________________
૧૯૧૦)
સિદ્ધર્ષિ ગણિ.
સુવર્ણન છેદતાં, કસતાં, બાળતાં તે પિતવણને તજશે. શેલડી સચે પિલાતાં મધુર પણને તજી દેશે ? એમ સ્વને પણ કદાપિ નહોતું ધાર્યું કે મારે પુત્ર સિધ્ધ તે સદ્દા ગુણોને ત્યાગી દુર્ગુણોનું સેવન કરશે, પરંતુ તેની ધારણાઓ કમરાજે બેટી પાડી.
અનુક્રમે સિદ્ધ બાલ્યાવસ્થામાંથી મુક્ત થઈ કિશોરાવસ્થાને પ્રાપ્ત થયું. ત્યાર તેનામાં સારા સગુણોને બદલે દુર્ગુણોનો પ્રાદુર્ભાવ થવા લાગે. તેની પ્રવીણતા અને ચાતુર્યતા કારેલી બુદ્ધિનો પ્રવાહ વિપરીત માર્ગે દોરાવા લાગે. સમાન વયના બાળ કોના ટોળામાં રમતો રમવાને માટે તેનું મન આકર્ષાયું. તેનો પિતા તેને ઘણી વખતે સમજાવો-બેધ આપતો, તો પણ તે ઉચ્છખલ થયેલ બાળક પોતાના પિતાએ આપેલા બોધનો તિરસ્કાર અને સમજણનો અનાદર કરી નિરંતર-સર્વદા બાલ્યવૃદમ કીડા પરાયણજ રહેતો. એક સમયે તેના પિતાએ તેને પાસે બેલાવી ઉત્કંગમાં બેસા ડીને કહ્યું વત્સ ? તું હવે યુવાવસ્થાનો અધિકારી થયે છે, હવે તારે તારા હૃદયમ વિચારવું જોઈએ કે હું કોણ છું ? કોના કુટુંબને છું અને મારો ધર્મ શું છે બેટા તું આ શ્રીમાળ નગરના ભૂપતિના મુખ્ય મંત્રિના કુટુંબને એક માનવંતો પુત્ર છે. તારા પિતામહની કીર્તિ ભારત ભૂમિની ચારે દિશાઓમાં પ્રસરેલી છે. તારૂં કુવી આહંત ધમનું ઉપાસક છે. તારા ઘર કુટુંબમાં પવિત્ર જૈન ધર્મ–આહંતુ ધર્મની ભાવનાઓ રહેલી છે. આ વિચાર તારા મનમાં લાવી તારે તારી અસભ્યતા ભરેલ ચાલ ચલગત સુધારવી જોઈએ. તારા જે મંત્રિ પૌત્ર અને શ્રાવક પુત્ર થઈ અનુચિત, અગ્ય કાર્ય આચરે તે કેવું ખરાબ, અગ્ય અને અનુચિત કહેવાય ? પ્રિય પુત્ર તું વિચાર કરી જેકે શેડા જ સમયમાં એક સુંદર સદ્ગુણ, સુસ્વરૂપવાન, સુશિલ કુલીની કુમારિકા સાથે તારો વિવાહ કરવાનો છે. વિવાહ થયા બાદ તું એક ગૃહસ્થ ધર્મને લેતા થવાનો છે, અને ગૃહસ્થ ધર્મને પ્રાપ્ત થયેલા મનુષ્ય કેવું પ્રવર્તન, આચરણ આચાર, વિચાર કેવા રાખવા જોઈએ તે પણ તારેજ વિચારવાનું છે. પિતાના આવા પ્રકારનાં વચનો સાંભળી સિદ્ધ કાંઈ પણ બોલ્યા નહીં. તેમજ તેના ઉચ્છખલ થયેલ હૃદયમાં પોતાના પિતા શુભંકરના હિતકારક અને સુખદાયી વચનોએ કાંઈપણ અસર કરી નહીં અને તરતજ પિતાના ઉત્સ માંથી ઉઠી તે ઉછુંબલ અને ઉદ્ધત બનેલ પુત્ર ક્રિડા કરવાને માટે બાળકોને ગ્રંદ તરફ ચાલવા લાગ્યું પુત્રની આવી વિષમ પ્રવૃત્તિ જે તેના પિતા શુભંકર વધારે ચિંતાતુર થઈ ગયા. તે સમયે તેની ભાય (સ્ત્રી) લમી આંતગૃહમાંથી બહાર આવી અને પોતાના પતિને ચિંતાતુર નિહાળી એ ચતુર ચતુરાએ બોલવાને પ્રારંભ કર્યો.
લક્ષ્મી—વામીનાથ, શાની ચિંતા કરે છે.? આપણે સિદ્ધ ક્યાં ગયે છે. | હું તેને માટે જ તમેને કહેવા આવી છું. પ્રાણનાથ, મારા સ્વપ્નને માટે આપે જે ફળ બતાવ્યું હતું તે તદ્દન મિથ્યા થાય છે. તે શુભ સ્વપ્ન સૂચિત પુત્ર એવો દુર્ગુણ કેમ થાય ? તેમજ આવા દુર્ગુણ પુત્રથી શુભની આશા શી રીતે રાખી શકાય?
શુભંકર–સુંદરી. તમારા આવાં વચનો સાંભળી મને પણ એજ આશ્ચર્ય થાણ્યા છે. તે પણ મારા હૃદયમાં રમી રહેલી શાસ્ત્ર ઉપરની શ્રદ્ધા તે શિથિલતાને પામતી