________________
૧૯૫૦)
સિદ્ધિવુિં ગણિ.
ટિક જેવા આત્માને પાપનો પટ દઈ મલિન કરી નાંખે છે. અને જ્યારે જરાવસ્થ આવે છે ત્યારે સર્વે ઇંદ્રિયે શિથિલતાને પામી જાય છે. શરીરના સાંચાઓ પોતપોતાન કાર્યો કરવામાં પ્રમાદી બની જાય છે, અને અવયવે તે એવા નરમ પડી જાય છે ! લાકડીના ટેકા સિવાય ચાલી શકાતું નથી. સદા કાળ ખાટલાનું સેવન કરવું પડે છે ઘરમાં સ્ત્રી પુત્રી સારસંભાળ લેતા નથી. આ કયારે મરે અને પીડા ટળે, વેઠ ઓછી થાય એમ સર્વે કંટાળી જાય છે; અને જયારે અણચિંતવ્યું, અણધાર્યો કાળ આવીને ઘેરે છે ત્યારે કદાપિ જે વજને શત કિલ્લા કરાવી તેની અંદર રહીએ તેપણ કાળ તે મૂકતો નથી. તે વખતે માતા, પિતા, પુત્ર સ્ત્રી અને સ્વજન કુટુંબ પરિવારાદિર છોડીને ચાલ્યા જવું પડે છે. તેમજ તેમાંથી કઈ પણ કાળના વિકાળ પંજામાંથી બચાવી શકતું નથી; અને પામેલા દુર્લભ્ય માનવ જન્મનું હું કાંઈ પણ સાર્થક કરી શકતે નથી. સંસારમાં રહેલા દરેક જીવો છેડી પણ મુસાફરી કરવી હોય તો ભાતું સાથે લે છે. પરંતુ જે મુસાફરીમાંથી પાછું કૂવાનું નથી તે મુસાફરીમાં કોઈ પણ ભાતુ પરભવને માટે બાંધી શકતા નથી અને મધમાખીની સ્થિતિને પ્રાપ્ત કરી હાથ ઘસતે પરભવમાં ચાલ્યો જાય છે. મધની માખી સર્વદા સતત પ્રયાસ કરી મધ મેળવે છે તે તેને નથી ખાતી કે નથી દાન દેતી જ્યારે કેઈ લુંટારો આવી તેનું સંગ્રહ કરેલું મધ હરી જાય છે-લઈ જાય છે ત્યારે તે ઘરબાર વિનાની બની હાથ ઘસતી રહે જાય છે. તેમજ જ્યારે કાળ અચિંતવ્યો આવે ત્યારે પ્રિય ગણાતા માતા, પિતા પુત્ર, મિત્ર, કલત્ર, સ્ત્રી વિગેરે કોઈ પણ સાથે આવતા નથી; અને પ્રિય વસ્તુઓને ત્યાગ કરી જીવ એકલેજ પાપપુન્યને ન્યાય લેવા કુદરતી કોર્ટમાં ચાલ્યો જાય છે. '
માટે પિતાજી, કહે કે, કયા સમયે મનુષ્ય પોતાની પરભવની મુસાફરી કરવા ભાતું બાંધવું જોઈએ. માટે મને મારી પરભવની મુસાફરીમાં સુખકારક થાય એવું ભાતું બાંધવા માટે તત્પર થવા દે, આ અમુલ્ય સમય મારે માટે સાનૂકુળ છે સગવડતા ભરેલ છે.
પિતાજી, આપ સમજુ છતાં પણ શા માટે મોહમમતાનાં આવરણમાં લપટવે છે. મૃત્યુ નથી વાર જોતું કે નથી સમય જોતું. તેમજ મુહુત પણ નથી જોતું. તે સમયે ધન દોલત, ધાન્ય, સુવર્ણ ઈત્યાદિ અનેક જાતની પ્રિય વસ્તુ કે જેના ઉપ જીવને બહ મમતા હોય છે તે તે ઘેર જ રહેનાર છે. સ્ત્રી વિસામા સુધી વળાવવા આ વનાર છે. સગાં વહાલાં સહુ સ્મશાન સુધી સાથે આવવાનાં છે. કયા ચિતામાં બની સુધી ટકવાની છે. પછી બળી જાળી ભમવત્ બની જવાની છે. રાખ થવાની છે. રે જગ્યાએ ઘાસ ઉગશે અને તે ઘાસ ઢોર ચરશે. અને આખરે જીવડે એક જ જવાને છે. તો મિથ્યા મારૂં મારૂં કરી, મેહ મમતાની માયિક જાળમાં સપડાઈ શામાં સંસારના કાદવમાં ખુંચવું અને ખુંચાવવું ? • પિતાજી, આત્માનું કલ્યાણ અને માનવજન્મનું સાર્થક કરવા પ્રવર્તેલા પુત્ર આપે સહાય આપવી જોઈએ કે, તેમાં અંતરાયભૂત થવું જોઈએ?
(અપૂર્ણ)