________________
૧૯૧૦)
ધર્મ નીતિની કેળવણી.
હોવું જોઈએ. શ્રાવકની વ્યાખ્યા શાસ્ત્રકારે એમ નથી કરી કે “શ્રાવક તે જે કરે ક્રિયા પણ એમ કરેલ છે કે “ શ્રાવક તે જે જાણે તત્વ.”
(૨) પ્રતિકમણનું કાર્ય શું છે ? આરાધનાનો-મેક્ષને-જે માર્ગ છે તે માર્ગથી ચૂકે અવળે રસ્તે આપણે ઉતરી ગયા હોઈએ તેને પશ્ચાતાપ કરી પાછું માર્ગસન્મુખ થવું છે પ્રતિકમણ. હવે જેણે માર્ગ શું છે તે જાણ્યું નથી, એટલું જ નહિ પણ તે સમજી શકવાન શકિત પણ નથી, તેની પાસેથી પરાણે પ્રતિક્રમણ ગોખાવીને કરાવવું તે યોગ્ય નહિ કહેવાય સમકિત વિનાની કિયાથી પૂણ્ય છે એ ખરું, પણ જે તે સમયે મનના પરિણામ સારા હોય તો. જે પરિણામ સાવદ્ય હોય તો પાપ થાય કે નહિ ? અવશ્ય થાય જ. માટે બુદ્ધિનો કાંઈક પણ વિકાસ થાય, સારાસાર સમજવાની શકિત કાંઈક પ્રકટે કે પ્રકટતી હોય ત્યારથી એ વિષયને શરૂઆત કરવી લાભકારક થાય. તે અગાઉ વિદ્યાર્થીના મન પર તે વિષય નકામો બજારૂપ છે આ પ્રમાણે યોગ્ય સમયે એ વિષયની શરૂઆત થશે તે વિધાર્થી તેનું રહસ્ય સમજી શકશે અને તેથી કંટાળશે નહિ. . (૩) પ્રાથમિક શાળાઓમાં કિશોર વયના બાળકો ઉપર પ્રતિક્રમણ સૂત્રોનું ગોખણ સ્ત્રી ભારે બજારૂપ છે. મેટ્રિકની પરિક્ષા માટે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેઓ ઘેર દરરનું ૩ થી ૪ કલાક વાંચે તે તે પૂ તું ગણાય છે. જ્યારે આપણી ધાર્મિક શિક્ષણ આપનારી શાળ
ના મેટ્રિકની નીચેના ધોરણોના વિધાથીઓ ઘેર દરરોજ ત્રણ ચાર કલાક અભ્યાસ કરે છે છતાં તેમનાથી ગૃહપાઠ સંતોષકારક રીતે તૈયાર નથી થઈ શકતા. ઉંચા ધોરણના સિંખ્યાબ જૈન વિદ્યાર્થીઓ પન્નાલાલ હાઈકુલમાં નહિ જતાં, ન્યુ હાઇસ્કુલ, એલાનેડ હાઈસ્કુલ વિગે રેમાં જાય છે તેનું કારણ પણ એજ છે. સમજણ વિનાનું ગોખણ કરાવવાથી જ વિદ્યાર્થીઓને ધર્મપર અભાવ આવી જાય છે અને તેને પોથી માંહેલા રીંગણાવતું માને છે. આમ શિક્ષણ પદ્ધતિના દેવને લીધે ધર્મશિક્ષણપર દેવ આવે છે.
નાની ઉમરે પ્રતિક્રમણ ગોખાવવાથી વ્યવહારમા ઇષ્ટ ફળ આવતું નથી, તેજ સૂચવે છે ? એમ કરવામાં ભૂલ થાય છે. મુંબઈમાં આશરે ચાર નાનાં બાળકોને પ્રતિકમણને મુખપા કરાવવામાં આવે છે, છતાં એક “આવશ્યક” તરીકે તેમાંથી ભાગ્યે દશેક છોકરા તે ક્રિયા કરે છે બાકીના દરરોજ કરતા નથી. વળી આ સૂત્ર વિના સમજે ગોખેલા હોવાથી તથા તેમને દર રે જ ઉપયોગ ન થવાથી, આ વિધ્યની સમાપ્તિ થતાં યા હાઈસ્કૂલમાં પ્રવેશ કરવાની સાથે ! ભૂલી જવાય છે. એક વર્ષ પછી એક સૂત્ર પણ આખું યાદ નથી હેતું એવા વિઘાથી એ આપણે નજરે જોઈએ છીએ. હાલના દેશકાળના સંજોગોમાં નિવૃતિ વિનાના માણસથી એ બાળથી તેમાં ખાસ કરીને મુંબઈ ક્ષેત્રમાં, દરરોજ બે વખત નિર્ણિત સમયે પ્રતિક્રમણ થા શકવું અશક્ય છે. સૂર્યોદય પહેલાં ઘણે ભાગે બાળક ઉઠતો નથી, અને સાંજના ભાગમાં શાળા માંથી છુટવા પછી મેદાનમાં ક્રિકેટઆદિ રમવું તેને વધારે આવશ્યક તથા પસંદ પડે છે. આ દરરેજ પ્રતિક્રમણ કરવાની ટેવ ન હોવાથી ઉક્ત સે કાળક્રમે ભૂલાઈ જવાય છે. |
(૪) મોટી ઉમ્મર થતાં માણસમાં ગોખવાની શક્તિ રહેતી નથી માટે નાનપણમાં પ્રતિકમણ સૂત્રો ગોખાવી નાખવાની જરૂર છે એમ જે કહેવામાં આવે છે તે યથાર્થ નથી