SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ * જે કોન્ફરન્સ હેરડ. अहिंसा परमो धर्मः दया धर्मस्य जननी ।। आत्मवत् सर्व भूतेषु यः पश्यति स एव पश्यति ।। अयं निजः परो वेति, गणना लघुचेतप्तां । उदारचरितानां तु, वसुधैव कुटुम्बकम् ।। मित्ती मे सव्वभूएसु, वरं मझं न केणइ ॥ दया धर्मको मूल हे, पाप मूल अभिमान; तुलसी दया न छांडीए, जब लग घटमें प्राण. (શ્રીમદ્ રામચંદ્ર ભક્ત તુલસીદાસજી) : “તન ધન તરૂણાઈ, આયુ એ ચંચળા છે, પરહિત કરી લેજે તાહરે એ સમે છે. નળ કરણ નરિંદા, વિક્રમ રામ જેવા, પરહિત કરવા જે, ઉદ્યમી દક્ષ તેવા. (સૂક્ત મૂક્તાવલી) કલ્પલતા સમાન, ચિંતામણિ સટશ શ્રી ચતુર્વિધ સંઘની પ્રતિનિધિ રૂપ પરમ પાનનીય આપણી મહાન કેન્ફરન્સે હાથ ધરેલ વિષય-શ્રેણીમાં જીવદયાના વિષયને પણ અગ્ર સ્થાન આપવામાં આવેલ છે અને તવિષયક જુદે જુeભાગે જે કંઈ પ્રયાસ કોન્ફરન્સ ઓફીસ તરફથી–તેના કાર્યવાહક તરફથી અદ્યાપિ પર્યત કરવામાં આવેલ છે તેટલાથીજ માત્ર સંતોષ માની બેસી નહિ રહેતાં જીવદયાના મહાન કાર્યને અનેક મિતે ચચી આગળ વધારવાની જરૂર છે એવા લક્ષ્યાર્થથીજ આ વિષય સંબંધી યકંચિત્ ઉહાપોહ કરવાનું ઉચિત ધારવામાં આવેલ છે. આ માસિકના ગત વર્ષોના કોઈ અંકમાં જુદા જુદા જે જે વિષય પરત્વે | મારા તરફથી લેખ દ્વારાએ ચર્ચા કરવામાં આવી હતી, તે વિષયો વિષયની માત્ર જૈન કેમ તરફ જ દ્રષ્ક્રિબિંદુ રાખી ચર્ચવામાં આવ્યા હતા અગત્યતા. અને તેથી તે વિષયેની ચર્ચા કેટલેક અંશે એક દેશીય હતી, પરંતુ જીવદયાનો વિષય જૈન પ્રજા સિવાય મસ્ત હિંદુ પ્રજા તે શું મકે ભૂમંડળ ઉપર વસતી તમામ પ્રજાને ઘણે અંશે ઉપયોગી રહેવાથી એક અંગ્રેજ વિદ્વાનના મુખપૃષ્ઠ ઉપર ટાંકેલ અંગ્રેજી વાકયના ભાવાર્થ અનુસાર સમગ્ર મનુષ્ય જાતિની આત્મિક ઉન્નતિનું ભવિષ્ય જુદા જુદા દે.ધારી સર્વ પ્રાણીઓનાં દુઃખ અને તેથી થતી દિલગીરીમાં સહાનુભૂતિદર્શક કરણાની લાગણી ઉપર આધાર રાખતું હોવાથી–આ વિષયની સર્વમાન્યતા પ્રતિપાદન કરવાના હેતુથી, યથાશક્તિ સર્વ દર્શી નજરથી–વિસ્તારથી કરવાની અપેક્ષા રાખવામાં આવે છે અને તેથી આશા છે કે અન્ય સાક્ષર બંધુઓ પણ આ વિષય પરની ચર્ચામાં સ્વતંત્ર કલમનો ઉપયોગ કરી પિતા તરફનો ફાળો આપવા ઉત્સાહવંત થશે અને દુનિયામાં પ્રચલિત સર્વ ધર્મને
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy