________________
૧૮૧૦ )
મુનિ મહારાજ બુદ્ધિસાગરજી અને વર્તમાન જેને સાહિત્ય.
(૧૩
. શ્રીમભૂજ્યપાદ સ્વામી એ દિગંબરીય મહાન આચાર્ય થઈ ગયા છે. આ પૂજયપાદ ૧ પૂજાકલ્પ, ૨ સિદ્ધપ્રિય, ૩ પાણિનીયસૂવ વૃત્તિકારિક કલોકસંખ્યા ૩૦૦૦૦, ૪ પંચાધ્યાયી જૈનેન્દ્રસ્ય ટીકા ૫. પચવાસુક્રમ હ. જૈનેન્દ્ર વ્યાકરણ લઘુ ટીકા ૭. વેધક ૮ શ્રાવકાચાર ૯ સમાધિતંત્રના કર્તા બીજા લઘુ પૂજ્યપાદ એકજ હોવા જોઈએ કારણુ કે ઉપર લખેલું સમાધિતંત્ર અને આ સમાધિશતક એકજ છે કારણ કે, આ સમાધિશતકના છેલ્લા ૧૦૫ મા કલેકમાં સમાધિતંત્ર એ નામ આપેલ છે.
આ પરથી જણાશે કે આ દિગંબરીય મૂલ કૃતિ છે, અને તે ઘણું જ ઉત્તમ હેવાથી અમે તેના પર થયેલી શ્રીમદ્ યશોવિજયજીની ભાષા આપી તેના પર ભાવાર્થ અને વિશે વાર્થ લખે છે એવું મુનિરાજ શ્રી બુદ્ધિસાગરજીએ સ્વીકાર્યું હતું તો અમોને ઘણે આનંદ થાત. કારણ કે પ્રસ્તાવનામાં એમ કહેવું કે “સમાધિશતક નામને આ ગ્રંથ પણ તેમને બનાવેલ છે એ બરાબર નથી, કારણ કે ત્યાર પછી પણ જરા લિષ્ટ ભાષા કરી દઈ તે ગ્રંથનાં કર્તા માટે બસબર પ્રકાશ પાડ્યો નથી. ત્યાર પછીના શબદો આ છે મૂળ સમાધિશતક એક સંસ્કૃત ભાષામાં ગ્રંથ છે તે ઉપરથી કેટલાક સુધારા વધારે કરી બાળકોને બેધ પ્રાપ્તિ અ ભાષામાં રહે છે” –ણે રચે છે એ વાત કંઈ નહિ? મૂકી દીધી છે. - હવે ગ્રંથ તરફ આવીએ સંસ્કૃતમાં મૂળ ગ્રંથ એ ઉત્તમ અને મધ્યસ્થષ્ટિથી રચાયેલું છે કે ગમે તે અન્યધર્મી તેને વાંચી મનન કરવાથી અવશ્ય ધર્મલાભ મેળવી શકે તેમ છે. આ ગ્રંથ સદ્દગત સાક્ષરશ્રી મણિલાલ નભુભાઈએ તેના પર મુગ્ધ થઈ તેનું ભાષાંતર વડોદરા શ્રીમંત ગાયકવાડ સરકારની ફરમાસથી છપાતાં ગ્રંથમાં પ્રસિદ્ધ કર્યું હતું. અને તેની પ્રસ્તાવનામાં ઉકત સાક્ષરે આ ગ્રંથના મહત્વ પર ઘણું સારી ટીકા કરી છે-તે સાક્ષ આ ગ્રંથ માટે આટલેથી જ સંતોષ ન પામી તે ગ્રંથ આપણુમાંના એક ન વિદ્વાન શ્રાવક રા. ગિરધરલાલ હીરાભાઈની વિનંતિથી મૂળ અને તેના પરની પ્રભાચંદ્ર ( વિક્રમ સંવત ૧૩૧૬ ) કૃત સંસ્કૃત ટીકા સાથે અને તેના ઈંગ્રેજી ભાષણ સાથે છપાવ્યો; કર્તા શ્રીમત પૂજ્યપાદ અને ટીકાકાર શ્રીમદ્દ પ્રભાચંદ્રની જીવનકલા તેમજ પૂર જ્યપ દનો સમય મળી શક્યા નથી, પ્રોફે. મણિભાઈ આ ગ્રંથના મૂળ કર્તા તરીકે ભૂલમાં છેલ્લી પ્રશસ્તિના છેલ્લા કલેક પરથી પ્રભેન્દુ નામના આચાર્ય કહે છે પરંતુ ખરીરીતે પૂજ્ય પાદ છે. ટીકાકાર શ્રીમત પ્રભાચંદ્ર અનેક ગ્રંથેપર ટીકા, પંચિકા લખી છે અને ક્રિયાકલાપ અને અષ્ટકામૃત જેવા સ્વતંત્ર ગ્રંથ લખ્યા છે. આ ગ્રંથોના નામ માટે જુએ “ સનાતન જૈન ' પુસ્તક ૪ થું અંક ૩થી ૬ પૃષ્ટ ૧૨૮ નંબર ૧૭૧ તેમાં બેતાળીસ ગ્રંથોના નામ આપેલાં છે, આ પરથી જણાય છે કે ઉકત ટીકાકાર, મિહા બુદ્ધિશાળી પ્રખર વિદ્વાન હોવા જોઈએ.
મુનિશ્રી બુદ્ધિસાગરજીના સમાધિશતકમાં ઉક્ત પ્રભાચંદ્રની મૂળ સંસ્કૃત ટીકા આમ્પી નથી, તે આપી હતી તે ગ્રંથના રવમાં અચૂક વધારે થાત. પરંતુ તેમણે આપેલા વિશેષાથમાં ઉકત ટીકા ઘણે અંશે સહાયકારક થઈ પડી છે તેથી તે ટીકાને ગુજરાતી ભાષામ ઉતારી છે એ ઠીક કર્યું છે. . . . . . . . . . • • • • •