________________
સાહિત્યના ઉપાસકેએ ધ્યાનમાં રાખવાનું છે કે પ્રાચીન કાવ્યમાળા અને અન્ય કાવ્યદેહનાદિમાં જેન સિવાય બીજા જે જે કવિઓનાં કાવ્ય પ્રગટ થયાં છે તેમાં શબ્દાદિ પરત્વે સમાચિત ફેરફાર સંશોધકોએ કર્યો છે; તેજ ઉચિત ફેરફાર સંશોધકો ધારત તે જૈન વિદ્વાનોને આમંત્રી તેઓની સહાયતા વડે કરી શક્ત.
કવીશ્વર દલપતરામભાઈ એમ પણ એક ઠેકાણે લખે છે કે “ચારસે વરસ ઉપ૨ના અને આ વખતના (સને ૧૮ડર ના ગુજરાતના કવિઓની ભાષામાં કંઈ વધારે ફેરફાર થયા નથી પરંતુ સ્વ. સાક્ષર નવલરામભાઈ લખે છે કે “ઘણાના ધારવામાં એમ છે કે ગુજરાતી ભાષા હાલ જેમ બેલાય છે તેમ નરસિંહ મહેતાના વખતથી બેલાતી આવે છે. પણ એ દેખીતીજ ભૂલ છે. એટલાં વર્ષ સુધી ભાષા વિકાર ન પામે એ જનવભાવ અને સઘળા દેશની ભાષાઓના ઇતિહાસથી ઉલટું છે.” સંશોધકેએ નરસિંહ મહેતાનાં કાવ્યે સુધારીને પ્રગટ કર્યા જણાય છે.
રાગુકદેવી અને રાખેંગારના બોલાતા દુહાઓમાં મૂળ કરતાં કેટલે બધે ફેરફાર થઈ ગયા છે તે નીચેના દુહાઓ પરથી જણાશે જે કે મૂળ દુહા પણ સં૧૩૪૭માં - રચાયેલા એક ગ્રંથમાંથી લીધા છે. તેથી ઈ. સ૦ ના ૧૧ મા શતકમાં બોલાતા ખરેખર દુહા છે તેથી પણ જૂની ભાષામાં બેલાતા હશે.
રાણ સબ્ધ વાણિયા, જે સલુ વડુહ સેડિ; કાંહ વણિજડુ માડિઉં, અમ્મીણ ગઢ હડિ. તઈ ગડુઓ ગિરનાર, કાંહુ મણિ મત્સર ધરિવું;
મારીમાં રાખેંગાર, એક સિંહરૂ ન ઢાલિઉ. હાલ બોલાય છે તે અમારા ગઢ હેડ, કેણે તંબુ તાણિયા;
સારો માટે શેઠ, બીજા વર્તાઉ વાણિયા. ગોઝારા ગિરનાર, વળામણ વેરીને કિયે;
મરતાં રાખેંગાર ખરેડી ખાંગે નવ . અપભ્રંશ ભાષાના વ્યાકરણમાંથી ઉદાહરણ લઈએ.
દૈ લા મઈ તુહ વારિયા, મા કુર હિમાણુ નિએ ગમિહિ રાડી, દડવડ હેહિ વિહોણુ. પભણે મુંજ મૃણાલવઈ, જુવણ ગિઉ મઝુરિ;
જઈ સક્કર સયખંડ ધિય, તોય સમિઠ્ઠી ભૂરિ. સંશોધકે એ દેહા સમજાય તેવી ભાષામાં નીચે મુજબ લખ્યા છે.
હેલા મેં તને વારિ, મા કર લાંબું માન; નિદ્રાએ રાત્રી જશે, ઉતાવળું થશે વહાણું. મુંજ ભણે હે મૃણાલવતિ, જોબન ગયું ઝુરેમાં; જદિ સાકર શતબંડ થઈ. તેય ઘણી વિડી.