________________
ઉ૦ )
ધમે શિક્ષણમાં પ્રતિક્રમણ સૂત્રોનું સ્થાન.
વૃતિ હોય તે બધું થઇ શકે છે મોટી ઉમ્મરે નવ દીક્ષિત થતા પુરૂષે પ્રતિક્રમણ મહેઢે કરી લે છે. બૈરાંઓ પણ મેરી ઉમ્મરે તેમ કરી લે છે. નાટકોમાં મોટી વયના માણસે પણ પિતાના પાર્ટ માટે કરી લે છે. ઉલટું સમજ્યા વિનાનું બાળપણમાં ગોખણ કરવું તે બહુ મુશ્કેલ છે, સંસ્કૃત ભાષાનું થોડું ઘણું જ્ઞાન થતાં સમજીને તે વધારે સહેલાઈથી મોઢે થઈ શકે તેમ છે. મેટ્રિક તેમજ એલ્. એ. બી. જેવી ઉચ્ચ પરીક્ષાઓ માટે પણ વિદ્યાર્થીને કેટલું બધું મેઢે રાખવું પડે છે એ વાત અત્રે સ્મરણમાં રાખવા જેવી છે.
(૫) કિશોર વયમાં સમજ વિનાનું ગોખણ કરાવવું એ શિક્ષણશાસ્ત્રના નિયમથી વિરુદ્ધ છે. તેથી બુદ્ધિમંદતા થાય છે એમ માનસશાસ્ત્રનો સિદ્ધાંત છે.
(૬) સંસ્કૃત યા ભાગધીના થોડા ઘણું જ્ઞાન વિના, વિદ્યાર્થીઓને અપરિચિત એવી માગધી ભાષાના પ્રતિક્રમણ સૂત્રોનું ભાષાજ્ઞાન (અર્થાદિ ) કરાવવાની શરૂઆત કરવી તે શિક્ષણ શાસ્ત્રના નિયમથી વિરૂદ્ધ છે.
(૭) ફ્રેબેલ જેવા સમર્થ શિક્ષણવત્તાના સિદ્ધાન્ત પ્રમાણે–
" It is a grave error to attempt to give the child in any stage of its devoiopment ethical training or rules of conduct belonging rightfully to a later stage."
/*મતલબ કે-બાળકના વિકાસની કોઈપણ ઉતરાવસ્થાને યોગ્ય વર્તનના નિયમો યા નીતિશિક્ષણ તેને તેની પ્રથમાવસ્થામાં આપવાનો પ્રયત્ન કરવો તે એક ગંભીર ભૂલ છે. '
(૮) પિતે પિતાના માટે જાતે વિચાર કરી સારાસાર સમજી શકે એવી શક્તિ કાંઈક પણ ખીલેલી નથી હોતી તેટલા સુધી બાળક ઘણે ભાગે “વૃતિ” (impulse) ને અધીન વર્તે છે; અને તેટલા સુધી “ નિયમન” ની ખાસ કરીને તેને માટે જરૂર છે. આ અવસ્થાના વિદ્યાર્થીના વર્તનનું અવલોકન કરી જેશે તે જણાશે કે તેમને વારંવાર નીતિનો ઉપદેશ આપ્યા છતાં ખરે પ્રસંગે વ્યવહારમાં તેઓ વૃતિને અધીન થઈ જાય છે, એ સમયમાં ઉપદેશ માત્રથી તે સદાચરણી બને તેમ નથી. ઉપદેશને પરિણામે તેને પિતાના મન પર કાબુ રાખવાની શકિત પ્રગટ થવી જે-એ. તે શકિત પ્રગટ થયા પછી જ તે નીતિન હાલતાં ચાલતાં ભંગ કરતું નથી. બળવાન સંજોગોમાં ત્યાર પછી પણ નીતિભંગ થવાનો અવકાશ રહે છે. આ કાળમાં–જ્યાં સુધી વૃતિ સર્વોપરી સત્તા ધરાવે છે ત્યાં સુધી-વિદ્યાર્થી પાસેથી બહુ સંભાળીને કામ લેવાનું છે, એ અવસ્થામાં ઘણે ભાગે જે દેથી તે અપરિચિત હોય તેવા દે વિષે કાંઈ પણ વાત તેની પાસે કરવી, તેનું નામ પણ દેવું, એ તેને તે દેવનું ખાસ જ્ઞાન કરાવવા સરખું છે. તેથી ઉલટું નિષેધ કામ કરી જોવાની-અનુભવવાની-કુતુહળ વૃતિ તેને થાય છે, અને જે કામ કરવાની ના કહી હોય તે કામ બાળક જાણી જોઈને કરે છે ઍડમ અને ઈવની કથાનું પણ આજ તાત્પર્ય છે. માટે એ અવસ્થામાં બાળકના હાથમાં જે પુસ્તક મૂકાય તેમાં મધુનાદિ વાતને સમાવેશ નજ હેવો જોઈએ. પ્રતિક્રમણ સૂત્રોમાં તમામ પ્રકારના દે ગણાવવામાં આવેલ છે, માટે તેનું શિક્ષણ કિશોર વયમાં વિધાર્થીને આપી ન શકાય.