________________
જૈન કોન્ફરન્સ હેરલ્ડ
( જુલાઇ
પિતાજી, મારી માતાએ કહેલાં વચનને પશ્ચાત્તાપ તેમણે ન કરવા જોઇએ. ખલ્કે ખુશી થવુ જોઇએ. કારણકે તેએનાં વચને મને સંસારના ભયંકર ગ્રૂપમાં પડેલાને ખાહેર કાઢવાને સમ થયાં છે.
મારી સ્ત્રી પણ દુઃખી થઇ હશે. પરંતુ દુઃખ કરવા જેવુ કાંઇ નથી. કારણકે મનુષ્ય પ્રારબ્ધથી સુખ દુઃખ મેળવે છે. મે તેને સ્ત્રી તરીકે સ્વિકારી તિરસ્કાર કરૂ છુ, પરંતુ મારે મારા આત્માને સુખી કરી પછી બીજાના આત્માને સુખી કરવા જોઇએ. પરંતુ અત્યારે તે હું મારા પોતાના આત્માને સુખી કરવાને માટે ભાગ્યશાળી નથી બન્યા તેા બીજાને શું સુખી કરૂ? એટલું તે જરૂર છે કે તેને દુઃખ તે તેના કર્માધારે થયુ છે. પરંતુ હુ એક નિમિત્તભૃત છું. માટે મારી તરફથી તેને કહેશે કે સહુ સ્વાનુ સગુ છે. માટે તમારે પણ આત્માનું કલ્યાણ થાય તેવા મા તમે લેજો અને જેમ સુખ સપાદન થાય તેમ કરજો.
સંસારમાં સ્વજન કુટુંબ પરિવારાદિ સહુ સ્વાર્થના સગાં છે. જીવ સર્વે પાતાનુ ગણે છે, પરંતુ તેનુ કેાઇ નથી. પુણ્ય, પાપ, શુભાશુભ ધર્મ, કમ એજ ફક્ત જીવના છે. તેજ સાથે ચાલવાના છે. સ્વાર્થ ન સધાય ત્યાં સુધી જીવનું અને પછી અન્યનુ છે. આ સંસારના માર્ગમાં જતાં વૃક્ષની શીતળ છાયા તળે મુસાફરો ભેગા થાય છે. મેળામાં દેશ દેશના લેાકેા એકઠા મળે છે. તેમજ વૃક્ષની ઉપર રાત્રીએ પક્ષીઓ એકડા થાય છે. તેમજ જુદી જુદી વખતે જુદી જુદી ગતિમાંથી આવી આ કુટુંબ પિર વાદ્વિ એકઠા થયા છે. જેમ વૃક્ષની તળે બેઠેલા મુસાફી પાછા પેાત પેાતાના માગે ચાલ્યા જાય છે, તેમ પરભવમાં સ્વજન કુટુંબ પરિવારાદિમાં ભેગી મળેલી વ્યક્તિએ પશુ પૃથક્ પૃથક્ તિમાં ચાલી જવાની છે. મેળામાં એકઠા મળેલા લેાકેા જેમ સા કાઇ મેાડા વહેલાં વિખરાઈ જાય છે તેમ પૂના પ્રાપ્ત કરેલા આયુષ્યના પ્રમાણમાં વહેલા મેડા સહુ કેઇ વિખરાઇ જવાના છે. વૃક્ષની ઉપર રહેલાં પક્ષીએ પ્રાતઃકાલ થયે ચારે દિશામાં ઉડી જાય છે. તેઓ કયાં ગયાં તેની ખબર પડતી નથી. તેમ પ્રભવમાં ગયેલા કુટુંબીઓ પણ ચાર ગતિ (દેવ, મનુષ્ય, નારકી, અને તિચ) માંથી કઈ ગતિમાં ગયા તેની ખબર પડતી નથી. તેમજ આ વાતમાં આપ શા માટે મને મુઝવણમાં નાંખે છે ?
હવે હું કાઈ પણ પ્રકારે સસારમાં આવવાની ઇચ્છા રાખતે નથી. માટે કૃપાળુ પિતા, મને મળેલા માનવજન્મની સાકયતા કરવા, અને ધર્મ સાધન કરવામાં આધારભૂત એવી દીક્ષા લેવાની આજ્ઞા આપેા.
શુભકર—પુત્ર, તારું આ સમય ચારિત્ર લેવાના નથી અને તારા ઉપર મને મમતા ઉત્પન્ન થયેલી હાવાને લીધે તારી માગણી મજુર કરી શકતા નથી.
સિદ્ધ—પરમકૃપાળુ પિતા, મેં જન્મ, જરા અને મરણનાં દુઃખાને અનુભવેલાં છે. માતાના ઉદરમાં નવ માસ ઉંધે મસ્તકે રહી વી પાન કરી દુઃખમય સમય કાઢચે છે. ખાળકપણું બાળકના વૃંદોમાં રમત રમી, હસી, ખેલી, કુદીને ગુમાવ્યું છે. તરૂણપણું તારૂણીની વિષયી જાળમાં લપાઈ અને દ્યુતના દુસનમાં ફસાઈ ગુમાવ્યું છે. ફ્