________________
૧૯૧૦)
સિદ્ધર્ષિ ગણિ.
પરવારી તે નિયમિત ધાર્મિક ક્રિયા સાઃ ધર્મગૃહમાં આવવા નીકળ્યા. તે સમયે તેની પરમ પ્રેમાળ પવિત્ર પત્ની પિતાના પતિ પાસે આવી પોતાની મધુર વાણીનું લાલિત્ય પ્રગટ કરી બેલી
લક્ષ્મી –(સવિનય હાથ જોડી ) પ્રિય પ્રાણપતિ પ્રાણેશ, આજે મેં સ્વપ્ન વિષે એક સભા મંડપ અવેલેક–જે અને તેમાં મોટી પરષદાને બોધ આપતા એક મુનિરાજને જોયા. ત્યાર બાદ મારાં નેત્ર નિદ્રાથી રહીત થઈ ગયાં એટલે હું જાગી ઉઠી.
શુભંકર— મંદ હાસ્ય સહિત ) પ્રિયા ! એ સ્વપ્નનું દર્શન સર્વોત્તમ છે કોઈ જૈન યોગી મહાશય તમારા ગર્ભ માં અવતરશે. અને તે સપુત્ર જૈન દીક્ષા લઈ આપણા મંત્રીકુળનું માન અને ગૌરવ વધારશે. કુળને દીપાવશે.
આવા પિતાના પતિનાં મુખકારી વચને શ્રવણ કરી આનંદસાગરમાં ગરકાવ થઈ ગઈ. વિદ્વાન પુત્રના પ્રસવની વાટ જોતી અંગુલીઓના વેઢાપર દિવસે ગણવા લાગી
સ્વાભાવિક રીતે એવું જણાય છે કે સ્ત્રીઓને કેઈ પણ મોટામાં મોટી આશા હોય તેં તે પુત્રની જ છે.” હવે શુભંકરની મનહર માનુની લમી સગર્ભા થઈ. તે સદગુણી સુશિલ, સાંદર્યવાન શ્રાવિકાના ભાલ ઉપર ધાર્મિક તેજ ચળકતું હતું. પહેલાંના કરતાં હવે તેની ધાર્મિક વૃત્તિઓ વિશેષપણે દઢ થતી ગઈ. નિરંતર સ્વાધ્યાય ધ્યાનમાં વિશેષ પ્રવૃત્તિ રાખવા લાગી, અને સરસ–સુંદર ભાવનાઓ ભાવ્યા કરતી હતી વિવિધ પ્રકારના પવિત્ર દેહદે તેના હૃદયમાં પ્રગટ થતા તે શુભંકર પૂર્ણ કરતો હતો.
જ્યારે ગ્ય સમય થયો ત્યારે લક્ષ્મીએ શુભ સમયે એક તેજસ્વી પુત્રને જન્મ આપે. તે પ્રભાવિક પુત્રના જન્મ સમયે સર્વે દિશા નિર્મળ થઈ ગઈ અને સર્વ સ્થળે ધામિક ઉદ્યત થઇ રહ્યા. કુદરતે આ મહાપુરૂષનાં શુભ ચિન્હ પ્રગટ કરી દીધાં. મંત્રિ પુત્ર શુભંકરને ઘેર પુત્ર જન્મના શુભ સમાચાર સાંભળી શ્રી માળનગરની સર્વે પ્રજા સંતુષ્ટ થઈ. સર્વે જ્ઞાતિઓના અગ્રેસરો પિતાની ખુશાલી પ્રગટ કરવા માટે શુભંકરના ઘર પ્રત્યે આવવા લાગ્યા. લક્ષ્મીના સુતિકા ગૃહની આગ સાભાગ્યવતી સુંદરીઓ ટોળેટોળા આવી બાળકની માતાને ખુશખબર. સુખશાતા પુછતી હતી. શ્રીમાળી નરેશ શ્રી વર્મલાભ રાજાએ પણ પિતાના હજુરી મનુષ્યોને એકલી મેટી ખુશાલી પ્રદર્શિત કરી, અને પિતાના પ્રમાણિક પ્રધાનના કુટુંબીઓ ઉપર નિરવધિ ચાર દર્શાવ્ય-પ્રગટ કર્યો. મંત્રીના કુટુંબીઓમાં પણ સર્વત્ર આનંદની ઉમિએ ઉછળવા લાગી. માંગલિક વાજા વાગવા લાગ્યાં દીન જનોને પુષ્કળ અન્ન વસ્ત્ર વહેંચ્યું. ગરીબને જમણ આપવામાં આવ્યું. દુકામાં કહીએ તે મંત્રીએ પિતાને છાજે એવી રીતનો પિત્ર જન્મ મહોત્સવ મહાન ઠાઠમાઠ સાથે કર્યો. બાળક બાર દિવસને થયે ત્યારે ત્રીઆઓને જમણ આપવામાં આવ્યું, અને શુભ મતિવાળા શભંકરે નૈમિત્તિકને લાવી પોતાના પુત્રનો જન્મ ગ્રહ જોવરાવી તેના નામ માટે પુછયું. નૈમિત્તિકે રાશીચક્ર જોઈ કહ્યું કે પ્રધાન પુત્ર, આ આપના કુમારનું નામ