________________
૧૪ )
જૈન કારન્સ હેરલ્ડ,
[ જાન્યુઆરી
ગ્રંથમાં અર્થ ગાંભીર્યં ધણું છે તેથી ખાલજીવેાના ઉપકાર અર્થે તેનાપર બહુજ વિસ્તારમાં વિશેષા થવા જોઇએ અને તેજ પ્રમાણે મુનિશ્રીએ કર્યું છે ાણી આનંદ થાય છે. આની સાથે છેલ્લા શતામાં થયેલા નાની મહાત્મા શ્રીમદ્ આન ધનજી, ચિદાન દ્રુજી વીગેરેના આધારા લઈ અર્થ સરલતામાં વિશેષ વધારા કર્યાં છે.
આ ગ્રંથ સમાધિ જેવા ગહન વિષયમાં પ્રવેશ કરનારા સર્વ જીવેને પ્રથમ પાયારૂપ ઉત્તમ ગ્રંથ છે; ભાષા શૈલી સરલ છે તેથી સર્વને સમજી શકાય તેમ છે,' અને અન્યમાં જે રાજયોગ કહેવામાં આવે છે તેજ રાજયગ મૂળ કર્તાએ અપૂર્વ વાણુિથી ફ્કત ૧૦૫ શ્લાકમાં સૂક્ષ્મરીતે બતાવેલ છે તે ખાસ મનન કરવા યેાગ્ય છે.
આવા ગ્રંથાને જૈન ધર્મ પરીક્ષાના અભ્યાસક્રમમાં (દાખલા તરીકે સ્વ॰ . અમરચંદ તલકચંદના સ્મરણાર્થે નીકળેલ ) તથા આપણી જૈન ખેર્ડંગ સ્કૂલોમાં ધર્મના અભ્યાસક્રમમાં સ્થાન મળવું જોઇએ; હજુ સુધી મળ્યું નથી તે માટે દીલગીરી છે પણ આશા રાખી શકાય છે કે કાઇ વર્ષે આ ગ્રંથને અવશ્ય સ્થાન અપાશે. ૬. આ સાથે આત્મશક્તિ પ્રકાશ નામને સ્વરચિત ગ્રંથ જોડેલે છે તેમાં આત્મામાં શ્રદ્ધા રાખવાનું જણુાવ્યું છે અને ત્રાટક (હઠયોગના પ્રથમ ક્રમ) કેમ રાખવા તે જણાવેલ છે. ભાષા હમેશ મુજબ સરલ છે, આ પણુ દરેકે વાંચવા યોગ્ય છે.
૭. આત્મપ્રકાશ-આ ગ્રંથ મુનિશ્રીનેા રચાયેલા છે. તેનુ અવલાકન 'જૈન' પત્રના અગાઉના અંકમાં આવી ગયુ છે તે જોઇ લેવું. તે સિવાય અહીં વધારે લખવુ
ઊંચત નથી.
૮ અધ્યાત્મ વ્યાખ્યાનમાળા' મહારાજ શ્રી જ્યાં જ્યાં આત્માપાસક યેાગ મંડળના મેલાવડા કરવા અને ત્યાં સહાનુભૂતિ દર્શાવનાર જૈનોને ખેાલાવી તેમાં વ્યાખ્યાનમાલા અપાવવી લાગે છે. આવે પ્રથમ મેળાવડે માણસા મુકામે થયા હતા તેમાં જે ગ્રંથમાં છપાવવામાં આવ્યા છે.
આ ગ્રંથમાં પ્રથમનાં ચાર ભાષા, પાંચમા અધ્યાત્મ તત્વપર નિબંધ, પછી એક બાષણુ અને છેલ્લું સમાધિનું અને ક્ષમાપનાંપર ભાષણ ઉકત મુનિના છે. વળી ષડાવશ્યક ઉપર ગીરધરલાલ હેમચંદના અને શાંતિનું સ્થળ કયાં છે તે પર રા. મણુિલાલ નથુભાઈ દોશી બી. એ. ના જરા લાખે! લેખછે. ત્યાર પછી ગુરૂભકિત, વિવેચન શુધ્ધિ, આત્મા, સંબંધી ઉદ્દગાર વિવેક આદી ભાષા છે.
ચાતુર્માસ રહે ત્યાં ત્યાં તેમના શિષ્ય તેમજ એવા કઈ ઠરાવ થયે વ્યાખ્યાને થયા તે આ
શ્રેયઃસાધક વર્ગ જે રીતે કાર્ય કરે છે તે રીતે આ મંડળને સમારંભ જોઇ આનંદ થાય છે. મુનિશ્રીના અને રા. મણિભાઇના વ્યાખ્યાતા વાંચવા જેવા છે. કિંમત પણ ધણી જીજ એટલે ચાર આના રાખવામાં આવી છે.
૯ બુધ્ધિપ્રભા ઉકત મુનિશ્રીના નામના સ્મારક રૂપે બુધ્ધિપ્રભા નામનું માસિક નીકળે છે. ઉપર બતાવેલા મંડળની નોંધ લેતાં અમને શ્રેયઃસાધક વર્ગની તુલના કરવાનું મન સહેજ થાય છે. તે વર્ગ તરફથી નીકળતાં મહાકાલ, પ્રાતઃકાલ આદિ માસિકા જેવું એકપણુ માસક જૈનો માટે નીકળે તેા વધારે સારૂં, તે પ્રમાણે આ માસિક યોજાયુ છે જાણી હુ ચાયુ છે, પણ પરમ આનંદનું કારણુ ત્યારે થશે કે જેમ શ્રેયઃસાધક વર્ગના ભગવાન ઉપેન્દ્ર લેખા