SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ જેને કેફિરન્સ હેરડ (જુલાઈ . (ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિષમાં વંચાયેલો નિબંધ. ) જૈન ગુજરાતી સાહિત્ય. (લખનાર-પટલાલ કેવળચંદ શાહ–રાજકોટ) જૈન ગુજરાતી, પારસી ગુજરાતી, ઈત્યાદિ ભાગ પાડવા એ ઈષ્ટ નથી. તથાપિ 1ષ્ણવ ગુજરાતી સાહિત્ય, વેદાંતી ગુજરાતી સાહિત્ય. છેવ ગુજરાતી સાહિત્ય વગેરે શબ્દપ્રયોગ થવાને બદલે તે બધું જેમ ગુજરાતી સાહિત્યને નામે ઓળખાયું તેમ જૈન સાહિત્યના સંબંધમાં બન્યું નહિ. વિક્રમની વીશમી સદીના ગુજરાતને બેએક વેઢાને સિવાયના બીજા વિદ્વાનોએ એ સાહિત્યની કશી લેખવણી કરી નહિ, તેથી જૈન ગુજરાતી સાહિત્ય એ શબ્દપ્રયોગ કરી એ સાહિત્યને અહીં ઓળખાવવું પડયું છે. - બીજા લે છે સાથે સરખાવતાં મારો લેખ નિરસ લાગશે, તથાપિ “વથા વતની છે મે શુભ કાર્યમાં યથાશક્તિ ઉદ્યમ કરવોજ ” એ મહાવાક્યને અનુસરી મેં આ લેખ ખવાનું સાહસ કર્યું છે. “ માતૃભાષાની સમૃદ્ધિ વધારવા યથાશક્તિ ઉદ્યમ કરે બે ધર્યું કાર્ય છે. એ ધમ્ય કાર્યમાં કીર્તિની અપેક્ષા કે ઉપેક્ષાને પ્રસંગ જ નથી.” * ચણાતા સાહિત્યમંદિરમાં બે ઇંટ મૂકવા જેટલું થાય તો એ ઘણું છે, અગર છેલ્લે પાટીના ટોપલા ઉંચકી કારીગર કને લઈ જવામાં પણ ધર્મ છે. ” - કવિ દલપતરામે કાવ્યદેહનની પ્રસ્તાવનામાં જુદા જુદા કવિઓના સંબંધમાં ઈક કહ્યું છે. તેમનાં નામ માત્ર પણ સંભાર્યા છે. ત્યારે જૈન કવિઓ સંબંધી એક અક્ષર પણ લખ્યા નથી. કાવ્યદેહનના ૧લા ભાગમાં જ્યારે ત્રીશ કવિની કવિતાઓ ધી છે ત્યારે તેમાં માત્ર એકજ જૈન કવિતા દાખલ થવાને ભાગ્યશાળી થઈ છે. જ પ્રમાણે કાવ્યદેહનના બીજા ભાગનું સમજી લેવું. આપણે એમ માનીએ કે નિ કવિની કવિતાઓ કે ગ્રંથની કઈ પણ વિશેષ હસ્તલિખિત પ્રતે તેમના હાથમાં માવી નહિ હોય; પરંતુ તેમ નથી. તેઓશ્રી કાવ્યદેહનના પૃ. ૧૫૩ મે જણાવે છે કે “ બીજા હિંદુઓ કરતાં જેનના જતિઓએ ચેલા ગુજરાતી ભાષાના થે ઘણું છે પણ તેમાં માગધી ભાષાના તેમ બીજા તરેહવાર શબ્દો આવે છે માટે મિ ગાઝી કવિતા તેઓની લીધી નથી. “આ લખાણ એમ બતાવે છે કે જૈન કવિની વતા સમજવા તે વખતે વિશેષ પ્રયત્ન થયે નથી - જૈન કવિઓ સિવાય બીજા કવિઓનાં કાવ્યમાં અન્ય દષ્ટિએ તરેહવાર શબ્દો વા છતાં તે કોના સંશોધકોએ એ કાવ્યને પ્રસિદ્ધિ આપી. એનું કારણ એ હોઈ કે કે એ કાળે તેમના ધર્મને લગતાં અગર પરિચિત હતાં. એ સંશોધકોમાંથી ઈ જૈન નહોતા વણી એ પણ બનવા જોગ છે કે “જૈન” પિતાને કુળધર્મ ન કરવાથી પિતાના સ્વાભાવિક ધર્મ સંસ્કારને લીધે ઝટ લઈને ન સમજી શકાય એવાં ન કાવ્યોની એ સંશોધકોએ કદાચ ઉપેક્ષા પણ કરી હોય.
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy