SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ જેન કેન્ફરન્સ હેરડ, (એપ્રિલ ૧૨, સેળ કષાય અને નવ નેકષાય રહિત અને વિશુદ્ધ લેશ્યાવંત એવા સ્વસ્વભા વમાં રહેલા પોતાના આત્માને જ ચારિત્ર સમજે. ૧૭, ઇચ્છાના નિધથી શુદ્ધ સંવર વાળો અને સમતા ગુણે પરિણમે છત કર્મની, કે નિર્જ કરતે આ આત્માજ પરૂપ છે ૧૪, નવપદનું નિશ્ચય સ્વરૂપ આવું હોવાથી હે ભલે પિતાના આત્માને જ નવપદ - મય જાણુને પોતાના આત્મ-સ્વરૂપમાંજ સદા લીનમનવાળા થાઓ ! નવપદ–ધ્યાનોપદેશ (૧૧૫-૧૨૪) ૧૫, જેમણે કામ ક્રોધાદિક અંતરંગ શત્રુ વર્ગને જીતી લીધું છે તથા ઉત્તમ જ્ઞાનવંત સંપ્રાતિહાર્યાદિક અતિશય વડે પ્રધાન અને સંશયસમૂહરૂપ રજને ઝાટકી કાઢવા એવા શ્રી અરિહંત ભગવાનને તમે નિરંતર ધ્યા. ૧૬, દુષ્ટ કર્માવરણથી મુક્ત થયેલા, અનંત જ્ઞાનાદિક ચતુષ્ટયસંપદા વરેલા, અને તે સમગ્ર લેકમાં અગ્રપદને પામી પ્રસિદ્ધ થયેલા એવા સિદ્ધ ભગવાનને નિરંતર મનમાં ધ્યા! ૧૭, આ સંસારમાં સૂરિશ્ચરણ જે સુખ આપે છે તેવું સુખ માતા પિતા પણ આપી શકતા નથી. તેથી તેમનું જ સદા સેવન કરે છે જેથી તમે મેક્ષનાં સુખ શીઘમેળવી શકે ! ૧૧૮, ઉત્તમ નીર, હીર અને અમૃત સમાન સ્વાદિષ્ટ સૂત્ર અર્થ અને સંવેગમય શ્રત ક્ષાનવડે જેઓ ભવ્ય જનને સંતોષ પમાડે છે તે અનુગ્રહ કારી ઉપાધ્યાય મહારાજને નિરંતર ધ્યા! ૧૯, ક્ષમાવંત, જિતેન્દ્રિય, સુગુપ્તિ ગુપ્ત, સંતોષી, પ્રશાન્ત, ઉત્તમ ગયુક્ત, અપ્ર માદી, અને મેહમાયા રહિત એવા મુનિવરેના ચરણોનુ સદાય ધ્યાન કરે. ર૦, પડ દ્રવ્યાદિકમાં શ્રદ્ધાનરૂપ સર્વ ગુણમાં પ્રધાન એવું જે દર્શન તે કુગ્રહ વ્યા ધિને ઉત્તમ રસાયણની જેમ હઠાવી કાઢે છે ? રિ૧, નિગમાદિક નય સમૂહથી નિષ્પન્ન અને પ્રસિદ્ધ એવા તત્ત્વાવધ રૂપ પ્રધાન જ્ઞાનને, તમે હારી માણિક્ય દીપકની પેરે તમારા મન મંદિરમાં સ્થાપિ ! ૧૨૨, મેહનો વિરોધ કરવા સમર્થ અને અતિચાર રહિત મૂળેત્તર અનેક ગુણવડે પવિત્ર એવા પંચવિધ સુસંવર રૂપ નિર્મળ ચારિત્રને તમે નિશ્ચ સે. ૧૨૩, અતિ દુર્જય કુકર્મનો ભેદ કરનાર અને પાપ માત્રનો નાશ કરનાર એવા બ્રાહ્ય અત્યંતર ભેદવાળી તપને તમે આગમ નીતિયુકત દુઃખક્ષયાર્થે નિરાશી ભાવે સે ! ૧૨૪, ઈષ્ટ ફળને દેનાર એ નવપદને જે ભવ્યજનો આરાધે છે, તેઓ શ્રી શ્રીપાળ નરેશ્વરની પેરે સુખની પરંપરાને પામે છે. એમ સમજી આ પંચમ કાળમાં પણ પ્રગટ રીતે કલ્પવૃક્ષની પરે અનુપમ એવાં અમૃતળ ચખાડી સર્વ વ્યાધિને અપહરનાર શ્રી સિદ્ધચક્ર (નવપદ) મહારાજને સર્વ પ્રમાદ તજી તમે પૂર્ણભકિતભાવથી ભજે.
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy