________________
૧૧૩૬ )
જેન કોન્ફરન્સ હેરલ્ડ
(એ.
સદરહુ સંસ્થાના શ્રી સંઘ તરફથી વહીવટકર્તા શેડ ખેમચંદ મોતીચંદ તથા શેઠ બેહેચરદાસ માનચંદ તથા શેડ માણેકચંદ કપુરચંદ તથા શેઠ ભણભાઈ દામજી તથા શેઠ કીકાભાઈ પ્રેમચંદ તથા શેડ નગીનભાઈ મંછુભાઈ તથા શેઠ નગીનભાઈ ઘેલાભાઈ તથા શેઠ પોપટભાઈ અમચંદ તથા શેઠ મોતીચંદ દેવચંદ તથા શેઠ પ્રભુ લાલ છોટાલાલ તથા શેઠ હીરાચંદ નેમચંદના હસ્તકને સંવત ૧૯૫૯ થી તે સંવત ૧૯૬૧ ના આશવદ ૦)) સુધીને હીસાબ અમોએ તપાસ્યો તે જોતાં શેઠ માણેકચંદ કપુરચંદના તાબાના વહીવટનું નામું રીતસર લખાયું છે, પણ તે પહેલાંના વહીવટનુ નામું ગુંચવણ ભરેલું થઈ જઈ તેના મોટા ભાગની ઉઘરાણી વસુલ થયા વગરની ટાઢી પડી ગએલી જોવામાં આવે છે અને વહીવટમાં કેટલીક જાતની ખામીઓ દેખાણી છે તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા ગ્રહસ્થને આપવામાં આવ્યું છે. આશા રાખીએ છીએ કે તે ઉપર વહીવટકર્તા ગ્રહ ધ્યાન આપી તાકીદે બંદોબસ્ત કરશે.
સદરહુ વહીવટમાં શેઠ માણેકચંદ કપુરચંદે સ્તુતિપાત્ર સુધારો કર્યો છે તેમજ નગીનભાઈ મંછુભાઈ તેમના પગલે ચાલી પિતાના તન, મન અને ધનથી વહીવટ ચલાવી રહ્યા છે તે માટે તેમને પૂરેપૂરે ધન્યવાદ ઘટે છે. એજ -
- શ્રી મુંબઈ મધ્યે બારકોટ પાયધુની ઉપર આવેલા શ્રી ચિંતામણિ પાકનાથજી માહારાજના દેરાસરજીના તથા સાધારણ ખાતાના વહીવટને લગતે રીપદે.
સદરહ સંસ્થાના શ્રી સંઘ તરફથી વહીવટકર્તા શેડ જુવારમલજી સંભીરમલજી તથા શેઠ ઉદેમલજી કલ્યાણમલજી તથા શેઠ બાલચંદ કણીરામજી તથા શેડ છગનલાલ મગનલાલના હસ્તકનો સંવત ૧૯૫૯ થી તે સંવત ૧૮૬૧ ના આશો વદ ૦)) સુધીનો હીસાબ અમેએ તપાસ્યો, તે જોતાં મુખ્ય વહીવટકર્તા શેડ જુવારમલજી સંભીરમલજી છે અને મેટા ભાગે તેઓ જ વહીવટ ચલાવે છે અને બાકીના વહીવટકર્તા ગ્રહસ્થ તે વહીવટ ઉપર કાળજીપૂર્વક દેખરેખ રાખતા હોય તેમ લાગતું નથી તે બહુજ દિલગીરી ભરેલું છે અને બધે જે નંબર પહેલાના વહી વટકર્તા ગ્રહસ્થના ઉપર પડવાથી દરેક બાબત ઉપર ધ્યાન ઉપર આપી નહીં શકવાના લીધે મુનીમ પિતાની મરજી મુજબ વહીવટ ચલાવતા હોવાથી તેમજ પોતાના તાબાના માણસોને પૂરતી રીતે કબજે રાખી શકતા નહીં હોવાથી મંદિરમાં પૂજન કામમાં તથા સાધારણ ખાતે નાવાનું ગરમ પાણી કરવા વિગેરેમાં કેટલીક જાતની આશાતનાઓ થાય છે તથા ઉઘરાણી વિગેરે ચડી જઈ દેવ દ્રવ્યનો નાશ થવાને ભય રહે છે તેમજ વહીવટ ચલાવનારની રૂઢીમાં કેટલાક ફેરફાર કરવાની ખાસ જરૂર હોવાથી રીપોર્ટ બહાર પાડવાનું કામ મોકુફ રાખી ફેરપાર કરાવવા ધાયું, પણ આજ સુધી તેમ નહીં બની શકવાથી છેવટે આ રીપોર્ટ બહાર પાડી સૂચનાપત્ર ભરી વહીવટકર્તા ગ્રહસ્થાને આપવામાં આવ્યું છે. આશા રાખીએ છીએ કે વહીવટકર્તા ગ્રહસ્થ તે ઉપર ધ્યાન આપી તાકીદે ગ્ય બંદોબસ્ત કરશે.
લી. શ્રી સંઘને સેવક,
ચુનીલાલ નાહાનચદ ઓનરરી ડીટર, શ્રી જેન વેતાંબર કેન્ફરન્સ.