SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ] જૈિનકોન્ફરન્સ હેડ [ જાન્યુઆરી યોગ્ય છે. જેમ” પત્રની જે તારીખે તે લેખે આવ્યા હોય તે આપી હતી અને દરેક લેખ એક બીજાથી છૂટા પાડી શકાયા હતા તે વધારે ગ્ય થાત. આ “બુલેટ’ પાદરાના વકીલ અને ઉક્ત મુનિના શિષ્ય મી. મેહનલાલ હીમચંદે છપાવેલ છે. ૪ષદ્ધવિચારઆ પણ એક નાની ચોપડીના આકારમાં છે. આ અને ઉપલી ત્રણ ચેપડીઓ મુનિના પ્રથમ પ્રયાસ લાગે છે. આમાં અનુક્રમણિકા નથી છતાં કરી શકાય તેવું છે કે તેમાં છ દ્રવ્યના ગુણુપર્યાય નામથી બતાવેલ છે, અને તે બતાવવામાં શ્રીમાન દેવચંદજીના “આગમસાર' ઉપરાંત કંઈ નવું અને તાત્વિક લખાયું હોય તેમ જણાતું નથી. આ પછી સાત ન્ય, સાત ભંગીનું સ્વરૂપ, ધ્યાન અને દ્રવ્યના સ્વભાવ ટુંકામાં ન્શાવેલ છે. જૈનધર્મમાં પરમ રહસ્યરૂપ અપૂર્વ શાસ્ત્રીય અને સાત્વિક વસ્તુ (ફિલસુફી) દ્રવ્યાનુયોગ છે. તે અનુયોગનું યથાર્થ પ્રત્યક્ષ દર્શન એકપણ પુસ્તકમાં અત્યાર સુધી થયું નથી, એ અપશેષ છે. જ્યાં સુઆ પૂર્ણ પ્રકાશથી જગતે અરે! ફક્ત જેનોને વિદિત થયે નથી, ત્યાં સુધી જડવાદની પ્રગતિ અટકવાની નથી, ધર્મ રહસ્ય પ્રગટવાનું નથી. દ્રવ્ય સંબંધમાં વર્તમાનમાં અનેક ગ્રંથો લખાયા છે છતાં દિલગીરી સાથે કહેવું પડે છે કે એકકેમાં દ્રવ્યનું યથાર્થ સર્વ પ્રકારે નિરૂપણ થયું નથી. પૂર્વાચાર્યોના પ્રણીત મહાન્ દ્રવ્યાનુયોગ ગ્રંથને આધાર લઈ સૂની સાક્ષી ટાંકી, વર્તમાન શાસ્ત્ર અને વિજ્ઞાન દષ્ટિથી તેના પર વિવેચન કરી. અને તુલનાત્મક રીતે ધર્મોના સંગત અસંગતપણને જૈન દષ્ટિની સાથે તપાસીને એક મહાન દ્રવ્યાનુયેગ કઈ સમથથી લખવામાં આવશે ત્યારેજ જૈનધર્મની ખરી ખૂબી સમજાશે, મહાવીરની વાણિમાં અપ્રતિમ શ્રદ્ધા બેસશે અને જૈન ધર્મની જગતના તત્વજ્ઞાનમાં અપૂર્વ ત પ્રકાશશે. આવા ગ્રંથ પ્રાકૃત (હમણાની પ્રચલિત દેશી) ભાષામાં થાય તેની સાથે જે અંગ્રેજીમાં તૈયાર કરાવવામાં આવશે અગર થશે ત્યારેજ જગતના વિવિધ ધર્મોની સાથે આપણે પવિત્ર જેનધમ સારી પકવીએ બીરાજશે. , - ૫. સમાધિ શતક–મૂળ આ ગ્રંથ સંસ્કૃતમાં છે એ પ્રસ્તાવનામાં જણાવ્યું છે અને તે મૂળની સાથે:શ્રીમદ્દ યશોવિજયજીએ તેના પર કરેલી ટીકા રૂપે ભાષા ( દેહરા-- દેધકમાં) આપેલી છે. આ મૂળ ગ્રંથ સંસ્કૃત કેણે-કયા આચાર્યો બનાવેલ છે તે બિલકુલ દર્શાવેલું નથી, તેમજ છેવટે મૂળ ગ્રંથની પ્રશસ્તિ પણ મૂકવામાં આવી નથી. અમે તે પ્રશસ્તિ નીચે મૂકીએ છીએ.' ....येनाल्मा बहिरन्तरुत्तममिदा त्रेधा वित्त्यादि ते __मोक्षोऽनन्तचतुष्टयामलपपुः सयानतः कीर्तितः .... जीयारसोऽत्र जिनः समस्त विषय श्रीपादपूज्यो ऽमलो भव्यानन्दकरः समाधिशतकः श्रीमत्प्रभेन्दुः प्रभुः॥ 3 : આ પ્રશસ્તિમાં કેવી અર્થ ગેરવવાળી જિનની સ્તુતિ છે અને તેની સાથે સમાધિશતકના કર્તા શ્રીમાન પૂજ્યમારવામિનું નામ પણ ખુબીથી દર્શાવેલું છે !
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy