૦ સુધી ચાલ્યો અને તેને ક્ષોભ ઝાલાવાડ, જુનાગઢ, ગેંડળ વગેરે કાઠિયાવાડના ગામોમાં અને બાકીના ગુજરાતમાં ચાલી રહ્યા હતા. તેવામાં જેન ગઢના ચાર પાંચ સાધુઓ ઉક્ત બુજરાતી સાહિત્યના એકલા આધારભૂત હતા. તે પછીના પચીશેક વર્ષમાં .......... પણ બીજા પાંચેક જૈન સાધુઓ એવા આધારભૂત હતા.” જૈન સાધુઓ જેટલી સાહિત્યધારા ટકાવી શક્યા તેનો કોઈ અંશ પણ અન્ય વિદ્વાનમાં કેમ ન દેખાય ? તેઓ કયાં ભરાઈ બેઠા હતા.” જૈન ગ્રંથકારોની ભાષા તેમના અસંગ જીવનના બળે શુદ્ધ અને સરળ રૂપે તેમના સાહિત્યમાં સ્કૂરે છે, ત્યારે આખા દેશના પ્રાચીન ભીલ આદિ અનાર્ય જાતિઓ અને રાજકર્તા મુસલમાન વગ એ ઉભયના સંસર્ગથી બ્રાહ્મણ વાણિયાઓની નવી ભાષા કેવી રીતે જૂદું ધાવણ ધાવી બંધાઈ એ પણ તેમના આ ભ્રમણના ઇતિહાસથી સમજશે. એ સાધુઓની અને આ સંસારીઓની ઉભયની ગુજરાતી ભાષા જુદે જુદે રૂપે બંધાવા પામી.” | “શતક ૧૫ મું (ઉત્તરાર્ધ). પાટણ નગરમાં જૈન સાધુઓ પ્રથમની પેઠે પાછા કંસ્કૃત પ્રાકૃતમાં સાહિત્યને રચવા લાગ્યા હતા અને રાજકીય સ્થાન મટી એ પણ તે તીર્થ નહિ તે તીર્થ જેવું જ આ સાધુઓએ કરેલું જણાય છે.”
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy