________________
ધર્મ નીતિની કેળવણી.
“શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા કેલિ કરે; શુદ્ધતામે થિર બહે, અમૃતધારા વરસે”
ધાર્મિક શિક્ષણને ક્રમ.
ધાર્મિક શિક્ષણ કયા ક્રમે આપવું એ એક ગંભીર પ્રશ્ન છે; પણ તત્ત્વષ્ટિએ જતા અમને તે બહુ મુશ્કેલ નથી લાગતું. આ પ્રશ્નનો વિચાર કરતી વખતે આપણ આ વાત પણ સાથે વિચાર કરવો પડશે કે પ્રતિક્રમણ સૂત્રોના મુખપાઠથી તેની શરૂઆત કરાવી શાળાઓમાં જે પદ્ધતિ પડી ગઈ છે તે યથાર્થ છે કે કેમ, અને જે તે યથાર્થ ન જણાય તે ધાર્મિક શિક્ષણમાં પ્રતિક્રમણ સૂત્રોના શિક્ષણનું ખરું સ્થાન કર્યું છે, તે આપણને નક્કી કર પડશે. માટે આપણે પ્રથમ આ વાતને નિર્ણય કરીશું અને પછી ધાર્મિક શિક્ષણક્રમન રૂપરેખા દેટરીશું.
શ્રી વીતરાગે ગુણસ્થાનકને જે ક્રમ બતાવ્યો છે તેને જ અવલંબીને ધાર્મિક શિક્ષણને ક્રમ નક્કી થવો જોઈએ એમ અમારો નમ્ર મત છે, અને તેથી જ અમે ઉપર જણાવ્યું છે ? એ પ્રશ્ન અમને તે મુશ્કેલ નથી લાગતું.
કર્મોના આશ્રવનાં મૂળ કારણે પાંચ છેઃ મિથ્યાત્વ, અવતી, પ્રમાદ કવાય અને એ અને એ દરેકને ઉત્તરોત્તર ઉપશમ કે ક્ષય થવાથી મેક્ષ પમાય છે, માટે ધાર્મિક શિક્ષણનું અંતિ લક્ષ એ કારણોને ઉત્તરોત્તર ટાળવા એજ હોવું જોઈએ. અંધકાર ટાળવાને ઉપાય પ્રકાશ છે ક્રોધ ટાળવાનો ઉપાય ક્ષમા છે, તેમ મિથ્યાત્વ રૂપી અજ્ઞાન અંધકાર ટાળવાને ઉપાય છે ? જ્ઞાન છે. આ પ્રમાણે યથાર્થ બોધ પામવાથી માર્ગનુસારી છવ સમ્યકત્વ પામે છે, અને ત્યાં અગ્રતી સમ્યકકષ્ટિ નામા ચોથા ગુણસ્થાનકે આવે છે. આ ગુણસ્થાનકમાં જીવ સમ્યક હોવા છતાં આવતી હોય છે એ વાત ખાસ લક્ષમાં રાખવા જેવી છે. મિથ્યાત્વ ટળ્યા પછ અવંતીપણું ટાળવું જોઈએ એટલે જીવના પરિણામ વૈરાગ્ય યુક્ત થવા જોઈએ અને તેમ થા ત્યારે પોતાના પરિણામોનુસાર જીવ દેશવ્રતી યા સર્વવ્રતીપણું પામે છે, એટલે પાંચમા ગુણ સ્થાનકે ચઢી શ્રાવકનાં દેશવ્રત લે છે અથવા છઠ્ઠ ગુણસ્થાનકે આવી સાધુનાં મહાવતે અંગ કાર કરે છે. આ બન્ને ગુણસ્થાનકમાં જીવ પ્રમાદ સહિત હોવાથી તેમાં તેને અતિચાર લા