SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ (૦૨) જેન કોન્ફરન્સ હેરલ્ડ. (એપ્રીલ કુંભ રાશી પર આવે છે. તે ઉપરથી તેણે ( શુભંકરે ) વિચાર કર્યો કે, આ પુત્રની વાતાને શુભ સ્વપ્ન આવેલ છે તે ઉપરથી જણાય છે કે આ પુત્ર પિતાના પરલેકનાં ર્યો સિદ્ધ કરશે. પુનઃ તે આહંતુ ધર્મની પવિત્ર દીક્ષાનો અંગિકાર કરીને કોઈ વાર સદ્ધની પદવીને અધિકારી થવાને છે, માટે પુત્રનું નામ સિદ્ધજ રાખવું યોગ્ય છે. બેવી રીતે અનેક વિચાર કરી મંત્રિ પુત્ર શુભંકરે પિતાના પુત્રનું નામ “ સિદધ ' ખ્યું. જેવી રીતે શુકલપક્ષની અંદર ચંદ્રમા વૃદ્ધિ પામે છે, તેવી રીતે એક સ્ત્રીના હાથમાંથી બીજીના હાથમાં, એક સ્ત્રીના ખોળામાંથી બીજીના ખોળામાં એમ અનુક્રમે કૃદ્ધિ પામતો હતે. તેના બાલ્યવયથી જ બુદ્ધિના ચમત્કાર દશ્યમાન થતા હતા. એની ત્તિમાં વાદેવીના સુંદર બીજો અંકુરિત થયાં હતાં. મરણ શક્તિની તીવ્રતા ઉદય પામી અજ્ઞાનતાના અંધકારને નાશ કરી દિવ્ય પ્રભાવને સંપાદિત કરતી હતી. સંસારમાં કઈ માણસની ધારેલી ધારણા સફળતાને પામતી નથી. જેની વરેલી ધારણાઓ સફળ થાય એવા છેડાજ બલ્ક વિરલા જ ભાગ્યવંત પુરૂ આ અવનીમાં છે. મનુષ્ય ધારે છે શું અને કર્મ કરે છે શું, કમની પ્રબળ સત્તા આગળ કોઈ મનુષ્યનું કાંઈ પણ ચાલી શકતું નથી. કમની આગળ શાણપણુ-ડહાપણ નિષ્ફળ વાય છે. અયોધ્યાના રાજા દશરથના પ્રાણથી પણ પ્રિય પુત્ર રામને તેની રાણી કેકે એ વનવાસે મોકલ્યા ત્યાં રામચંદ્ર બાર વર્ષ પર્યત ફળ પુલને આધારે જીવનને કાવી રહ્યા હતા, ત્યાં સીતાને રાવણ હરી ગયે એ સર્વ કાર્ય કર્મના છે. તે કર્મનાજ પ્રસાદ છે. સત્યવાદી રાજા હરીશ્ચઢે પિતાની પ્રિય પત્નીને વેચી, ચાંડાળની સેવા ઉઠાવી, નળ જેવા રાજવીએ પોતાના પ્રાણથી પ્રિય પતિવ્રતા પત્નીને ભયંકર વેરાન જંગલમાં રાત્રીને સમયે અર્ધ વસ્ત્ર સહિત ત્યાગી. નામ, ઠામનું ગોપન કરીને તેને નળને) કાળ નિર્ગમન કરવો પડે. સંપૂર્ણ પરિપૂર્ણ પણે રૂપનો ભંડાર કે જેના રૂપથી ગણેલેક અંજાઈ ગયું હતું એવા સનકુમાર ચકવતીને પણ સાત વર્ષ પય ત જુદા જુદા સાત પ્રકારની વેદનાઓ ભેગવવી પડી. દેવાંશી સ્વરૂપના પાંચ પાંડવોને બારબાર વર્ષ પર્યત વનવાસનું સેવન કરવું પડયું, આદિનાથ ભગવાનને એક વર્ષ પયત અન્ન ન મળ્યું. અન્તિમ તીર્થકર વિર પરમાત્માએ બાર વર્ષ સુધી અનેક પ્રકારની અસહ્ય વેદનાઓ સહન કરી, એ સર્વે કર્મની પ્રસાદી છે. મનુષ્યના શુભકર્મોના શુભ પુદ્ગલે ઉદય પામે છે ત્યારે જીવ સુખ અનુભવે છે. અશુભ કર્મોના અશુભ પગલે ઉદય પામે છે ત્યારે જીવ દુઃખ અનુભવે છે. ઉપર કહેલા રાજાઓ, મહારાજાઓ, ચક્રવતીઓ બને તીર્થકરોને પણ કમે વિંડબના પમાડી તો સાધારણ માણસ તે શા હિસાબમાં છે. મહાન બળવાન પુરૂષે કર્મની સત્તા આગળ સબળ છતાં પણ નિર્બળ થઈ ગયા. સંકની મારૂક થઈ ગયા. શું ! બિચારા શુભંકરે મનમાં એવું ધાર્યું હતું કે સિદધ રૂપી જળમાંથી અગ્નિ પ્રગટ થશે. ચંદનમાંથી શીતળતા અને સુગંધીપણું નષ્ટ પ્રાય: થઈ જશે.
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy