________________
૧૯૧૨)
ગુણાનુરાગ કુલકર
.
(૧)
શ્રી જિનહર્ષ ગણિ પ્રણત
गुणानुराग कुलक.
ગદ્યપદ્યમાં ભાષાંતર. (લખનાર-પપટલાલ કેવળચંદ શાહ–રાજકોટ)
सयल कल्लाण निलयं, नमिऊणं तित्थनाहपयकमलं परगुणगहण सरूवं, भणामि सोहग्ग सिरिजणयं---१ સે કલ્યાણક સ્થાન જે, નમું એંમ અરિહંત; પરગુણ ગ્રહણ સ્વરૂપને, કહેવા રાખું ખંત. સુભગ શ્રીકારક ગુણપ્રીતિ, શ્રી જિનહર્ષ પ્રણીત;
તીર્થનાથ પદકમલમાં, પડી વરણું શુભ ચિત. સકળ કલ્યાણના નિલય (નિવાસસ્થાન) તીર્થનાથ ભગવાનના પદકમળને નમીને સંભાગ્ય લક્ષ્મીને આપનારું પરગુણ ગ્રહણ સ્વરૂપ હું કહું છું
उत्तम गुणाणुराओ, निवसई हिययंमि जस्स पुरिसस्सः आ तिथ्ययर पयाओ, न दुल्लहा तस्स रिद्धीओ-२ ઉત્તમ ગુણી જને પરે, જે રાખે અનુરાગ; તીર્થકર દુર્લભ પદે ચડશે તે મહાભાગ. ગુણ પ્રીતિ હૃદયે વસી, સહુ રિદ્ધિ સુસાધ્ય;
દુર્લભ હોય તેય પણ, મળતી તેહ અબાધ. જે પુરૂષના હૃદયમાં ઉત્તમ ગુણાનુરાગને વાસ હોય છે તે પુરૂષને ઉંચામ ઉંચી તીર્થકર સુધીની પદવી મળવી મુશ્કેલ નથી.
ते धना ते पुन्ना, तेसु पणापो हविज महनिच्च जेसिं गुणानुराओ, अकित्तिमो होई अणवरयं-३ ધન્ય ધન્ય એ પુરૂષને, ધન્ય પુણ્યાત્મા એહ; રાખે નિત્ય ખરેખરી, ગુણપર પ્રીતિ જેહ... નમસ્કાર કરતો રહું, એવા જનને નિત;
ગુણાનુરાગી છવ સહુ, પ્રસંશનીય ખચિત. જેમને હમેશાં ખરે ગુણાનુરાગ રહે છે તે પુરૂષને ધન્ય છે. એવા પુણ્યશાળી જીને મારા સદા પ્રણામ (નમસ્કાર) હેજે.