________________
૧૯૧૦ )
ધર્મ નીતિની કેળવણી.
( ૬૩
ઉતરાધ્યયનમાં જ્ઞાની કહ્યા છે. માટે આજે જે જ્ઞાનહીન હોવા છતાં ક્રિયાને આડંબર દેખાડે છે તે ઠગાઈ કરે છે. એવી બાહ્ય કરણી તે અભવ્ય જીવને પણ ઉદય આવે છે. માટે બાહ્ય કરણી ઉપર રાચવું નહિ. આત્માનું સ્વરૂપ ઓળખ્યા વિના સામાયિક પ્રતિક્રમણ આદિ જે જે ક્રિયા કરવામાં આવે છે તે સર્વે દ્રવ્ય નિક્ષેપમાં ગણાય છે.” શ્રી ગિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે “ ચારિત્ર અને જ્ઞાન વિનાનું પણ દર્શન વખાણા લાયક છે, પણ મિથ્યાત્યરૂપી ઝેરથી દૂષિત થયેલાં જ્ઞાન અને ચારિત્ર વખાણવા લાયક નથી. જ્ઞાન અને ચારિત્ર વિનાના શ્રેણિક રાજા સમ્યગ્રદર્શનના મહામ્યથી તીર્થ કરપણાને પામશે.' શ્રી ઉપદેશ પ્રાસાદમાં કહ્યું છે કે “ જે પણ સ્વયંભૂરમણ સમુદ્રના મત્સ ! માંસનું પણ તેને (શ્રેણિકને ) પચ્ચખાણ નહોતું એવો અવિરતિ હેતે છતાં પણ ક્ષાયક સમકિતના બળથી બોંતેર વર્ષના આયુષ્યવાળે વીરના જેવો આવતી ચોવીશીમાં પહેલા તીર્થકર થશે.” આજ હેતુએ સમકિતીને મોક્ષની નિયમ' કહેલ છે, એટલે તે અવશ્ય પાંચ પંદર ભવે મેક્ષ પામશે એમ કહેલું છે. જે જીવ સમ્યકત્વ પામ્યો હશે, અને વ્રત નહિ લીધાં હશે તે તેની હરકત નથી, બીજે ભવે વ્રત લઈ શકશે, પરંતુ જે આગળથી આયુષ્યનો બંધ નહિ પડી ગયો હોય તો, તેની અવશ્ય સદ્ગતિ થશે. પણ જે વ્રત લીધાં હશે અને સમ્યકત્વ નહિ હશે તો તે વ્ર તેને અધોગતિએ જતાં અટકાવી શાશે નહિ. જેઓ સાવધ આરંભથી મુક્ત થયા છે, જેઓએ ક્રોધાદિ ચાર કષાયને છાયા છે અને શુધ્ધ પંચ મહાવ્રતને પાકે છે તેઓ પણ જે તેમને સમકિત ન હોય તો કદાપિ મોક્ષે જઇ શકે નહિ એમ શાસ્ત્રવચન છે. પી આગમાં સારમાં સ્પષ્ટ કહેવું છે કે “બાહ્યકરણમાં એકાંતપણે રાચવું, સ્યાદ્વાદ સ્વરૂપનું અજાણપણું અને અંતરંગ જ્ઞાન ન હોય તે નિશ્ચય કુધર્મ છે. ”
આ બધું કહેવાનો હેતુ કાંઈ વિરતિના નિધને અર્થે નથી, પણ તેની ગંભીરતા-અદ્દભુતત બતાવવા માટે છે. વિરતિ એ તો અતિ ઉચ્ચ ને મહા કલ્યાણકારી વસ્તુ છે, અને તે કો મહાભાગ્યનેજ ઉદયમાં આવે છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે જેને વિરતિના ભાવ આવ્યા નથી, જેણે વ્રત લીધાં નથી, તેવા એક અજ્ઞાન બાળકને પ્રતિક્રમણનાં સૂત્રોનું ગોખણ કરાવવામાં આવે છે તે વિરતિ જેવી મહા પવિત્ર વસ્તુને બાળચેષ્ટારૂપ બનાવી દઇ ધર્મની હેલના કરવ સરખું છે. પ્રતિક્રમણ એ પ્રાયશ્ચિતની ક્રિયા છે અને પિતાથી અમૂક દોષથી થયેલ છે એવી જેને સમજણ આવી હોય તેને તેનું પ્રા સ્થિત કરવાનું હોય છે. જ્યારે બાળકમાં પિતાથી શુ દે થયા છે તે સમજવા જેટલો વિવેક પણ હોતો નથી. એટલું જ નહિ પણ પ્રતિક્રમણ સૂત્રો માં ગણાવેલા કેટલાક દેની તેને સમજ હોતી નથી, યા સર્વથા તેના અનુભવની બહાર છે હોય છે. છતાં તેવા અજ્ઞાન બાળકને જાણે તે તેને તાત્કાલિક ઉપયોગની બાબત હોય એ ધારી તેને ધર્મનું કાંઈ પણ જ્ઞાન આપવા અગાઉ થી પહેલાં અપરિચિત ભાષાનાં લાં ૧ લાંબાં સત્રનો મુખપાઠ કરાવી તેની મગજશક્તિને કચ્ચરઘાણ કાઢવામાં આવે છે ! પંડિત શ્રી દેવચંદ્રજીએ વિહરમાન શ્રી ચંદ્રાનન ભગવાનના સ્તવનમાં યથાર્થ કહ્યું છે કે
દ્રવ્ય ક્રિય રૂચી વડારે જાવ ધર્મ રૂચી હીન, ઉપદેશક પણ તેવારે ગ્ધ કરે નવીન –ચંદ્રાનન જિન.