________________
ધર્મ શિક્ષણમાં પ્રતિક્રમણ સૂનું સ્થાન.
ચંદા
ચંદ્રા
તાગમ જાણુંગ તરે બહુ જન સંમત જેહ, મૂઢ હઠી જન આદરે સુગુરૂ કહાવે તે રે, આણુ સાધ્ય વિના ક્રિયારે લેકે મારે ધર્મ, દંસણ નાણું ચરિત્રનેરે મૂલ ન જાણે મર્મ રે, ગછ કદાગ્રહ સાચવે માને ધર્મ પ્રસિદ્ધ, આતમ ગુણ અકવાયતારે ધર્મ ન જાણે શુદ્ધ રે, તવરસિક જન છેડલારે બહુ જન સંવાદ, જાણો છો જિનરાજોરે સઘલે એ વિવાદે રે,
ચંદ્રા
ચંદ્રા
આટલી ચર્ચા ઉપરથી સ્પષ્ટ સમજાયું હશે કે શાસ્ત્રોમાં જણાવેલ નિયમ “પહેલું જ્ઞાન ને પછી ક્યા” એજ ત્રિકાળ સત્ય છે. ત્યારે હવે પ્રશ્ન એ થાય છે કે પ્રથમ જ્ઞાન શું આપવું | બીજા શબ્દોમાં કહીએ તે, ધર્મશિક્ષણની શરૂઆત કેમ કરવી ? આ પ્રશ્નને વિચાર આપણે મણજ કરીશું. પણ તે અગાઉ પ્રસંગવશાતુ ધર્મશિક્ષણનો આરંભ પ્રતિક્રમણનાં સૂત્રોના મુખ. પાઠથી જે કરવામાં આવે છે તે યથાર્થ નથી તેનાં કારણે તથા ધર્મશિક્ષણમાં પ્રતિક્રમણને વૈષયનું ખરું સ્થાન કર્યું છે તેનો અને વિચાર કરીએ,
ધર્મશિક્ષણમાં પ્રતિક્રમણ સૂત્રોનું સ્થાન. નિશ્ચય નયની દૃષ્ટિએ તે જેટલા સુધી જીવ સમક્તિ પામ્યો ન હોય તથા તેણે વ્રત લવાં ન કાય તેટલા સુધી તેને પ્રતિક્રમણ ક્રિયા કરવી ન હોય. છતાં વ્યવહાર દ્રષ્ટિએ પ્રતિક્રમણ સૂત્રોનું. હસ્ય સમજવાની જ્યારે વિદ્યાર્થીમાં શકિત આવે ત્યારે તેનું શિક્ષણ આપવામાં આવે તે | યોગ્ય કર્યું કહેવાય. સમજ વિનાના ગોખણથી વિધાર્થીની માનસિક શક્તિઓનો વ્યર્થ નાશ થાય છે એમ માનસશાસ્ત્ર કહે છે. શિક્ષણશાસ્ત્રનો એ નિયમ છે કે વિધાથીને સમજ વિનાનું
ખણ કદી પણ નહિ કરાવવું. જ્યારે તેનામાં તે થિય સમજવાની શક્તિ આવે, તે ગ્રહણ કરવાની તેને અભિરૂચી થાય, ત્યારે તેને તે વિષયનું શિક્ષણ આપવું. કિન્ડરગાર્ટન પદ્ધતિ જેને બાખી દુનિયા હાલ એકમતે વખાણે છે તેનું તાત્પર્ય પણ એ જ છે કે બાળકના મનમાં પ્રથમ જજ્ઞાસા ઉત્પન્ન કરાવી પછી તેને તૃપ્ત કરવી. એ નિયમથી આપણા શાસ્ત્રકારે અજ્ઞાત ન કતા, અને તેમણે પણ એજ નિયમે ઉપદેશ આપવાનું કહ્યું છે તે આપણે આગળ જોઇશું. આ ષ્ટિએ જોતાં વહેલામાં વહેલું વિધાથી જ્યારે અંગ્રેજી પાંચમા છ3 ધોરણમાં આવે-સંસ્કૃત માવાનું તેને સામાન્ય જ્ઞાન થાય ત્યારે તેને પ્રતિક્રમણ વિષયના શિક્ષણની શરૂઆત કરવી જોઇએ બેમ અમારે નમ્ર અભિપ્રાય છે. એ સમય અગાઉ ઉકત વિષયનું શિક્ષણ ન આપવું જોઈએ તેનાં કારણે અને આપણે જોઈ જઈએ –
(૧) શાસ્ત્રમાં કયાંઈ પણ એવી આજ્ઞા નથી કે બાળકમાં વિવેકબુદ્ધિ ખીલી ન હોય જે સમયે પણ તેની પાસેથી પ્રતિક્રમણ પરાણે ગેખાવી દરરોજ કરાવવાની આવશ્યકતા છે. “પહેલું પન ને પછે ક્રિયા” એ સૂત્રમાં કાંઈ પણ સત્ય હોય તો તે બાળક માટે તે વિશેષે કરીને સંતુ