________________
૪૮)
જૈન કોન્ફરન્સ હેરલ્ડ
(જુન
પુનઃ પુન: પ્રાના કરૂ છું કે, મારા દુરાચારી પુત્રને સદાચારી બનાવી શ્રાવકનાગૃહસ્થ ના સંપૂર્ણ પણે અધિકારી કરે એમ હું આપને વારંવાર વિનતિ સવિનવુ છુ. મુનિ–શ્રાવકજી, તમારા પુત્રને અમે દીક્ષા આપી નથી. તમારી આજ્ઞા મેળવ્યા વેના દીક્ષા આપવી એ કાઇપણ રીતે અમેને ચિત્ત નથી. માતા પિતાની આજ્ઞા કીધા વિના આળ અથવા તરૂણૢ શ્રાવકોને દીક્ષા આપવી એવી શાસ્ત્રાજ્ઞા નથી. આ તમારા પુત્ર સિધ્ધે સાહસથી દીક્ષા લેવાને વિચાર કર્યા હતા. પરંતુ અમે એને પ્રથમથીજ કહેલુ છે કે તારા માતા પિતાની રજા સિવાય અમે તને દીક્ષા આપવાના નથી.
શુભંકર—( સિદ્ધ પ્રત્યે ) વત્સ, આપણે ઘેર ચાલ, તારી માતા અને તારી સ્ત્રી તારા દર્શન ન થવાને લીધે બહુજ ચિંતાતુર છે.
સિધ્ધ-( પિતા પ્રત્યે ) પિતાજી, હવે હુ ગૃહાવાસમાં આવવાને નથી. સંધ્યાના રંગ જેવી ચપળ, વિજળીના ચમકારાની માફક ચંચળ, પાણીમાં રહેલી માછલીની જેમ તહીથી અહી અને અહીથી તહીં એમ અનેકવાર ઘડીએ ઘડીએ પૃથક્ પૃશ્ સ્થળે ભ્રમણ કરનારી, આમતેમ સદા જે ભ્રમણજ કર્યા કરે છે, એવી લક્ષ્મીની મમતાજાગને મે છેદી નાંખી છે. માતા, પિતા, સ્ત્રી, પુત્ર અને સ્વજન પરિવારાદિથી મારૂ મન વરામ પામી ગયુ છે. દુ:ખ દેનારા ક્ષિણિક સુખા ઉપર મારૂ મન માનતું નથી. ચંદ્રના ધનુષ્ય જેમ, સાયંકાળના રંગની માફક, ડાભની અણુિ ઉપર રહેલા જળબિંદુ સમાન આ અનિત્ય દુઃખદાયી સસારમાં હું કેમ રાચુ ? એવા સંસારમાંથી મુક્ત થઇ નિવૃત્તિ પામી જે આ સંસાર અસાર કહેવાય છે તેમાંથી સાર કાઢવાને મારી મનેવુત્તિએ આતુર થઇ રહી છે.
પિતાજી, હવે હું દીક્ષા લઇ મારા આત્માને કૃતાર્થ કરવા ચાહુ છું. માટે મને આપ દીક્ષા લેવાની રજા આપે!; અને મારી માયાળુ માતાજીને મારી તરફથી કહેજો કે તમારૂં વચન મને આ સંસારસાગરમાંથી તારનારૂ થયુ છે, તેથી તેમને વારવાર્ ઉપકાર માનુ છું. આ દુરાચારી પુત્રે જુગારમાં આસક્ત થઈને તમે તે સર્વે ને પીડયા છે તેને માટે મને ક્ષમા આપશે અને મને આભવ પરભવમાં સુખકારક એવી દીક્ષા લેવાની રજા આપે
શુભકર—વત્સ, તારી માગણી અમારાથી માન્ય થઇ શકે તેમ નથી. તુ ઘેર આવ અને તારી ઈચ્છા પ્રમાણે મનમાનતા સુખ ભાગવ, અને તારી ઇચ્છા પ્રમાણે વ. સિદ્ધ—પિતાજી, સંસારરૂપી દુઃખદરિયાથી તારનારી અને સુખ આપનારી મારી માગણી આપ કેમ કબુલ રાખી શકતા નથી ? આપ મને ગૃહાવાસમાં લઈ જવા ચાહા છે, પણ હવે મારે ગૃહાવાસમાં આવવુ નથી. પિતાજી, આપના વિચારે જ્યારે મને સંસારમાં નાંખવાના છે ત્યારે મારા વિચાર સંસારથી વિરામ પામી મેક્ષના સુખ સંપાદાન કરવાના છે તે આવે! અયોગ્ય ચાગ કેમ બનશે ? મારે મારૂં જીવન ચારિત્રમાંજ સમાપ્ત કરવાનુ છે. આજ પર્યંત મેં જે જે દુરાચારે સેવ્યા છે, અયેાગ્ય કાર્યો કર્યા છે, અનાચાર સેવ્યા છે અને વિપરીત આચરણેા આચર્યા છે ઇત્યાદિ સર્વે પાપાની આલેાયણા ચારિત્રદ્વારાએ લઇ આ જી ંદગીના અંત નિવૃત્તિ જીવનમાંજ લાવવાના મારે નિશ્ચય છે.
(અપૃ.)